Samsung Galaxy M35 5G : 6000mAh બેટરીવાળો સેમસંગ ગેલેક્સી એમ35 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Samsung Galaxy M35 5G : સેમસંગ ગેલેક્સી એમ 35 5જી સ્માર્ટફોનમાં 6.6 ઇંચની સેમોલેડ ફુલએચડી + (1080×2340 પિક્સલ) રિઝોલ્યુશન ડિસ્પ્લે છે

Written by Ashish Goyal
May 28, 2024 20:14 IST
Samsung Galaxy M35 5G : 6000mAh બેટરીવાળો સેમસંગ ગેલેક્સી એમ35 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
Samsung Galaxy M35 5G : સેમસંગ ગેલેક્સી એમ35 કંપનીનો નવો મિડ-રેન્જ સ્માર્ટફોન છે

Samsung Galaxy M35 5G Launched : સેમસંગે પોતાના એમ-સીરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એમ35ને બ્રાઝિલમાં લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એમ35 કંપનીનો નવો મિડ-રેન્જ સ્માર્ટફોન છે અને તેમાં Exynos 1380 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સેમસંગના આ લેટેસ્ટ ફોનમાં 120હર્ટ્ઝ સેમોલેડ ડિસ્પ્લે, 50MP OIS કેમેરા, 6000mAhની બેટરી અને સ્ટીરિયો સ્પીકર સેટઅપ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તમને દક્ષિણ કોરિયાની કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.

સેમસંગ ગેલેક્સી એમ35 5G કિંમત (Samsung Galaxy M35 5G Price)

સેમસંગ ગેલેક્સી એમ 35 5જી સ્માર્ટફોનની કિંમત 2,429.10 બ્રાઝિલિયન રિયલ (લગભગ 39,000 રૂપિયા) રાખવામાં આવી છે. આ ફોન 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે.

તમને જણાવી દઈએ કે સેમસંગના આ હેન્ડસેટને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) સર્ટિફિકેશન સાઈટ પર પહેલાથી જ લિસ્ટ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાની સંભાવના છે.

સેમસંગ ગેલેક્સી એમ35 5G ફીચર્સ (Samsung Galaxy M35 5G Features)

સેમસંગ ગેલેક્સી એમ 35 5જી સ્માર્ટફોનમાં 6.6 ઇંચની સેમોલેડ ફુલએચડી + (1080×2340 પિક્સલ) રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે એસજીએસ આઇ કેર સર્ટિફિકેશન સાથે આવે છે. સેમસંગના આ ફોનમાં સેમસંગ એક્સીનોસ 1380 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે ફોનમાં માલી જી68 મળે છે. સેમસંગના આ ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે.

ગેલેક્સી એમ 35 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત વનયુઆઈ સાથે આવે છે. ફોન ચાર એન્ડ્રોઇડ અને 5 વર્ષના સોફ્ટવેર અપડેટ્સનું વચન આપે છે. ડિવાઇસને પાવર આપવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 31 કલાક સુધીનો વીડિયો પ્લેબેક ટાઇમ આપે છે. બેટરી 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીએ રિટેલ બોક્સમાં ચાર્જર એડપ્ટર આપ્યું નથી.

આ પણ વાંચો – Realme Narzo N65 5G ની ભારતમાં એન્ટ્રી, ઓછી કિંમતમાં 50MP કેમેરા, 5000mAh બેટરી અને 6.67 ઈંચની સ્ક્રીન

સેમસંગ ગેલેક્સી એમ35 5જીમાં એપર્ચર એફ/1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો છે, જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે આવે છે. ડિવાઇસમાં એપર્ચર એફ/2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં એપર્ચર એફ/2.4 સાથે 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર પણ આપવામાં આવ્યું છે. ફોનમાં એપર્ચર એફ/2.2 સાથે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

સેમસંગના આ ફોનમાં સ્ટિરિયો સ્પીકર સેટઅપ, ડોલ્બી એટમોસ, વોઈસ ફોકસ જેવા ફીચર્સ મળે છે. સિક્યુરિટી માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. નોક્સ સિક્યોરિટી હેન્ડસેટમાં ઉપલબ્ધ છે. ડિવાઈસનું ડાઈમેંશન 162.3 ×78.6 × 9.1 એમએમ અને તેનું વજન 222 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે આ હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ, 5જી, વાઇ-ફાઇ એક્સ, બ્લૂટૂથ 5.3, એનએફસી, જીપીએસ અને યુએસબી 2.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ