સેમસંગનો આ સ્માર્ટફોન 12000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તક, જાણો ફીચર્સ

Samsung Galaxy S25 Ultra Price Cut: સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન 12000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. જાણો આ ડીલ વિશે વિગતવાર

Samsung Galaxy S25 Ultra Price Cut: સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન 12000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. જાણો આ ડીલ વિશે વિગતવાર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Samsung Galaxy S25 Ultra | Samsung mobile | Samsung Galaxy phone | Samsung smartphone

Samsung Galaxy S25 Ultra : સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન. (Express Photo)

Samsung Galaxy S25 Ultra Price Cut: સેમસંગ કંપનીએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા પર મર્યાદિત સમયગાળાની શાનદાર ઓફરની જાહેરાત કરી છે. 1,29,999 રૂપિયામાં લોન્ચ થયેલા ગેલેક્સી S25 અલ્ટ્રા સ્માર્ટફોનને 1,17,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. જણાવી દઈએ કે ગેલેક્સી એસ 25 અલ્ટ્રા પર આ ખાસ કિંમત 12,000 રૂપિયાના ઇન્સ્ટન્ટ કેશબેક સાથે છે.

Advertisment

Samsung Galaxy S25 Ultra Offer Price : સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા ઓફર કિંમત

ગ્રાહકો માટે આ ડીલને વધુ આકર્ષક બનાવવા માટે ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોનને 24 મહિનાની નો-કોસ્ટ ઇએમઆઇ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જે ગ્રાહકો એક સાથે મોટી રકમ ખર્ચ કર્યા વગર દર મહિને નાના ઇએમઆઈ પર ફોન ખરીદવા માંગે છે, તેઓ દર મહિને 3278 રૂપિયાની નો-કોસ્ટ ઇએમઆઇ પર હેન્ડસેટ ખરીદી શકે છે.

સ્માર્ટફોન કંપનીએ એક નિવેદનમાં કહ્યું, "આ વિશેષ ઓફર્સ સાથે, ગ્રાહકોને સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી એસ 25 અલ્ટ્રાનો અનુભવ કરવાની એક મોટી તક છે. ’

Advertisment

Samsung Galaxy S25 Ultra Specifications : સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન કંપનીની અત્યાર સુધીની શ્રેષ્ઠ ડિઝાઇન, ફંક્શન, પરફોર્મન્સ સ્માર્ટફોન છે. હેન્ડસેટમાં 6.9 ઇંચની ક્યૂએચડી+ ડાયનેમિક એમોલેડ 2એક્સ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. આ ફોનમાં વિઝન બૂસ્ટર અને એડેપ્ટિવ કલર ટોન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જે જોવાની ક્વોલિટીને વધુ આબેહૂબ બનાવે છે અને વિઝ્યુઅલ્સ ઓરિજિનલ જેવા લાગે છે.

સેમસંગના આ સ્માર્ટફોનનું ડાયમેન્શન 77.6 x 162.8 x 8.2mm અને વજન 218 ગ્રામ છે. સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન આકર્ષક ડિઝાઇનની સાથે સાથે ટકાઉપણું પણ પ્રદાન કરે છે. IP68 સર્ટિફિકેટ સાથે આવતો સેમસંગનો આ સ્માર્ટફોનને પાણી અને ધૂળથી નુકસાન પહોંચતું નથી.

સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા Snapdragon 8 Elite Mobile પ્રોસેસરથી સંચાલિત છે. ડિવાઇસમાં 12 જીબી સુધીની રેમ છે. સ્ટોરેજ માટે ફોનમાં 256GB, 512GB અને 1TB ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Samsung ના One UI 7 સાથે આવે છે. કંપનીએ ફોનમાં 7 વર્ષ સુધી સોફ્ટવેર સપોર્ટ અને સિક્યોરિટી અપડેટ મળવાનું વચન આપ્યું છે. આ હેન્ડસેટમાં 5000mAhની મોટી બેટરી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો | વીવોએ વાજબી કિંમતે લોન્ચ કર્યો પાવરફુલ સ્માર્ટફોન, 50MP ડ્યુઅલ કેમેરા અને 6000mAh બેટરી

ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન માં અત્યાધુનિક કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. ફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સાથે 200MPનો પ્રાઇમરી લેન્સ, 50MPનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને OIS અને 5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MPનો ટેલિફોટો લેન્સ અને 3x ઓપ્ટિકલ ઝૂમ અને ઓઆઇએસ સાથે 10MPનો ટેલિફોટો કેમેરા લેન્સ આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વળી, આ ડિવાઇસમાં ઓડિયો ઇરેઝર ફીચર પણ આપવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા પર કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, એલટીઆર, વાઇ-ફાઇ 7, વાઇ-ફાઇ ડાયરેક્ટ અને બ્લૂટૂથ 5.4 નો સમાવેશ થાય છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ