Samsung Galaxy F15 : સેમસંગે (Samsung) સોમવારે તેના લેટેસ્ટ બજેટ 5G સ્માર્ટફોન, ગેલેક્ષી એફ15 (Galaxy F15) ની જાહેરાત કરી છે, જે MediaTek Dimensity 6100+ SoC દ્વારા સંચાલિત છે. આ ડિવાઇસ 4/6 GB RAM અને 128 GB ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે બે મેમરી વેરિઅન્ટમાં આવે છે જેની શરૂઆતી કિંમત ₹ 12,999 છે.
Samsung Galaxy F15 : કિંમત અને ફીચર્સ
આ ફોન દેશમાં સૌથી વધુ સસ્તા સ્માર્ટફોન પૈકીનો એક છે જે ચાર વર્ષનાં એન્ડ્રોઇડ વર્ઝન અપગ્રેડ અને પાંચ વર્ષનાં સિક્યોરિટી અપડેટ્સનું વચન આપે છે. સ્માર્ટફોન હાલમાં એન્ડ્રોઇડ 14 OS-આધારિત OneUI 6 સાથે શિપ કરે છે અને Android 18 સુધી અપડેટ્સ પ્રાપ્ત કરશે. Galaxy S24 સિરીઝ જેવા ફ્લેગશિપ પર, Samsung સાત વર્ષ સુધીનો સોફ્ટવેર સપોર્ટ ઓફર કરે છે.
આ પણ વાંચો: Flipkart UPI : ફ્લિપકાર્ટનું પોતાનું UPI હેન્ડલ એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ
સેમસંગ ગેલેક્સી F15 ફ્લિપકાર્ટ અને કંપનીની અધિકૃત વેબસાઇટ દ્વારા સોમવારે સાંજે 7 વાગ્યાથી ઉપલબ્ધ છે, જેની પ્રારંભિક કિંમત બેઝ મોડલ માટે ₹ 11,999 અને સંપૂર્ણ સ્પેસિડ વેરિઅન્ટ માટે ₹ 13,499 છે, જેમાં HDFC બેન્ક કાર્ડ યુઝર્સ માટે ₹. 1,000 ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. Galaxy F15 એશ બ્લેક, જેઝી ગ્રીન અને ગ્રૂવી વાયોલેટ કલરમાં અવેલેબલ છે.
આ પણ વાંચો: રેડમીના બે શાનદાર સ્માર્ટફોન થયા સસ્તા, તેમાં છે 50MP ટ્રિપલ કેમેરા અને અદભૂત ફીચર્સ, જાણો નવી કિંમત
Samsung Galaxy F15 90Hz ના રિફ્રેશ રેટ સાથે V-shaped નોચ (Infinity-V) સાથે 6.5-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. Mediatek Dimensity 6100+ દ્વારા સંચાલિત, 4/6 GB RAM અને 128 G ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે 6nm પ્રોસેસર. માઇક્રોએસડી કાર્ડ (ડ્યુઅલ હાઇબ્રિડ સ્લોટ) પણ છે જે 1 TB સુધી મેમરી એક્સપાન્શન સપોર્ટ કરે છે.
પાછળના ભાગમાં, ડિવાઇસમાં 50 MP પ્રાથમિક કેમેરા, 5 MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 2 MP મેક્રો લેન્સ સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે. ફ્રન્ટમાં 13 MP સેલ્ફી કેમેરા છે, અને માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ છે. 6,000 mAh બેટરી USB-C પોર્ટ દ્વારા 25W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે ડિવાઇસને ફ્યુઅલઆપે છે, અને ઝડપી ચાર્જર બૉક્સમાં શામેલ નથી.