/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Samsung-Galaxy-C55-5G.jpg)
Samsung Galaxy F55 5g : સેમસંગ ગેલક્ષી એફ55 ઇન્ડિયામાં ટૂંક સમયમાં લોન્ચ થશે, ફોન વેગન લેધર ફિનિશ સાથે આવી શકે (Financial Express)
Samsung Galaxy F55 5g: ગેલેક્ષી એફ55 5જી (Galaxy F55 5G) સ્માર્ટફોન ભારતમાં મે મહિનામાં લોન્ચ થશે, એમ સેમસંગે જાહેરાત કરી હતી. F55 ઇન્ડિયામાં વીગન લેધર ફિનિશ ધરાવતો પહેલો સેમસંગ ફોન હશે. તે બે કલરમાં આવશે અને ઉપલબ્ધ માહિતીના આધારે તેમાંથી એક ઓરેન્જ કલરમાં હશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Samsung-Galaxy-C55-5G-smartphone.jpg)
સેમસંગ ગેલક્ષી C55 ખરેખર ગેલક્ષી એમ55 5જી (Galaxy M55 5G) છે જેમાં વેગન લેધર બેક પેનલ છે. અને જો ઈતિહાસ કોઈ સંકેત છે, તો F55 ના ઘણા બધા હાર્ડવેર M55 જેવા હશે. સેમસંગે હજુ સુધી કોઈ સ્પેશીફીકેશન શેર કર્યા નથી. પરંતુ ટીઝર દર્શાવે છે કે ડિઝાઇન તેની મોટી યુએસપી હોઈ શકે છે.
આ પણ વાંચો: નથિંગ ફોન 2A નવા અવતારમાં લોન્ચ, માત્ર ભારતમાં જ વેચાશે, ખરીદી પર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જનો ડબલ ફાયદો
F55 ફ્લિપકાર્ટ, સેમસંગ ઓનલાઈન અને લોન્ચ થયા પછી પસંદગીના રિટેલ સ્ટોર્સમાં વેચવામાં આવશે. લોન્ચની ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ સેમસંગ મેની શરૂઆતમાં લોન્ચ થઇ શકે છે. આ જ સમયગાળા દરમિયાન ભારતમાં Vivo V30e સ્માર્ટફોન પણ લોન્ચ થશે જે 2 મેમાં લૉન્ચ થશે. અન્ય એક ગુગલનો Google Pixel 8a લૉન્ચ થશે, જે 14 મેના રોજ Google I/O ની ઇવેન્ટમાં લોન્ચ થવાની ધારણા છે.
આ પણ વાંચો: વીવોએ ભારતમાં લોન્ચ કર્યો નવો બજેટ સ્માર્ટફોન Vivo Y18e, જેમાં 5000mAh બેટરી અને 6.56 ઇંચની સ્ક્રીન
પરંતુ Galaxy F55 સ્માર્ટફોનમાં ગેલક્ષી એમ55 જેવો હોઈ શકે છે, તેમાં 1080p રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે, ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 7 Gen 1 પ્રોસેસર અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી પણ હશે. ફોટોગ્રાફી માટે, તેમાં પાછળ 50-મેગાપિક્સલ પહોળા, 8-મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ અને 2-મેગાપિક્સલ મેક્રો સાથે સેન્સરની ત્રિપુટી હોઈ શકે છે. ફ્રન્ટ કેમેરા 50-મેગાપિક્સલનો હોઈ શકે છે.
સ્માર્ટફોનમાં Android 14 પર આધારિત One UI 6.1 હોવો જોઈએ અને ફોન ચાર વર્ષનાં મુખ્ય OS અને પાંચ વર્ષનાં સિક્યોરિટી અપડેટ્સ પણ હોઈ શકે છે. ચીનમાં C55 ની કિંમત CNY1,999 થી શરૂ થાય છે જે અંદાજે ₹ 23,000 થાય છે. Galaxy M55ની ભારતમાં કિંમત 26,999 રૂપિયાથી શરૂ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us