Samsung Galaxy S25 FE 5G Launch Price Offer In India : સેમસંગ ગેલેક્સી એસ 25 એફઇ સ્માર્ટફોન આખરે ભારતમાં લોન્ચ થયો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં કંપનીએ વૈશ્વિક બજારમાં Samsung Galaxy S25 FE લોન્ચ કર્યો હતો. લેટેસ્ટ સેમસંગ સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 4,900 mAh બેટરી અને IP68 રેટિંગ સાથે આવે છે. ગ્રાહકને કંપનીએ સેમસંગ ગેલેક્સી એસ 25 એફઇ સ્માર્ટફોન ખરીદવા પર લોન્ચ ઓફર હેઠળ 17 હજાર રૂપિયા સુધીની બચત થઇ શકે છે. ચાલો જાણીયે વિગતવાર
Samsung Galaxy S25 FE કિંમત
સેમસંગ ગેલેક્સી એસ25 એફઇ સ્માર્ટફોનની ભારતમાં આરંભિક કિંમત 59999 રૂપિયા છે, જેમા 8GB RAM/128GB સ્ટોરેજ વેરિયન્ટ આવે છે. તો 256GB સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 65,999 રૂપિયા અને 512GB સ્ટોરેજ ધરાવતા ટોપ એન્ડ વેરિયન્ટની કિંમત 77,999 રૂપિયા છે.
સેમસંગ ગેલેક્સી એસ25 એફઈ સ્માર્ટફોનમાં લોન્ચ ઓફર હેઠળ કંપનીએ વાયદો કર્યો છે કે, કસ્ટમર 256GB મોડલની કિંમતે 512GB મોડલ ખરીદી શકે છે. નોંધનિય છે કે, બંને સ્માર્ટફોનની કિંમતમાં 12 હજાર રૂપિયા સુધીનો તફાવત છે.
આવી સ્થિતિમાં યુઝર્સ ગ્રાહકને 256GBનું મોડલ ખરીદવા પર તેને મફતમાં 512GBનું મોડલ મળશે અને 12 હજાર રૂપિયાનો ફાયદો થશે. ઉપરાંત 5 હજાર રૂપિયાના બેંક કેશબેકનો પણ લાભ મળશે. આમ ગ્રાહકને કુલ 17000 રૂપિયાનો ફાયદો થશે.
સેમસંગ ગેલેક્સી એસ25 એફઇ સ્માર્ટફોનનું વેચાણ 29 સપ્ટેમ્બથી શરૂ થશે. કસ્ટમર Samsung Indiaની વેબસાઇટ, ઓલાઇન સ્ટોર અને સેમસંગના રિટેલ પાર્ટનર અને ઓનલાઇન સ્ટોર પરથી આ સ્માર્ટફોન ખરીદશે. લેટેસ્ટ સેમસંગ સ્માર્ટફોન નેવી, જેટબ્લેક અને વ્હાઇટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
Samsung Galaxy S25 FE સ્પેસિફિકેશન
સેમસંગ ગેલેક્સી એસ25 એફઈ સ્માર્ટફોનની ખાસિયતોની વાત કરીયે તો તેમા 6.7 ઇંચની FHD+ Dynamic AMOLED 2X ડિસ્પ્લે આવે છે. તો 120Hz રિફ્રેશ રેટ અને 1900 Nits પીક બ્રાઇટનેસ મળે છે. આ ફોનમાં ગ્લાસ ફિનિશ અને એલ્યુમિનિયમ ફ્રેનો ઉપયોગ થયો છે. આ હેન્ડસેટની જાડાઇ 7.4mm અને 190 ગ્રામ વજન છે. આ સ્માર્ટફોનમાં 5G, 4G LTE, Wi-Fi 6E, Bluetooth 5.4, GPS અને USB Type C કનેક્ટિવિટી મળે છે.
Samsung Galaxy S25 FE રેમ અને સ્ટોરેજ
સેમસંગ ગેલેક્સી એસ 25 એફઈ સ્માર્ટફોનમાં Exynos 2400 (4nm) પ્રોસેસર છે, જેનો Galaxy S24 અને Galaxy S24+ માં ઉપયોગ થયો હતો. તેમા 8GB RAM અને 512GB સ્ટોરેજ મળે છે.
Samsung Galaxy S25 FE કેમેરો
સેમસંગ ગેલેક્સી એસ25 એફઈ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમા 50MP નો પ્રાયમીર કેમેરા મળે છે, જે OIS સાથે આવે છે. તો 12MPનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને ત્રીજો કેમેરો 8MP 3x Telephoto લેન્સની સજ્જ 3x Optical Zoom સપોર્ટ કરે છે.
Samsung Galaxy S25 FE બેટરી
સેમસંગ ગેલેક્સી એસ25 એફઈ સ્માર્ટફોનમાં 4,900 mAh ની બેટરી આવે છે, જેની સાથે 45W નો ચાર્જિંગ સપોર્ટ મળે છે. કંપેટેબલ એડેપ્ટરને અલગથી ખરીદવું પડશે. કંપનીએ દાવો કર્યો છે કે, આ બેટરી 60 મિનિટમાં 65 ટકા સુધી ચાર્જ થઇ જાય છે.





