Samsung Galaxy S23 Price Discount : સેમસંગ ગેલેક્સી એસ 25 સિરીઝને લોન્ચ થવામાં થોડા અઠવાડિયા જ બાકી છે. પરંતુ નવા ફ્લેગશિપ સ્માર્ટફોનના લોન્ચિંગ પહેલા ગેલેક્સી S23ને ખરીદવાની સોનેરી તક છે. લગભગ બે વર્ષ જૂનો આ સ્માર્ટફોન હજી પણ એક શાનદાર ઓપ્શન છે. ગેલેક્સી એસ 23 સ્માર્ટફોનને હાલમાં 40,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. સેમસંગનો આ સ્માર્ટફોન હાલમાં મૂળ લોન્ચ કિંમત કરતા 50 ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ છે. જો તમે એક શાનદાર અને કોમ્પેક્ટ એન્ડ્રોઇડ ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ફોન એક શાનદાર વિકલ્પ છે.
સેમસંગ ગેલેક્સી S23ની કિંમત
સેમસંગ ગેલેક્સી એસ 23ના બેઝ વેરિયન્ટને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પરથી 37,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઉપરાંત તમને બેંક ઓફર્સ પણ મળશે.
સેમસંગ ગેલેક્સી S23 ફીચર્સ
કોમ્પેક્ટ હોવા છતાં સેમસંગ ગેલેક્સી એસ 23 સ્માર્ટફોનમાં 6.1 ઇંચની મોટી સ્ક્રીન આપવામાં આવી છે. ગેલેક્સી એસ 23 સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીએ તો તે ગેલેક્સી એસ 24 અથવા 50,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા અન્ય હેન્ડસેટ જેટલું જ સારું ડિવાઇસ છે. તેમાં પ્રીમિયમ મેટલ-ગ્લાસ સેન્ડવિચ બિલ્ડ મળે છે. ફોનમાં વોટર અને ડસ્ટ પ્રતિરોધ માટે ફોનમાં IP68 રેટિંગ આપવામાં આવ્યું છે. ફોનમાં ટેલિફોટો અને અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં ગેલેક્સી એઆઈ એક્સપિરિયન્સ મળે છે.
આ પણ વાંચો – ભારતમાં ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન બાઇક લોન્ચ, જાણો કિંમતથી લઇને ફિચર્સ સુધીની ડિટેલ્સ
ગેલેક્સી એસ 23 સ્માર્ટફોન ફ્લેગશિપ એન્ડ્રોઇડ સ્માર્ટફોનના તમામ ફીચર્સ પ્રદાન કરે છે. આ હેન્ડસેટમાં વાયરલેસ ચાર્જિંગ, ઇ-સિંક સપોર્ટ અને અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની ડિઝાઇન ક્લીન છે. ડિવાઇસ માટે ઘણી ફર્સ્ટ-પાર્ટી અને થર્ડ-પાર્ટી એસેસરીઝ ઉપલબ્ધ છે.
8જીબી રેમ અને 128જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ
સેમસંગ ગેલેક્સી એસ 23 માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં 8જીબી રેમ અને 128જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્માર્ટફોન કોઈપણ સમસ્યા વિના મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગનો અનુભવ પ્રદાન કરે છે. આ ઉપરાંત આ ફોનમાં એન્ડ્રોઇડ 14 આધારિત વનયુઆઇ 6 બેસ્ટ સોફ્ટવેર એક્સપીરિયન્સ માટે આપવામાં આવ્યું છે. આ ફોનને ટૂંક સમયમાં એન્ડ્રોઇડ 15 આધારિત વનયુઆઇ 7માં અપડેટ કરવામાં આવશે. ડિવાઇસમાં બે મુખ્ય ઓએસ અપગ્રેડ પણ મળશે.
ગેલેક્સી એસ 23ની સૌથી મોટી ખામી તેની બેટરી લાઇફ છે. હેન્ડસેટમાં 3900 એમએએચની બેટરી છે જે 25 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસ સરેરાશ બેટરી લાઇફ પ્રદાન કરે છે પરંતુ સામાન્ય વપરાશ સાથે આખો દિવસ ચાલવાનો દાવો કરે છે.
જો તમને કોમ્પેક્ટ સ્માર્ટફોન પસંદ છે અને તમને એક એવો ફોન જોઈતો હોય કે જેનો ઉપયોગ તમે લેટેસ્ટ ફીચર્સ સાથે આગામી બેથી ત્રણ વર્ષ સુધી કરી શકો, તો ગેલેક્સી એસ 23 એક શાનદાર સ્માર્ટફોન છે. 37,999 રૂપિયાની કિંમતનો આ ફોન 2025માં પણ શાનદાર છે.





