Samsung Galaxy M17 5G : સેમસંગનો સસ્તો 5G ફોન ભારતમાં લોન્ચ, 50MP કેમેરા અને AI ફીચર્સ, જાણો કિંમત અને ફીચર્સ

Samsung Galaxy M17 5G Launch Price And Features : સેમસંગ ગેલેક્સી એમ17 5જી સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં લોન્ચ થયો છે. કંપની આ સ્માર્ટફોનમાં 6 ઓએસ અપગ્રેડ અને 6 વર્ષની સિક્યોરિટી અપડેટનું વચન આપે છે. ચાલો જાણીયે લેટેસ્ટ સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

Samsung Galaxy M17 5G Launch Price And Features : સેમસંગ ગેલેક્સી એમ17 5જી સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં લોન્ચ થયો છે. કંપની આ સ્માર્ટફોનમાં 6 ઓએસ અપગ્રેડ અને 6 વર્ષની સિક્યોરિટી અપડેટનું વચન આપે છે. ચાલો જાણીયે લેટેસ્ટ સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Samsung Galaxy M17 5G Launch | Samsung Galaxy M17 5G | Samsung Galaxy M17 5G Price | Samsung Galaxy Phone

Samsung Galaxy M17 5G Launch Price : સેમસંગ ગેલેક્સી એમ17 5જી સ્માર્ટફોનમાં 50 એમપી ટ્રિપલ રિયર કેમેરા, 8 જીબી રેમ મળે છે. (Photo: Samsung)

Samsung Galaxy M17 5G Smartphone Launch Price : સેમસંગે ભારતમાં તેનો લેટેસ્ટ સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા સેમસંગ ગેલેક્સી એમ 17 5જી કંપની દ્વારા 15000 રૂપિયાની કેટેગરીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી એમ 17 5જી સ્માર્ટફોનમાં 50 એમપી ટ્રિપલ રિયર કેમેરા, 8 જીબી રેમ અને 6.7 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે જેવા ફીચર્સ મળે છે. આ સેમસંગ ફોનમાં ઘણા એઆઈ ફીચર્સ ઉપલબ્ધ છે. ચાલો લેટેસ્ટ સેમસંગ ગેલેક્સી એમ17 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણીયે.

Advertisment

Samsung Galaxy M17 5G Price in India : ભારતમાં સેમસંગ ગેલેક્સી એમ17 5જી કિંમત

સેમસંગ ગેલેક્સી એમ 17 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા છે. તો 6 જીબી રેમ વેરિઅન્ટ 13,999 રૂપિયામાં અને 8 જીબી રેમ વેરિઅન્ટ 15,499 રૂપિયામાં ઉપલબ્ધ છે છે. આ સિવાય ગ્રાહકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા નો-કોસ્ટ ઇએમઆઈ પર પણ ફોન ખરીદી શકે છે.

નવા સેમસંગ ગેલેક્સી એમ 17 5જી મોબાઇલનું વેચાણ એમેઝોન ઇન્ડિયા, કંપનીની વેબસાઇટ અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે. આ ફોન મૂનલાઇટ સિલ્વર અને સેફાયર બ્લેક કલરમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Advertisment

Samsung Galaxy M17 5G Specifications : સોમસુંગ ગેલેક્સી એમ17 5જી સ્પેસિફિકેશન

સેમસંગ ગેલેક્સી એમ17 5જી ફોન ડ્યુઅલ-સિમ સ્માર્ટફોન છે જે એન્ડ્રોઇડ 15 બેઝ્ડ વન યુઆઈ 7 પર ચાલે છે. આ હેન્ડસેટમાં 6.7 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે છે જે ફુલએચડી + (1,080×2,340 પિક્સેલ) રિઝોલ્યુશન પ્રદાન કરે છે. આ સ્ક્રીન કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન આપે છે. ફોનમાં સેમસંગ એક્ઝિનોસ 1330 ચિપસેટ છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 128 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. યુઝર્સ હવે માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનની સ્ટોરેજ વધારી શકશે.

કેમેરાની વાત કરીએ તો, લેટેસ્ટ ગેલેક્સી એમ સિરીઝના ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. આ ડિવાઇસમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે જે ઓઆઇએસ (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) સાથે આવે છે. હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી એમ 17 5 જીમાં 13 મેગાપિક્સલના ફ્રન્ટ સેન્સર સાથે ટીયર-ડ્રોપ કટઆઉટ છે.

સેમસંગ ગેલેક્સી એમ 17 5જી સ્માર્ટફોનમાં મોટી 5000 એમએએચની બેટરી છે જે 25 ડબલ્યુ વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ડેટા ટ્રાન્સફર અને ચાર્જિંગ માટે યુએસબી ટાઇપ-સી પોર્ટ છે. ઉપકરણ 6 ઓએસ અપગ્રેડ અને 6 વર્ષના સુરક્ષા અપડેટ્સનું વચન આપે છે. ફોનમાં ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ અને જેમિની લાઇવ જેવા ફીચર્સ છે. હેન્ડસેટ ઓન-ડિવાઇસ વોઇસ મેઇલ, સેમસંગ નોક્સ વોલ્ટ, વોઇસ ફોકસ અને સેમસંગ વોલેટને સપોર્ટ કરે છે. એટલે કે યુઝર્સ ટેપ એન્ડ પે ફીચરનો ઉપયોગ કરી શકશે.

સેમસંગ ગેલેક્સી એમ17 5જી સ્માર્ટફોનને ધૂળ અને પાણી સામે પ્રતિકાર ક્ષમતા માટે IP54 રેટિંગ મળ્યું છે. આ ડિવાઇસનું માપ 75×77.9×164.4 મીમી છે અને તેનું વજન લગભગ 192 ગ્રામ છે. હેન્ડસેટમાં બ્લૂટૂથ, એનએફસી અને વાઇ-ફાઇ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ છે.

5G ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન