સરસ્વતી સાડી શેર ઉંચા આસમાને, રોકાણકારો ખુશ, મળ્યું 25 ટકા રિટર્ન

Saraswati Saree Share Price Today News Gujarati : સરસ્વતી સાડી ડિપો શેર આજે સ્ટોક માર્કેટમાં લિસ્ટીંગ થતાં રોકાણકારો ખુશ થયા છે. બજાર ખુલતાની સાથે જ શેર 200 રુપિયા ભાવ પર લિસ્ટ થયો અને રોકાણકારોને 25 ટકા જેટલું રિટર્ન મળ્યું છે.

Saraswati Saree Share Price Today News Gujarati : સરસ્વતી સાડી ડિપો શેર આજે સ્ટોક માર્કેટમાં લિસ્ટીંગ થતાં રોકાણકારો ખુશ થયા છે. બજાર ખુલતાની સાથે જ શેર 200 રુપિયા ભાવ પર લિસ્ટ થયો અને રોકાણકારોને 25 ટકા જેટલું રિટર્ન મળ્યું છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
સરસ્વતી સાડી શેર પ્રાઇસ આજનો બજાર ભાવ | Saraswati Saree Share Price Today

Saraswati Saree Share price today: સરસ્વતી સાડી શેર ઉંચા ભાવે ખુલતાં રોકાણકારોને ચાંદી ચાંદી (ફોટો ક્રેડિટ સરસ્વતી સાડી સોશિયલ સ્ક્રીનગ્રેબ)

Saraswati Saree Share Price Today: સાડી બનાવતી કંપની સરસ્વતી સાડી ડિપો લિમિટેડના શેર એ આજે 20 ઓગસ્ટે સ્ટોક માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીના શેર બીએસઇ પર 200 રુપિયાના ભાવે લિસ્ટ થયો હતો. જ્યારે આઇપીઓ કિંમત 160 રુપિયા હતા. આઇપીઓ કિંમત અને લિસ્ટીંગ ભાવ જોતાં રોકાણકારોને 25 ટકા ભારે રિટર્ન મળ્યું છે.

Advertisment

સરસ્વતી સાડી ડિપો લિમિટેડ કંપનીના આઇપીઓને રોકાણકારો તરફથી ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો. ભારે ભરણું થતાં સંકેત મળી રહ્યા હતા કે શેર ઉંચા ભાવે લિસ્ટ થશે અને આજે એવું જ થયું છે. બજાર ખુલતાં જ શેર 200 રુપિયાના ભાવે લિસ્ટ થયો અને જોતજોતામાં ઉપર જતાં 209 રુપિયે પહોંચી ગયો હતો.

સરસ્વતી સાડી આઇપીઓ 107 ગણું ભરણું

સરસ્વતી સાડી ડિપો લિમિટેડ કંપનીના આઇપીઓને ઇન્વેસ્ટર્સ તરફથી ભારે રિસ્પોન્સ મળ્યો હતો. એકંદરે આઇપીઓ 107 ગણો સબ્સક્રાઇબ થયો હતો. અહીં નોંધનિય છે કે, આ આઇપીઓમાં 50 ટકા હિસ્સો સંસ્થાગત રોકાણકાર માટે અનામત હતો. આ વિભાગમાં છેલ્લા દિવસ સુધી 64.12 ગણું ભરણું થયું હતું.

આ પણ વાંચો - સરસ્વતી સાડી આઇપીઓ ભરણું કેટલું?

રિટેલ ઇન્વેસ્ટર્સ માટે 35 ટકા હિસ્સો હતો જેમાં 60.53 ગણું ભરણું થયું હતું જ્યારે 15 ટકા હિ્સો બિન સંસ્થાગત રોકાણકારો માટે અનામત હતો જેમાં આઇપીઓના અંતિમ દિવસ સુધી 358.33 ગણું ભરણું થયું હતું. આમ એકંદરે આઇપીઓમાં સરેરાશ 107 ગણું ભરણું થયું હતું. જે જોતાં આ શેર ઉંચા ભાવે ખુલશે એવી આશા શરુઆતથી જ દેખાતી હતી.

Advertisment
આઈપીઓ બિઝનેસ શેર બજાર