Samsung Galaxy W26 Launch : સેમસંગે ચીનમાં ડબલ્યુ-સિરીઝનો લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ગેલેક્સી ઝેડ ફોલ્ડ સિરીઝના આ બુક સ્ટાઇલ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં ઝેડ સિરીઝ વેરિઅન્ટ જેવા જ ફીચર્સ છે. નવા ગેલેક્સી ડબલ્યુ 26 સાથેના આ હેન્ડસેટમાં 200 એમપી પ્રાઇમરી રિયર કેમેરા, 8 ઇંચ ફોલ્ડેબલ ડિસ્પ્લે અને 6.5 ઇંચની કવર સ્ક્રીન જેવા ફીચર્સ મળે છે. આ ડિવાઇસમાં કસ્ટમ સ્નેપડ્રેગન 8 એલિટ ઓફ ગેલેક્સી ચિપ અને મોટી 4400mAh બેટરી મળે છે. સાઉથ કોરિયન કંપનીનો આ હેન્ડસેટ સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે આવે છે. જાણો કિંમત અને ફીચર્સ
Samsung W26 Price : સેમસંગ ડબ્લ્યુ 26 કિંમત
સેમસંગ ડબલ્યુ 26 ફોલ્ડેબલ ફોનના 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 16,999 ચાઇનીઝ યુઆન (લગભગ 2,11,600 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 18,999 યુઆન (લગભગ 2,36,500 રૂપિયા) છે. આ ફોન સેમસંગની વેબસાઈટ દ્વારા ચીનમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. આ ફોન રેડ અને ગોલ્ડ અને બ્લેક અને ગોલ્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
Samsung W26 Specifications : સેમસુંગ ડબ્લ્યુ 26 સ્પેસિફિકેશન
સેમસંગ ડબલ્યુ 26 સ્માર્ટફોનમાં 8 ઇંચની આંતરિક એમોલેડ ડિસ્પ્લે છે જે QXGA+ (1,968×2,184 પિક્સેલ્સ) રિઝોલ્યુશન પ્રદાન કરે છે. ફોનમાં 6.5 ઇંચની ફુલ એચડી + (1,080×2,520 પિક્સેલ) કવર ડિસ્પ્લે પણ છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે જે 2600 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. હેન્ડસેટમાં ગેલેક્સી એસઓસી માટે સ્નેપડ્રેગન 8 એલિટ છે. આ ફોલ્ડેબલ ફોન 16 જીબી રેમ અને 1 ટીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ પ્રદાન કરે છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 16 બેઝ્ડ One UI 8 સાથે આવે છે. ફોનમાં સ્માર્ટ કલેક્શન, સ્માર્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ અને સ્માર્ટ પાસવર્ડ મેનેજર જેવા ગેલેક્સી એઆઈ ફીચર્સ આવે છે.
સેમસંગ ડબલ્યુ 26 ફોલ્ડેબલ ફોનમાં 200 એમપી પ્રાઇમરી આઉટર કેમેરા, 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 10 મેગાપિક્સલનો 3x ટેલિફોટો કેમેરા મળે છે. ફોનમાં ઇનર ફોલ્ડેબલ પેનલ પર સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 10 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા છે. જ્યારે સ્ક્રીન પર બીજો 1 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા કવર પણ ફીટ છે.