Samsung Galaxy F07 Launch : સેમસંગનો સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ, કિંમત 8000થી ઓછી, 2031 સુધી OS અપડેટ મળશે

Samsung Galaxy F07 Launch 2025 : સેમસંગ ગેલેક્સી એફ07 સ્માર્ટફોન 50 એમપી કેમેરા, HD+ LCD ડિસ્પ્લે, 5000mAh બેટરી અને 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે લોન્ચ થયો છે. જાણો સેમસંગના બજેટ સ્માર્ટફોનની કિંમત, કેમેરા અને ફીચર્સ વિશે બધું

Written by Ajay Saroya
October 03, 2025 12:08 IST
Samsung Galaxy F07 Launch : સેમસંગનો સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ, કિંમત 8000થી ઓછી, 2031 સુધી OS અપડેટ મળશે
Samsung Galaxy F07 Price And Features : સેમસંગ ગેલેક્સી એફ 07 સ્માર્ટફોનમાં 6.7 ઇંચની HD+ LCD ડિસ્પ્લે આવે છે. (Photo: Samsung)

Samsung Galaxy F07 Price and Specifications : સેમસંગ ગેલેક્સી એફ 07 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. કોરિયન કંપની સેમસંગનો આ લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન છે, જેની કિંમત 8000 રૂપિયાથી પણ ઓછી છે. Samsung Galaxy f07 સ્માર્ટફોનમાં 50 એમપી કેમેરા, HD+ LCD ડિસ્પ્લે આવે છે. કંપની આ સેમસંગ સ્માર્ટફોમાં વર્ષ 2031 સુધી OS અને સિક્યોરિટી અપડેટનું વચન આપે છે. ચાલો જાણીયે સેમસંગના બજેટ સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને ખાસિયતો વિશે વિગતવાર

Samsung Galaxy F07 Price : સેમસંગ ગેલેક્સી એફ 07 કિંમત

સેમસંદ ગેલેક્સી એફ 07 સ્માર્ટફોન 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે સિંગલ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની લોન્ચ કિંમત 7,699 રૂપિયા છે. ઇ કોમર્સ સાઇટ્સ પર આ ફોન 6,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. Samsung Galaxy F07 બજેટ સ્માર્ટફોન સેગ્મેન્ટમાં રેડમી A5, રિયલમી C63 અને ઇન્ફિનિક્સ સ્માર્ટ 10 જેવા અફોર્ડેબલ સ્માર્ટફોનને ટક્કર આપશે.

Samsung Galaxy F07 Specification : સેમસંગ ગેલેક્સી એફ 07 સ્પેસિફિકેશન

સેમસંગ ગેલેક્સી એફ 07 સ્માર્ટફોનમાં 6.7 ઇંચની HD+ LCD ડિસ્પ્લે આવે છે, જે 1600×720 પિક્સલ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. તેની પીક બ્રાઇટનેસ 90Hz છે. આ ફોનમાં ઓક્ટો કોર મીડિયાટેક હીલિયો G99 પ્રોસેસર આવે છે, જેની સ્પીડ 2.2GHz + 2.0GHz છે. આ ડિવાઇસને પાવર આપવા માટે 5000mAh બેટરી આવે છે.

આ સ્માર્ટફોન દૈનિક કામગીરી માટે, સોશિયલ મીડિયા અને સાધારણ મોબાઇલ ગેમ કરવા માટે ઉત્તમ છે. આ ફોનમાં 64GB ઇન્ટરનેલ સ્ટોરેજ આવે છે, જેને SD કાર્ડ વડે 2TB સુધી વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇટ 15 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. સૌથી ખાસ વાત એ છે કે, કંપનીએ સેમસંગ ગેલેક્સી એફ 07 સ્માર્ટફોનમાં વર્ષ 2031 સુધી OS અને સિક્યોરિટી અપડેટ આપવાનું વચન આપ્યું છે.

Samsung Galaxy F07 Camera : સેમસંગ ગેલેક્સી એફ 07 કેમેરા

સેમસંગ ગેલેક્સી એફ 07 સ્માર્ટફોનમાં બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે, જેમા 50MP પ્રાયમરી સેન્સર અને 2MP સેકન્ડરી કેમેરા સામેલ છે. તેમા ઓટોફોક્સ અને LED ફ્લેશ પણ આવે છે. તેમજ સેલ્ફી અને વીડિયોગ્રાફી માટે ફ્રન્ટમાં 8MP નો સેલ્ફી કેમેરા આવે છે. આ ફોન 30fps પર Full HD વીડિયો રેકોર્ડિંગ અને 120fps પર સ્લો મોશન વીડિયો રેકોર્ડ કરી શકે છે. આ મોબઇલ IP54 રેટિંગ ધરાવે છે એટલે કે ધૂળ અને પાણી સામે સુરક્ષિત રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ