Samsung Galaxy S25 Ultra Pre book : સેમસંગ પોતાની નવી ફ્લેગશિપ ગેલેક્સી એસ 25 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગેલેક્સી એસ 25 સિરીઝને 22 જાન્યુઆરીએ ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. સેમસંગના આગામી એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ફ્લેગશિપ સ્પેસિફિકેશન્સ અને સોફ્ટવેરનો અનુભવ મળવાની અપેક્ષા છે. આ ફોનને OneUI 7 અને કટિંગ એજ મોબાઇલ હાર્ડવેર સાથે લોન્ચ કરી શકાય છે.
સેમસંગ ગેલેક્સી એસ 25 સિરીઝ પ્રી રિઝર્વેશન માટે ઉપલબ્ધ
નોંધનીય છે કે સેમસંગ ગેલેક્સી એસ 25 સિરીઝના આ ડિવાઇસ હાલમાં ભારતમાં પ્રી રિઝર્વેશન માટે ઉપલબ્ધ છે. રસ ધરાવતા યુઝર્સ 2000 રૂપિયા ચૂકવીને તેમના ગેલેક્સી એસ 25 સ્માર્ટફોનનું પ્રી-બુકિંગ કરી શકે છે. આ પછી ઓફિશિયલ પ્રોડક્ટ લોન્ચ થયા બાદ યૂઝર્સ બાકીનું પેમેન્ટ કરી શકે છે.
2000 રૂપિયાની રિફંડેબલ ટોકન અમાઉન્ટ આપીને ગ્રાહકોને અન્ય કેટલાક લાભ પણ મળશે. આ ગ્રાહકોને 5,000 રૂપિયાના લાભ ઉપરાંત દેશભરમાં ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ દ્વારા આ ડિવાઇસના અર્લી સેલ્સની સુવિધા પણ મળશે.
આ પણ વાંચો – 50MP કેમેરા, 8GB રેમ વાળો રિયલમી સ્માર્ટફોન થયો સસ્તો, લિમિટેડ ઓફર માટે મળી રહી છે બમ્પર છૂટ
સેમસંગની વેબસાઇટ પરથી આ સ્માર્ટફોનને પ્રી-ઓર્ડર કરનારા ગ્રાહકો પાસે લિમિટેડ-એડિશન કલર વેરિઅન્ટ પસંદ કરવા ઉપરાંત વિવિધ રેમ અને સ્ટોરેજ વિકલ્પો પસંદ કરવાનો વિકલ્પ પણ હશે. આ સિવાય યૂઝર્સ પોતાના હાલના સ્માર્ટફોનને એક્સચેન્જ કરવા પર બેસ્ટ વેલ્યૂ મેળવી શકશે.
ગેલેક્સી એસ 25 સિરીઝને ત્રણ મોડલમાં લોન્ચ કરાય તેવી સંભાવના
ગેલેક્સી એસ 25 સિરીઝને ત્રણ મોડલમાં લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે – ગેલેક્સી એસ 25, ગેલેક્સી એસ 25 પ્લસ અને ગેલેક્સી એસ 25 અલ્ટ્રા. આ ઉપરાંત એવા અહેવાલો મળી રહ્યા છે કે કંપની ગેલેક્સી એસ 25 સ્લિમ સ્માર્ટફોન પણ રજૂ કરી શકે છે. ઘણા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સેમસંગનો અત્યાર સુધીનો સૌથી પાતળો સ્માર્ટફોન હશે. જોકે આ ફોન 2025ના બીજા ક્વાર્ટર પહેલા લોન્ચ થવાની આશા નથી.
સેમસંગે હજુ સુધી ગેલેક્સી એસ 25 સિરીઝના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે માહિતી આપી નથી. પરંતુ ગેલેક્સી એસ 25 સિરીઝની શ્રેષ્ઠ ડીલ મેળવવા માટે તમે ચોક્કસપણે તમારા ડિવાઇસને પ્રી-રિઝર્વ કરી શકો છો. જો તમને ડિવાઇસ પસંદ ન હોય તો તમને ટોકન રકમની સંપૂર્ણ રકમ પાછી મળશે.