Samsung Galaxy F36 5G Price in India: સેમસંગે ભારતમાં પોતાનો લેટેસ્ટ એફ સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એફ36 5જી (Samsung Galaxy F36 5G) કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેને 20,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં રજૂ કરવામાં આવ્યો છે. સેમસંગ Galaxy F36 5G સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો, 5000mAh બેટરી અને લેધર ફિનિશ સાથે રિયર પેનલ આપવામાં આવી છે. સેમસંગના નવા ગેલેક્સી F36 5G સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સ…
Samsung Galaxy F36 5G Price in India : સેમસંગ ગેલેક્સી એફ 36 5જી કિંમત
સેમસંગ ગેલેક્સી એફ 36 5જી સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,499 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 18999 રૂપિયામાં ખરીદી શકાય છે.
સેમસંગના નવા એફ-સિરીઝ સ્માર્ટફોનનું વેચાણ 29 જુલાઇએ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ અને સેમસંગના ઓફિશિયલ ઓનલાઇન સ્ટોર પર થશે. આ સ્માર્ટફોનને કોરલ રેડ, લક્સ વાયોલેટ અને ઓનિક્સ બ્લેક કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ત્રણેય સ્માર્ટફોનને લેધર ફિનિશ રિયર પેનલમાં રજૂ કરવામાં આવ્યા છે.
Samsung Galaxy F36 5G Specifications : સેમસંગ ગેલેક્સી F36 5G સ્પેસિફિકેશન્સ
સેમસંગ ગેલેક્સી એફ36 5જી સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 6.7 ઇંચની Super AMOLED ડિસ્પ્લે છે, જે ફુલએચડી+ રિઝોલ્યુશન, 120હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. પ્રોટેક્શન માટે ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ડિસ્પ્લે પર સેલ્ફી કેમેરા માટે વોટરડ્રોપ નોચ પણ છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટા કોર Exynos 1380 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે.
ફોટોગ્રાફી માટે, સેમસંગ ગેલેક્સી એફ 36 5જી સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) અને 4કે વિડિઓ રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ અને 2 મેગાપિક્સલના મેક્રો સેન્સર આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 13 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરા 4K વીડિયો રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે.
સેમસંગ ગેલેક્સી એફ 36 5જી સ્માર્ટફોન ને પાવર આપવો એ 5000mAhની મોટી બેટરી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનની સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, જીપીએસ વગેરે જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું માપ 164.4×77.9×7.7 એમએમ છે અને તેનું વજન 197 ગ્રામ છે.
આ પણ વાંચો | 8300mAh બેટરી સાથે પાવરફુલ 5G સ્માર્ટફોન લોન્ચ, 12GB સુધી રેમ અને 512GB સ્ટોરેજ
સેમસંગનો લેટેસ્ટ એફ-સિરીઝનો ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ One UI 7 સાથે આવે છે. કંપનીએ સ્માર્ટફોનમાં 7 વર્ષ માટે 6 એન્ડ્રોઇડ ઓએસ અપડેટ અને સિક્યોરિટી અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે. હેન્ડસેટમાં ગૂગલના સર્કલ ટુ સર્ચ, જેમિની લાઇવ, ઓબ્જેક્ટ ઇરેઝર, ઇમેજ ક્લિપર અને એઆઇ એડિટ સૂચન જેવા ઘણા એઆઇ ફીચર્સ આપવામાં આવ્યા છે.





