/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Samsung-Galaxy-F55-5G-1-1.jpg)
Samsung Galaxy F55 5G : સેમસંગ ગેલેક્સી એફ55 5જી ઇન્ડીયામાં 17 મેના રોજ લોન્ચ થશે, જાણો કિંમત અને ફીચર્સ (Samsung)
Samsung Galaxy F55 5G : સેમસંગ (Samsung) ફાઈનલી તેનો સેમસંગ ગેલક્ષી એફ55 5જી (Samsung Galaxy F55 5G) ઇન્ડીયામાં લોન્ચ કરશે. ગઈ કાલે ગુરુવારે તેની લોન્ચ ડેટ અને કિંમતની જાહેરાત કરી હતી. સાઉથ કોરિયન સ્માર્ટફોન બ્રાન્ડ છેલ્લા કેટલાક સમયથી નવા ફોનને લઈને ચર્ચા કરી રહી છે. તે ફ્લિપકાર્ટ દ્વારા બે કલર ઓપ્શનમાં અવેલબલ થશે. Galaxy F55 5G એ રિબ્રાન્ડેડ Galaxy C55 હોવાનું માનવામાં આવે છે, જે ગયા મહિને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે Snapdragon 7 Gen 1 SoC પર ચાલશે તેવી ધારણા છે અને 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી પેક કરી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Samsung-Galaxy-F55-5G-features-1.jpg)
Samsung Galaxy F55 5G : લોન્ચ ડેટ, ફીચર્સ અને કિંમત
Samsung Galaxy F55 5G ભારતમાં 17 મેના રોજ IST બપોરે 12:00 વાગ્યે સત્તાવાર રીતે લોન્ચ થવાનું છે. તેની કિંમત 30,000 થી ઓછી હોવાની પુષ્ટિ છે. સ્માર્ટફોનનું વેચાણ Flipkart, Samsung.com અને પસંદગીના રિટેલ સ્ટોર્સ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: Realme GT Neo 6 લોન્ચ, 16જીબી રેમ, 1 ટીબી રેમ અને 50MP કેમેરા; જાણો નવા રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ
ફ્લિપકાર્ટે તેની વેબસાઇટ પર નવા ગેલેક્સી એફ સિરીઝના સ્માર્ટફોનના લોન્ચને લઈને એક સમર્પિત લેન્ડિંગ પેજ બનાવ્યું છે. તે એપ્રિકોટ ક્રશ અને રેઝિન બ્લેક કલરવેઝમાં વીગન લેધર ફિનિશ સાથે અવેલબલ હોવાની પુષ્ટિ થઈ છે. તાજેતરના લીક થયેલ અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે Galaxy F55 ની કિંમત 8GB RAM + 128GB સ્ટોરેજ વર્ઝન માટે ₹ 26,999 હશે, જયારે 8GB RAM + 256GB સ્ટોરેજ મોડલની કિંમત ₹ 29,999 હશે. જ્યારે 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹ 32,999 જેટલી રાખવામાં આવી છે.
આ પણ વાંચો: Vivo Y18s: વિવોનો શાનદાર બજેટ સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો ફીચર્સ અને ખાસિયતો
Galaxy F55 5G એ Galaxy C55 ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે ડેબ્યૂ કરી શકે છે. બાદમાં એપ્રિલમાં ચીનમાં CNY 1,999 (આશરે રૂ. 23,000) ની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.Galaxy F55 5G એ Galaxy C55 ની સમાન ખાસિયત ધરાવી શકે છે જો સ્માર્ટફોન રીબ્રાન્ડેડ મોડલ હોય તો. Galaxy C55માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચની ફુલ-એચડી+ (1,080x2,400 પિક્સેલ્સ) સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે છે અને તે Snapdragon 7 Gen 1 SoC પર ચાલે છે. તેમાં ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ છે, જેનું નેતૃત્વ 50-મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર, 50-મેગાપિક્સલનું સેલ્ફી શૂટર છે, અને 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી પેક ધરાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us