Samsung Galaxy M15 5G: સેમસંગ ગેલેક્સી એમ15 5G પ્રાઇમ સ્માર્ટફોન લોન્ચ, કિંમત ₹ 11000થી ઓછી, જાણો ફીચર્સ

Samsung Galaxy M15 5G Prime Edition Launched: સેમસંગ ગેલેક્સી એમ15 5જી પ્રાઇમ એડિશન સ્માર્ટફોન 6000mAhની મોટી બેટરી અને 50 મેગાપિક્સલના પ્રાઇમરી રિયર કેમેરા જેવા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.

Written by Ajay Saroya
September 26, 2024 15:37 IST
Samsung Galaxy M15 5G: સેમસંગ ગેલેક્સી એમ15 5G પ્રાઇમ સ્માર્ટફોન લોન્ચ, કિંમત ₹ 11000થી ઓછી, જાણો ફીચર્સ
Samsung Galaxy M15 5G Prime Edition Price And Features: સેમસંગ ગેલેક્સી એમ15 5જી પ્રાઇમ એડિશન સ્માર્ટફોન બ્લૂ ટોપાઝ, સેલેસ્ટિયલ બ્લૂ અને સ્ટોન ગ્રે કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. (Photo: Freepik)

Samsung Galaxy M15 5G Prime Edition Launched: સેમસંગ ગેલેક્સી એમ15 5જી પ્રાઇમ એડિશન સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. સેમસંગ ગેલેક્સી એમ 15 5જી સ્માર્ટફોનમાં 6000mAhની મોટી બેટરી, 8 જીબી સુધીની રેમ અને 50MP ટ્રિપલ રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સેમસંગનો આ ફોન એન્ડ્રોઇડ 14 સાથે આવે છે અને દક્ષિણ કોરિયન કંપનીએ 4 વર્ષ માટે OS અપગ્રેડ કરવાનું વચન આપ્યું છે. ચાલો જાણીયે સેમસંગ ગેલેક્સી M15 5G સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Samsung Galaxy M15 5G Prime Edition Price : સેમસંગ ગેલેક્સી એમ15 5G પ્રાઇમ એડિશન કિંમત

સેમસંગ ગેલેક્સી એમ 15 5જી પ્રાઇમ એડિશનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. તે જ સમયે, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 11,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 13,499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ફોનને એમેઝોન, સેમસંગ ઇન્ડિયા વેબસાઇટ અને રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. હેન્ડસેટને બ્લૂ ટોપાઝ, સેલેસ્ટિયલ બ્લૂ અને સ્ટોન ગ્રે કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.

Samsung Galaxy M15 5G Prime Edition Specifications : સેમસંગ ગેલેક્સી એમ 15 5G પ્રાઇમ એડિશન સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી એમ15 5જી પ્રાઇમ એડિશનમાં 6.5 ઇંચની ફુલએચડી+ (1,080 x 2,340 પિક્સલ) સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જે 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 6100+ ચિપસેટ છે. સ્માર્ટફોનમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. સેમસંગનો આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ One UI 6.0 સાથે આવે છે. હેડસેટ 4 વર્ષ સુધી ઓએસ અપગ્રેડ અને 5 વર્ષના સુરક્ષા અપડેટ્સનું વચન આપે છે.

સેમસંગ ગેલેક્સી એમ 15 5જી પ્રાઇમ એડિશન સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. ફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી, 5 મેગાપિક્સલ સેકન્ડરી અને 2 મેગાપિક્સલ સેન્સર આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | 8000 થી સસ્તો સેમસંગ ગેલેક્સી F05 સ્માર્ટફોન લોન્ચ, 50 MP કેમેરા, જાણો ફીચર્સ

સેમસંગના આ સ્માર્ટફોનમાં પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે. સુરક્ષા માટે ડિવાઇસની સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપલબ્ધ છે. ફોનમાં નોક્સ સિક્યોરિટી અને ક્વિક શેર ફીચર્સ છે અને કોલ ક્લેરિટી માટે વોઇસ ફોકસ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ 5જી, 4જી એલટીઇ, જીપીએસ, બ્લૂટૂથ 5.3, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 એમએમ ઓડિયો જેક આપવામાં આવ્યા છે. હેન્ડસેટનું ડયમેન્શન 160.1 x 76.8 x 9.3mm અને 217 ગ્રામ વજન છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ