Samsung Galaxy Z Flip 5 Price : સેમસંગે પોતાનો લેટેસ્ટ ક્લેમશેલ ફોલ્ડેબલ ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવ્યો છે. સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ5ને ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન ઇન્ડિયા પાસેથી 30 ટકા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. નોંધનીય છે કે આ ઓફર માત્ર 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ પર જ ઉપલબ્ધ છે. જાણો દક્ષિણ કોરિયાની કંપનીના આ ફોલ્ડેબલ ફોન પર મળતા ડિસ્કાઉન્ટ વિશે વિગતવાર માહિતી.
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 ની કિંમત
ગેલેક્સી ઝેડ ફ્લિપના 8 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને એમેઝોન ઇન્ડિયાથી 1,09,999 રૂપિયામાં ખરીદી શકાય છે. હાલમાં એમેઝોન પર 20,000 રૂપિયાની કૂપન ઉપલબ્ધ છે, જેને અપ્લાય કરવા પર આ ફોન 89,999 રૂપિયામાં મળશે.
આ ઉપરાંત એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને ફુલ પેમેન્ટ અને ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા હેન્ડસેટ મળવા પર 14,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ડિસ્કાઉન્ટ સાથે ગેલેક્સી ઝેડ ફ્લિપ 5ના 8 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 75,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ પણ વાંચો – Redmi Note 13R લોન્ચ, લેટેસ્ટ શાનદાર શાઓમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સહિત બધું જ જાણો
નોંધનીય છે કે, એમેઝોન પર ઉપલબ્ધ 20,000 રૂપિયાની કૂપનનો લાભ 31 મે સુધી લઇ શકાશે. જોકે એકવાર રિડીમ થયા પછી તે જ દિવસે ઓર્ડર આપવો જરૂરી છે.
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 ડિલ
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ ક્લેમશેલ ફોલ્ડેબલ ફોન્સમાંથી એક છે. ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 સ્માર્ટફોનના 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને ડિસ્કાઉન્ટમાં લેવાની તક છે.
જણાવી દઈએ કે ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 ગયા વર્ષે જૂન (2023) માં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે જુલાઈ 2024માં આ હેન્ડસેટનો અપગ્રેડેડ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 લોન્ચ થવાની સંભાવના છે.
સેમસંગનો આ ફોલ્ડેબલ ફોન એન્ડ્રોઇડ 13 સાથે આવે છે. તેમાં બ્લૂટૂથ, વાઇ-ફાઇ, યુએસબી અને એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં ડ્યુઅલ સિમ, ફાસ્ટ ચાર્જિંગ, વાયરલેસ ચાર્જિંગ અને બિલ્ટ-ઇન જીપીએસ સપોર્ટ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 3700mAhની બેટરી આપવામાં આવી છે. હેન્ડસેટનું વજન 187 ગ્રામ છે. અનફોલ્ડ રહેવા પર તેની સ્ક્રીન 6.7 ઇંચ મોટી રહે છે, જેનું રિઝોલ્યુશન 2640 x 1080 પિક્સેલ છે.





