સેમસંગના બે પાવરફુલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 50 એમપી કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ

Samsung Galaxy M55 And Galaxy M15 Launch In India : સેમસંગ ગેલેક્સી એમ15 અને ગેલેક્સી એમ55 ભારતમાં લોન્ચ થયા છે. 50 એમપી કેમેરા અને સ્માર્ટ ફીચર ધરાવતા આ સ્માર્ટફોન પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો લેટેસ્ટ સેમસંગ સ્માર્ટફોનની કિંમત ફીચર્સ અને ખાસિયતો

Samsung Galaxy M55 And Galaxy M15 Launch In India : સેમસંગ ગેલેક્સી એમ15 અને ગેલેક્સી એમ55 ભારતમાં લોન્ચ થયા છે. 50 એમપી કેમેરા અને સ્માર્ટ ફીચર ધરાવતા આ સ્માર્ટફોન પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો લેટેસ્ટ સેમસંગ સ્માર્ટફોનની કિંમત ફીચર્સ અને ખાસિયતો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
samsung galaxy m55 and galaxy m15 | samsung galaxy m55 | samsung galaxy m15 | latest samsung smartphone

સેમસંગ ગેલેક્સી એમ15 સ્માર્ટફોન (Image credit: Samsung)

Samsung Galaxy M55 And Galaxy M15 Launch In India : સેમસંગ દ્વારા બે નવા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. સેમસંગે 8 એપ્રિલ, 2024ના રોજ ભારતમાં એમ સિરીઝના બે નવા સ્માર્ટફોન - ગેલેક્સી એમ55 અને ગેલેક્સી એમ15 લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોનમાં 50 એમપી પ્રાયમરી કેમેરા, ફાસ્ટ ચાર્જિંગના ફીચર આવે છે. સેમસંગના આ બે મિડ રેન્જ સ્માર્ટફોનની ડિઝાઇન, ડિસ્પ્લે, બેટરીથી લઇ પ્રોસેસર ખાસ છે. આ સ્માર્ટફોનની ખરીદી પર કસ્ટમરને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. જાણો લેટેસ્ટ સેમસંગ સ્માર્ટફોનની કિંમત ફીચર્સ અને ખાસિયતો

Advertisment

સેમસંગ ગેલેક્સી એમ15 કિંમત (Samsung Galaxy M15 Price)

સેમસંગના Galaxy M15 અને Galaxy M55 મિડ રેન્જ સ્માર્ટફોન છે. તમે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે સેમસંગ Galaxy M15 સ્માર્ટફોન 12299 રૂપિયામાં ખરીદી શકો છે. આ સ્માર્ટફોનમાં 25W ચાર્જર મફતમાં મેળવી શકે છે. તો આ સિરિઝનો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે સ્માર્ટફોનની કિંમત 13799 રૂપિયા છે.

સેમસંગ ગેલેક્સી એમ55 કિંમત (Samsung Galaxy M55 Price)

સેમસંગ ગેલેક્સી એમ55 સ્માર્ટફોન 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. Galaxy M55 પર 2000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ પણ છે, જેનાથી Galaxy M55ની અસરકારક કિંમત ઘટીને 24999 રૂપિયા થઈ ગઈ છે. વેરિયન્ટ અનુસાર 8 જીબી અને 128 જીબી સ્ટોરેજ સાથેના સ્માર્ટફોનની કિંમત 24999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથેનો સેમસંગ ગેલેક્સી એમ55 27999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથેનો સ્માર્ટફોન 30999 રૂપિયામાં ખરીદી શકાય છે.

વેરિયન્ટ અનુસાર સેમસંગ ગેલેક્સી એમ15 અને ગેલેક્સી એમ55 કિંમત

સેમસંગ ગેલેક્સી એમ154 GB + 128 GB6 GB + 128 GB
Rs 13,299Rs 14,799
અસરકારક કિંમત₹ 12,299₹ 13,799
સેમસંગ ગેલેક્સી એમ158 GB + 128 GB8 GB + 256 GB12 GB + 256 GB
₹ 26,999₹ 29,999₹ 32,999
Eઅસરકારક કિંમત₹ 24,999₹ 27,999₹ 30,999
Advertisment

સેમસંગ ગેલેક્સી એમ15 અને ગેલેક્સી એમ55 ફીચર્સ Samsung Galaxy M55 And Galaxy M15 Features)

સેમસંગ ગેલેક્સી એમ55 ફૂલ એચડી+ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે લાર્જ 6.7-ઇંચની AMOLED સ્ક્રીન ધરાવે છે. આ ડિવાઇસમાં મુખ્ય 50 એમપી કેમેરા સાથે 8 એમપ અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 2 એમપી મેક્રો લેન્સ સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે. તેવી જ રીતે, સેમસંગ ગેલેક્સી એમ15 માં પણ FHD+ રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ સાથે 6.5-ઇંચની AMOLED સ્ક્રીન છે.

samsung galaxy m55 and galaxy m15 | samsung galaxy m55 | samsung galaxy m15 | latest samsung smartphone
સેમસંગ ગેલેક્સી એમ55 સ્માર્ટફોન (Image credit: Samsung)

તો સેમસંગ ગેલેક્સી એમ15માં ટ્રિપલ કેમેરા સેટઅપમાં 50 એમપી રેર કૅમેરા, 5 એમપી અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 2 એમપી મેક્રો લેન્સ છે. ઉપરોક્ત બંને ફોન બે કલર ઓપ્શન ડેનિમ બ્લેક અને લાઇટ ગ્રીન માં ઉપલબ્ધ છે.

સેમસંગ ગેલેક્સી M55માં 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000 mAh બેટરી છે. તો સેમસંગ ગેલેક્સી એમ15 સ્માર્ટફોનમાં 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મોટી 6,000 mAh બેટરી છે. બંને ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ OneUI 6 સાથે આવે છે. આ સ્માર્ટફોન માં 4 મુખ્ય Android OS અપગ્રેડ અને પાંચ વર્ષની સિક્યોરિટી અપડેટ મળશે.

આ પણ વાંચો | એઆઇ ફીચર્સ સાથે દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, મેળવો ₹ 2000 ડિસ્કાઉન્ટ

સેમસંગ ગેલેક્સી એમ55 એ Snapdragon 7 Gen 1 SoC દ્વારા સંચાલિત મિડ-રેન્જ સ્માર્ટફોન છે, તો સેમસંગ ગેલેક્સી એમ15 એ MediaTek Dimensity 6100+ દ્વારા સંચાલિત એન્ટ્રી-લેવલ 5જી સ્માર્ટફોન છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G