Samsung Galaxy F56 5G Launch: સેમસંગ ગેલેક્સી એફ56 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. સેમસંગ કંપનીએ ગેલેક્સી એફ 56 5જી હેન્ડસેટ Exynos 1480 ચિપસેટ સાથે લોન્ચ કર્યો છે. એફ સીરીઝના આ નવા સ્માર્ટફોનમાં 8 જીબી રેમ, 6.7 ઇંચની મોટી ડિસ્પ્લે, 50MP કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સેમસંગ ગેલેક્સી એફ 56 5જી સ્માર્ટફોન 6 વર્ષના એન્ડ્રોઇડ અપગ્રેડનું વચન આપે છે. ચાલો સેમસંગના નવા સ્માર્ટફોનના ફીચર્સ અને તમામ ખામીઓ વિશે જાણીયે
Samsung Galaxy F56 5G Price : સેમસંગ ગેલેક્સી F56 5G કિંમત
સેમસંગ ગેલેક્સી એફ 56 5જીની 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે. તે જ સમયે, 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 28,999 રૂપિયા છે. બેંક ડિસ્કાઉન્ટ સાથે ફોન ખરીદવા પર તમને 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ગ્રીન અને વાયોલેટ કલર ઓપ્શનમાં ડિવાઇસ ખરીદવાની તક છે.
સેમસંગના આ ફોનને EMI ઓપ્શન પર ખરીદી શકાય છે. સેમસંગ ફાઇનાન્સ+ અને અગ્રણી એનબીએફસી પાર્ટનર સાથે આ ડિવાઇસને 1,556 રૂપિયાના માસિક ઇએમઆઈ હપ્તા પર ખરીદી શકાય છે.
Samsung Galaxy F56 5G Specifications : સેમસંગ ગેલેક્સી F56 5G સ્પેસિફિકેશન્સ
સેમસંગ ગેલેક્સી એફ 56 5જી એન્ડ્રોઇડ 15 બેઝ્ડ One UI 7 પર ચાલે છે. આ ડિવાઇસને 6 વર્ષનું એન્ડ્રોઇડ અને 6 વર્ષનું સિક્યોરિટી અપડેટ આપવાનું વચન આપવામાં આવ્યું છે. ફોનમાં 6.7 ઇંચની ફુલએચડી + સુપર એમોલેડ+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન 1200 નિટ્સ હાઇ બ્રાઇટનેસ મોડ (એચબીએમ) અને 120હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે Vision Booster ટેક્નોલોજી સાથે આવે છે. હેન્ડસેટમાં Corning Gorilla Glass Victus Plus છે. ડિવાઇસમાં Exynos 1480 પ્રોસેસર, 8 જીબી રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.
કેમેરાની વાત કરીએ તો Galaxy F56 5Gમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં ફ્રન્ટમાં 12 મેગાપિક્સલનું એચડીઆર સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે. કેમેરા મલ્ટીપલ એઆઈ ઈમેજિંગ ફીચર્સને સપોર્ટ કરે છે.
સેમસંગના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સેમસંગનું નોક્સ વોલ્ટ ફીચર ડિવાઇસમાં સિક્યોરિટી માટે ઉપલબ્ધ છે. ફોન Tap and Pay ફંક્શન સપોર્ટ વાળા સેમસંગ વોલેટ સાથે આવે છે. હેન્ડસેટ 7.2 એમએમ જાડો છે અને કંપનીનો દાવો છે કે તે એફ-સીરીઝ પોર્ટફોલિયોનો સૌથી સ્લીમ સ્માર્ટફોન છે.





