/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/samsung-galaxy-z-flip-6-price.jpg)
Samsung Galaxy Z Flip 6 Launch: સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 ફોલ્ડેબલ સ્માર્ટફોન 12 જીબી રેમ સાથે 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. (Image: Social Media)
Samsung Galaxy Z Flip 6 Launched: સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 ફોલ્ડેબલ ફોન લોન્ચ થયા છે. સેમસંગે 10 જુલાઈ 2024ના રોજ આયોજિત ગેલેક્સી અનપેક્ડ 2024 ઇવેન્ટમાં તેના નેક્સ્ટ-જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 અને સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 કંપનીના નવા ફોન છે. ચાલો સેમસં ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ.
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 સ્પેસિફિકેશન્સ (Samsung Galaxy Z Flip 6 Specifications)
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6માં 6.7 ઇંચની ફુલ એચડી+ (2640 x 1080 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ડાયનેમિક એમોલેડ 2x ઇન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે છે જે 1-120હર્ટ્ઝ એડેપ્ટિવ રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 425 પીપીઆઇ છે. ઉપરાંત આ ફ્લિપ ફોનમાં 3.4 ઇંચની સુપર એમોલેડ કવર ડિસ્પ્લે છે જે 60હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. આ ડિસ્પ્લેની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 સ્માર્ટફોનમાં 3.4 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસર અને Adreno 750 GPU આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં 12 જીબી રેમ સાથે 256 જીબી અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોન ઇ-સિમ અને નેનો સિમ કાર્ડને સપોર્ટ કરે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/samsung-galaxy-z-flip-6-features.jpg)
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 કેમેરા (Samsung Galaxy Z Flip 6 Camera)
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 એન્ડ્રોઇડ 14 બેઝ્ડ One UI 6.11 સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ/ 2.2 સાથે 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ડિવાઇસમાં 50 એમપી વાઇડ, 12 મેગાપિક્સલના અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યા છે.
ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 સ્માર્ટફોનને પાવર આપતી 4000mAh બેટરી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગ, 15W Qi વાયરલેસ ચાર્જિંગ અને વાયરલેસ પાવરશેર રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ડિવાઇસમાં 5G, 4G, Wi-Fi 6E 802.11 AX, બ્લૂટૂથ 5.3, LE, USB ટાઇપ-સી, એનએફસી અને જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન IP48 રેટિંગ સાથે આવે છે.
Master the art of language with the help of #GalaxyAI on the new #GalaxyZFold6 and #GalaxyZFlip6. ✨️ https://t.co/moqMOuNeji
— Samsung Mobile (@SamsungMobile) July 10, 2024
સેમસંગના આ ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. ડિવાઇસને પાવર આપવા માટે 4000mAh બેટરી આપવામાં આવી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સેમસંગનો આ ફોન સિલ્વર શેડો, યલો બ્લૂ અને મિન્ટ કલરમાં આવે છે.
આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 સ્માર્ટફોન લોન્ચ, 512 જીબી સુધી સ્ટોરેજ, જાણો કિંમત અને ફીચર્સ
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 કિંમત (Samsung Galaxy Z Flip 6 Price)
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 સ્માર્ટફોન 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1099.99 ડોલર (લગભગ 91855 રૂપિયા) અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1219.99 ડોલર (લગભગ 101875 રૂપિયા) છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us