Saraswati Saree IPO: સરસ્વતી સાડી આઇપીઓ 107 ગણો ભરાયો, જાણો એલોટમેન્ટ તારીખ, લિસ્ટિંગ બધું જ

Saraswati Saree IPO allotment | સરસ્વતી સાડી આઇપીઓ 107 ગણું સબ્સક્રિપ્શન સાથે વધુ એક બ્લોક બસ્ટર આઇપીઓ, જાણો એલોટમેન્ટ લિસ્ટિંગ તારીખ સહિત લેટેસ્ટ અપડેટ. સરસ્વતી સાડી આઇપીઓ એલોટમેન્ટ કેવી રીતે ચેક કરવું? જાણો

Saraswati Saree IPO allotment | સરસ્વતી સાડી આઇપીઓ 107 ગણું સબ્સક્રિપ્શન સાથે વધુ એક બ્લોક બસ્ટર આઇપીઓ, જાણો એલોટમેન્ટ લિસ્ટિંગ તારીખ સહિત લેટેસ્ટ અપડેટ. સરસ્વતી સાડી આઇપીઓ એલોટમેન્ટ કેવી રીતે ચેક કરવું? જાણો

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
સરસ્વતી સાડી ડિપો આઇપીઓ એલોટમેન્ટ તારીખ લિસ્ટિંગ લેટેસ્ટ ન્યૂઝ ગુજરાતી | Saraswati Saree Depot IPO allotment

Saraswati Saree IPO allotment : સરસ્વતી સાડી આઇપીઓ 107 ગણો ભરાયો છે. (ફોટો ક્રેડિટ સોશિયલ મીડિયા)

Saraswati Saree IPO allotment | સાડી વ્યવસાય સાથે સંકળાયેલ સરસ્વતી સાડી ડિપો લિમિટેડ કંપનીના આઇપીઓ માટે રોકાણકારોએ ભારે ઉત્સાહ દાખવ્યો છે. અંતિમ તારીખ સુધીમાં આ આઇપીઓ માટે 107 ગણું ભરણું થયું છે. ભારે સબ્સક્રિપ્શનને લીધે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને 50 ટકા સુધી પહોંચી ગયું છે. આ સંકેત જોતાં લિસ્ટિંગ સમયે આ કંપનીના શેર મજબૂત સ્થિતિમાં આવી શકે છે.

Advertisment

સરસ્વતી સાડી આઇપીઓ એલોટમેન્ટ તારીખ

દેશમાં સાડી વ્યવસાયની પ્રમુખ કંપનીઓ પૈકીની સરસ્વતી સાડી ડિપો લિમિટેડ કંપની દ્વારા બહાર પડાયેલ આઇપીઓ 12 ઓગસ્ટે ખુલ્યો હતો અને 14 ઓગસ્ટ બંધ થયો હતો. 16 ઓગસ્ટે આઇપીઓમાં શેર એલોટમેન્ટ થઇ શકે છે. 20 ઓગસ્ટના રોજ આ શેર માર્કેટમાં લિસ્ટિંગ થવાના છે.

સરસ્વતી સાડી આઇપીઓ 107 ગણું સબ્સક્રિપ્શન

સરસ્વતી સાડી ડિપો લિમિટેડ કંપીના આઇપીઓને જબરજસ્ત પ્રતિભાવ મળ્યો છે.આ આઇપીઓ એકંદરે 107 ગણો ભરાયો છે. આ આઇપીઓમાં અંદાજે 50 ટકા હિસ્સો સંસ્થાગત રોકાણકારો માટે અનામત રખાયો હતો અને અંતિમ દિવસે 64.12 ગણો ભરાયો છે. રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો અનામત રખાયો હતો જે એકંદરે 60.53 ગણો ભરાયો છે. જ્યારે બિન સંસ્થાકીય રોકાણકારો માટે 15 ટકા હિસ્સો અનામત હતો જે 358.33 ગણો ભરાયો છે.

Read More : ખોટા યુપીઆઇ પર પેમેન્ટ થઇ જાય તો શું કરવું? જાણો

સરસ્વતી સાડી આઇપીઓ એલોટમેન્ટ કેવી રીતે ચેક કરવું

  • સૌ પ્રથમ બીએસઇ (BSE) વેબ સાઇટ ઓપન કરો
  • બીએસઇ વેબસાઇટ પર ઇક્વિટી તરીકે ઇશ્યૂ સિલેક્ટ કરો
  • સર્ચ બોક્સમાં સરસ્વતી સાડી ડેપો લિમિટેડ સિલેક્ટ કરો
  • એપ્લિકેશન નંબર અને પાન (PAN) નંબર એન્ટર કરી સર્ચ કરો
  • તમારો રેકોર્ડ ઓપન થઇ જશે જેની તમે પ્રિન્ટ આઉટ પણ મેળવી શકો છો.
Advertisment

સરસ્વતી સાડી IPO શેર ક્રેડિટ અને રિફંડ

સરસ્વતી સાડી આઇપીઓ વિગતતારીખ
એલોટમેન્ટ ક્યારે થશે16 ઓગસ્ટ 2024
રિફંડ થવાની શરુઆત ક્યારે થશે19 ઓગસ્ટ 2024
ડીમેટ એકાઉન્ટમાં શેર ક્રેડિટ ક્યારે થશે19 ઓગસ્ટ 2024
શેર લિસ્ટિંગ ક્યારે થશે20 ઓગસ્ટ 2024

સરસ્વતી સાડી આઇપીઓ GMP 50 ટકા

અહીં નોંધનિય છે કે,સરસ્વતી સાડી આઇપીઓને રોકાણકારો દ્વારા મળેલા ભારે પ્રતિસાદને પગલે ગ્રે માર્કેટમાં ભારે હલચલ જોવા મળી રહી છે. ઇશ્યૂના અંતિમ દિવસે કંપનીના અનલિસ્ટેડ સ્ટોક 80 રુપિયા પ્રીમિયમ પર પહોચ્યો છે. અપર પ્રાઇસ બેન્ડ 160 રુપિયાને આધારે આ પ્રીમિયમ 50 ટકા છે. જ્યારે ઇશ્યૂના પહેલા દિનસે જીએમપી 35 ટકા જ હતી. જે હાલમાં 50 ટકાએ પહોંચી છે.

આઈપીઓ બિઝનેસ