/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/8-22.jpg)
Samsung Galaxy Z Fold5 સમીક્ષા(ઇમેજ ક્રેડિટ: (નંદગોપાલ રાજન/ધ ઇન્ડિયન એક્સપ્રેસ)
Samsung Smartphone Battery Health Enhance Tips: સ્માર્ટફોન હવે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી સ્માર્ટફોનમાં સતત નવા અને એડવાન્સ ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે નવી ડિવાઇસમાં બેટરી બેકઅપ ઘટી રહ્યું છે કારણ કે આ યુનિક ફીચર્સ બેટરીનો વધારે વપરાશ કરે છે. બેટરી ડિગ્રેડેશનને ઘટાડવા માટે સ્માર્ટફોન કંપનીઓએ તેમના હેન્ડસેટમાં ઘણા ફીચર્સ પણ આપ્યા છે. જો તમારી પાસે સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન છે, તો અમે તમને એવી 3 ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ઝડપથી ખાલી થતી બેટરી બચાવીને તમારા સ્માર્ટફોન અને ટેબલેટની બેટરી લાઇફ વધારી શકો છો.
પ્રોટેક્ટ બેટરી ઓપ્શન (Protect Battery Option)
સામાન્ય રીતે સલાહ આપવામાં આવે છે કે તમારા ફોનની બેટરીને ક્યારેય પણ સંપૂર્ણપણે ચાર્જ ન કરો અથવા સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ ન કરો. સેમસંગ અનુસાર, તમારા ગેલેક્સી ડિવાઇસને 85 ટકા સુધી ચાર્જ કરવાથી બેટરીની આયુષ્ય વધે છે. જો તમારા માટે આ જાતે કરવું શક્ય ન હોય તો તમે સેમસંગ સ્માર્ટફોનમાં આપેલા એક ઓપ્શન વડે તમે આમ કરી શકો છો. દક્ષિણ કોરિયન કંપનીના ફોનમાં એક વિકલ્પ ઉપલબ્ધ છે જે બેટરી 85 ટકા સુધી પહોંચતા જ આપમેળે ચાર્જ થવાનું બંધ કરી દે છે.
પ્રોટેક્ટ બેટરીને સક્ષમ કરો (Enable Protect Battery)
આ વિકલ્પને આવી રીતે શરૂ કરો
સેટિંગ્સ > બેટરી > પ્રોટેક્ટ બેટરી ઓપ્શનને ઇનેબલ કરો.
ઝડપી ચાર્જિંગને ડિસેબલ કરવું (Fast Charging Disable)
ફાસ્ટ ચાર્જિંગ ફીચર ચાલુ રાખવાથી બેટરી ગરમ થાય છે અને તેનાથી લાંબા સમય સુધી બેટરીને નુકસાન થાય છે. સેમસંગ સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગને ડિસેબલ કરીને, તમે ચાર્જિંગ દરમિયાન ફોનને ગરમ થતા અટકાવી શકો છો. જેના કારણે બેટરીની સારી રહે છે. જો તમારો Samsung Galaxy ફોન વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે, તો તમે ઝડપી વાયરલેસ ચાર્જિંગને પણ ડિસેબલ કરી શકો છો. તમને જણાવી દઈએ કે વાયરલેસ ચાર્જિંગ દ્વારા ફોનને ચાર્જ કરવાથી વાયર્ડ ચાર્જિંગ કરતાં વધુ ગરમી ઉત્પન્ન થાય છે.
ફાર્સ્ટ ચાર્જિંગને આવી રીતે ડિસેબલ કરો (How Do Fast Charging Disable)
સેટિંગ્સ > બેટરી > ચાર્જિંગ સેટિંગ્સ અને પછી ફાસ્ટ ચાર્જિંગને ડિસેબલ કરો.
નોંધનીય છે કે જો તમે ફાસ્ટ ચાર્જિંગને ડિસેબલ કરશો તો તમારો ફોન ચાર્જ થવામાં વધારે લાગશે.
બિનઉપયોગી મોબાઈલ એપને સ્લીપ મોડમાં રાખો
ઘણી વખત એવું બને છે કે ઘણી એપ્સ સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે જ્યારે આપણે તેનો ઉપયોગ ન કરતા હોય ત્યારે પણ. આવી એપ્સ વધારે બેટરી ખાય છે. તમે આ બિનઉપયોગી એપ્સને સ્લીપ મોડમાં રાખીને બેટરીનો વપરાશ ઘટાડી શકો છો. સ્માર્ટફોન એવી એપ્સનું વિશ્લેષણ કરે છે જે તમે નજીકના સમયમાં ઓપન નથી તેને આપમેળે સ્લીપ મોડમાં મૂકે છે.
આ પણ વાંચો | શું તમારા બાળકો હંમેશા મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે? આ રીતે મેળવી શકો છો છૂટકારો
તેની માટે આ સ્ટેપ્સ ફોલો કરો
સેટિંગ > બૅટરી > બૅકગ્રાઉન્ડ યુઝેસ લિમિટ > Unused apps to sleep ને ઇનેબલ કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us