સેમસંગના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, ઓછી કિંમતમાં 50MP કેમેરા અને મોટી બેટરી, જાણો ફિચર્સ

Samsung Galaxy M16, Galaxy M06 Launched: સેમસંગે ભારતમાં બે નવા ગેલેક્સી એમ સીરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. સેમસંગ ગેલેક્સી એમ06 અને ગેલેક્સી એમ16 કંપનીના નવા સ્માર્ટફોન છે

Written by Ashish Goyal
February 27, 2025 21:53 IST
સેમસંગના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, ઓછી કિંમતમાં 50MP કેમેરા અને મોટી બેટરી, જાણો ફિચર્સ
સેમસંગ ગેલેક્સી એમ06 અને ગેલેક્સી એમ16 કંપનીના નવા સ્માર્ટફોન છે

Samsung Galaxy M16, Galaxy M06 Launched: સેમસંગે ભારતમાં બે નવા ગેલેક્સી એમ સીરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. સેમસંગ ગેલેક્સી એમ06 અને ગેલેક્સી એમ16 કંપનીના નવા સ્માર્ટફોન છે. દક્ષિણ કોરિયાની કંપનીના આ બંને બજેટ 5જી કનેક્ટિવિટી પ્રદાન કરે છે. Galaxy M06 અને Galaxy M16 કંપનીના નવા હેન્ડસેટ છે જે આકર્ષક ડિઝાઇન આપે છે. નવા સેમસંગ ગેલેક્સી એમ06 અને એમ16માં શું છે ખાસ? જાણો કિંમત અને તમામ ફીચર્સ વિશે.

Galaxy M16, Galaxy M06 કિંમત

સેમસંગ ગેલેક્સી એમ 16ની કિંમત 11,499 રૂપિયાથી શરૂ થાય છે. ગેલેક્સી એમ06 સ્માર્ટફોનની કિંમત 9,499 રૂપિયા છે. આ કિંમત બેંક ઓફર્સ સાથે છે. ગેલેક્સી એમ 16 સ્માર્ટફોનને 5 માર્ચથી ખરીદી શકાય છે જ્યારે એમ06ને 7 માર્ચથી ખરીદી શકાશે. બંને ફોન એમેઝોન ઇન્ડિયા પર ખરીદવા માટે ઉપલબ્ધ થશે.

સેમસંગ ગેલેક્સી એમ 16 ફીચર્સ

સેમસંગ ગેલેક્સી એમ 16 સ્માર્ટફોન ગેલેક્સી એમ 15 કરતા 15 ટકા વધારે સ્લીમ છે. ફોનને મિન્ટ ગ્રીન, બ્લશ પિંક અને થંડર બ્લેક કલરમાં લઈ શકાય છે.

ગેલેક્સી એમ 16 સ્માર્ટફોનમાં 6.6 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે છે જે ફુલએચડી + સ્ક્રીન રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીન વિઝન બૂસ્ટરને સપોર્ટ કરે છે અને આઇ કેર શિલ્ડ સાથે આવે છે. નવા ગેલેક્સી ફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોનમાં 4GB/6GB/8GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા, 5 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – દુનિયાનો સૌથી પાતળો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

ગેલેક્સી એમ 16 માં 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 15 સાથે આવે છે અને 6 વર્ષ સુધી ઓએસ અને સિક્યોરિટી અપડેટ્સ આપે છે. સેમસંગના આ સ્માર્ટફોનમાં 11 5જી બેન્ડ, ઓલ નેટવર્ક સપોર્ટ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.3, એનએફસી અને જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય સેમસંગનો સ્માર્ટફોન સેમસંગ નોક્સ, વોઇસ ફોકસ અને ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે.

સેમસંગ ગેલેક્સી એમ06 ફીચર્સ

સેમસંગ ગેલેક્સી એમ06 સ્માર્ટફોન એક આકર્ષક ડિઝાઇન સાથે આવે છે. ફોનમાં અપગ્રેડેડ પ્રોસેસર, બેટર સોફ્ટવેર સપોર્ટ અને 5જી સપોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનને સેજ ગ્રીન અને બ્લેજિંગ બ્લેક કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

ગેલેક્સી એમ06 સ્માર્ટફોનમાં 6.7 ઇંચની એલસીડી સ્ક્રીન છે જે એચડી+ સ્ક્રીન રિઝોલ્યુશન આપે છે. ડિવાઇસમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 4G/6GB રેમ સાથે 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

ડિવાઇસમાં 50MP પ્રાઇમરી, 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યા છે. સેમસંગ ગેલેક્સી એમ06 સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જેમાં 25W ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ સાથે આવે છે. ફોન 4 મોટા ઓએસ અને સુરક્ષા અપડેટ્સ મેળવવાનું વચન આપે છે.

કનેક્ટિવિટી માટે 12 5જી બેન્ડ, ઓલ નેટવર્ક સપોર્ટ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.3 અને જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સેમસંગનો આ ફોન સેમસંગ નોક્સ, વોઇસ ફોકસ સાથે આવે છે. હેન્ડસેટની બાજુમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ