Samsung Galaxy F15 5G Airtel Edition: સેમસંગ ગેલેક્સી F15 5Gનો નવો અવતાર, એરટેલ તરફથી ખાસ ડિસ્કાઉન્ટ ઓફર, 50 GB ડેટા ફ્રી

Samsung Galaxy F15 5G Airtel Edition: સેમસંગ ગેલેક્સી F15 5G એરટેલ એડિશન ભારતમાં લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન છે. શાનદાર ફીચર્સ તેમજ પાવરફુલ બેટરી અને કેમેરાથી સજ્જ સેમસંગ ગેલેક્સ સ્માર્ટફોન 3 કલરમાં ઉપલબ્ધ છે.

Written by Ajay Saroya
Updated : June 13, 2024 21:58 IST
Samsung Galaxy F15 5G Airtel Edition: સેમસંગ ગેલેક્સી F15 5Gનો નવો અવતાર, એરટેલ તરફથી ખાસ ડિસ્કાઉન્ટ ઓફર, 50 GB ડેટા ફ્રી
Samsung Galaxy F15 5G Airtel Edition Price: સેમસંગ ગેલેક્સી એફ15 5જી એરટેલ એડિશન કંપનીનો નવો ફોન છે અને તે એરટેલ 5જી સાથે લોક્ડ છે. (Photo: Social Media)

Samsung Galaxy F15 5G Airtel Edition: સેમસંગે ભારતમાં એરટેલની ભાગીદારીમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એફ 15 5જી એરટેલ એડિશન કંપનીનો નવો ફોન છે અને તે એરટેલ 5જી સાથે લોક્ડ છે. આ ફોનમાં નોક્સ ગાર્ડ એપ પ્રી-ઇન્સ્ટોલ્ડ આવે છે. સેમસંગ ગેલેક્સી એફ15 5જી સ્માર્ટફોનમાં 8 જીબી સુધીની રેમ, 50 એમપીનો રિયર કેમેરો અને 6000mAh બેટરી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. જાણો એરટેલ એડિશનના નવા ફોનના તમામ ફીચર્સ…

સેમસંગ ગેલેક્સી એફ15 5જી એરટેલ એડિશન કિંમત (Samsung Galaxy F15 5G Airtel Edition Price)

સેમસંગ ગેલેક્સી એફ 15 5જી એરટેલ એડિશન 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. સેમસંગ ગેલેક્સી એફ15 5જી એરટેલ એડિશન 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 12999 રૂપિયા, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 14499 રૂપિયામાં અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 15999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનનું વેચાણ ટૂંક સમયમાં ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર શરૂ થશે.

સેમસંગ ગેલેક્સી એફ15 5જી એરટેલ એડિશન ડિસ્કાઉન્ટ (Samsung Galaxy F15 5G Airtel Edition Discount)

સેમસંગ ગેલેક્સી એફ 15 5જી એરટેલ એડિશનને એરટેલના ગ્રાહકો 7 ટકા (750 રૂપિયા)ના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકે છે. એરટેલ આ ફોન ખરીદવા પર 50 જીબી ડેટા કૂપન્સ પણ આપી રહી છે. આ લાભ માટે ગ્રાહકોને ઓછામાં ઓછું 199 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે.

નોંધનીય છે કે સેમસંગ ગેલેક્સી એફ 15 એરટેલ એડિશન સ્માર્ટફોન 18 મહિનાના લોક ઇન પીરિયડ સાથે આવે છે. એટલે કે એરટેલ સિમ કાર્ડનો ઉપયોગ ઓછામાં ઓછા 18 મહિના સુધી કરવો પડશે.

સેમસંગ ગેલેક્સી F15 5G ફીચર્સ, સ્પેસિફિકેશન્સ (Samsung Galaxy F15 5G Features And Specifications)

સેમસંગ ગેલેક્સી એફ 15 5જી સ્માર્ટફોનમાં સિગ્નેચર ગેલેક્સી ડિઝાઇન મળે છે. આ સ્માર્ટફોન ગ્રુવી વાયોલેટ, જાઝી ગ્રીન અને એશ બ્લેક કલરમાં આવે છે. Galaxy F15 5Gમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનની સ્ટોરેજ વધારીને 1 ટીબી કરી શકાય છે. હેન્ડસેટમાં 4 જીબી/6 જીબી અને 8 જીબી રેમ ઓપ્શન આપવામાં આવ્યા છે. રેમને 6 જીબી સુધી વધારી શકાય છે.

સેમસંગના આ ફોનમાં 6.5 ઇંચની સેમોલેડ ફુલએચડી + (2340×1080 પિક્સલ) ડિસ્પ્લે છે જે 90હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન ૮૦૦ નીટ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ડિસ્પ્લેમાં ઇન્ફિનિટી-યુ નોચ મળે છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 6100+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે ફોનમાં Malo G57 છે.

સેમસંગ ગેલેક્સી એફ15 5જી એરટેલ એડિશન કેમેરા (Samsung Galaxy F15 5G Airtel Edition Camera)

સેમસંગ ગેલેક્સી એફ 15 5જી એન્ડ્રોઇડ 14 બેઝ્ડ OneUI 6.1 સાથે આવે છે. સ્માર્ટફોનમાં 5 વર્ષ માટે સોફ્ટવેર સપોર્ટ અને 4 એન્ડ્રોઇડ OS અપગ્રેડનો દાવો કરવામાં આવ્યો છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/ 1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ, એપર્ચર એફ / 2.2 સાથે 5 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ આપવામાં આવ્યો છે. ફોનમાં અપાર્ચર એફ/ 2.4 સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ લેન્સ પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે અપર્ચર એફ/ 2.0 સાથે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

આ પણ વાંચો | 32MP ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા અને 512GB સ્ટોરેજવાળા શાઓમી ફોનની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફિચર્સ

સેમસંગ ગેલેક્સી એફ15 5જી એરટેલ એડિશન બેટરી (Samsung Galaxy F15 5G Airtel Edition Battery)

સેમસંગ ગેલેક્સી એફ15 5જી એરટેલ એડિશન સ્માર્ટફોન ને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 25 કલાક સુધીનો વીડિયો પ્લેબેક ટાઇમ આપે છે. બેટરી 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં 3.5mm ઓડિયોજેક અને મોનો સ્પીકર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ, 5જી, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ અને યુએસબી 2.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 160.1 × 76.8 × 9.3 mm અને વજન 217 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ