Saving Tips: બચત યોજનામાં રોકાણ પહેલા આ 7 મુદ્દા ધ્યાનમાં રાખો, ઉંચું વળતર મળશે અને કર જવાબદારી ઘટશે

Small Savings Scheme Tips: બચત યોજનામાં રોકાણ કરવાની પહેલા વ્યાજદર અને વળતર ઉપરાંત આ 7 પરિબળ પર ધ્યાનમાં રાખવા જોઇએ. જેથી બચત યોજનામાં ઉંચા વળતર સાથે મૂડી સુરક્ષિત રહેશે અને કર જવાબદારી ઘટાડવામાં મદદરૂપ થશે.

Small Savings Scheme Tips: બચત યોજનામાં રોકાણ કરવાની પહેલા વ્યાજદર અને વળતર ઉપરાંત આ 7 પરિબળ પર ધ્યાનમાં રાખવા જોઇએ. જેથી બચત યોજનામાં ઉંચા વળતર સાથે મૂડી સુરક્ષિત રહેશે અને કર જવાબદારી ઘટાડવામાં મદદરૂપ થશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Small Savings Scheme Tips | Small Savings Scheme | Saving Tips | Investment Tips | Small Savings Scheme Rate

Small Savings Scheme Tips: બચત યોજનામાં રોકાણ કરવાની ટીપ્સ. (Photo: Freepik)

Small Savings Scheme Tips In Gujarati: બચત અને રોકાણ દરેક વ્યક્તિ માટે નાણાકીય આયોજનનો મુખ્ય પાયો છે. યોગ્ય રીતે બચત અને રોકાણ કરવાથી આકર્ષક વળતર મેળવવાની સાથે લાંબા ગાળે મોટું નાણાકીય ભંડોળ ઉભું કરી શકાય છે. હાલ ઘણી બધી બચત યોજનાઓ ઉપલબ્ધ છે. ઘણા લોકો માત્ર વ્યાજદર કે રિટર્ન જોઇ બચત યોજનામાં રોકાણ કરવાનો નિર્ણય કરે છે. જો કે કોઇ બચત યોજનામાં રોકાણ કરતી વખતે વ્યાજદર વળતર ઉપરાંત અન્ય બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચાલો જાણીયે બચત યોજનામાં રોકાણ કરવાની પહેલા કઇ 7 બાબત ધ્યાનમાં રાખવી જોઇએ.

Advertisment

વળતર / વ્યાજદર

બચત અને રોકાણ હંમેશા ઉંચા વ્યાજદર - વળતર મેળવવા માટે કરવામાં આવે છે. મોટાભાગના લોકો હંમેશા ઉંચું વળતર કે વ્યાજદર ધરાવતી બચત યોજનામાં રોકાણ કરે છે. જો કે રોકાણ શરૂ કરવાની પહેલા વિવિધ સરકારી, પોસ્ટ ઓફિસ, બેંક અને ખાનગી સંસ્થાઓની બચત યોજનાના વળતર - વ્યાજદર વિશે બરાબર જાણકારી મેળવી લો અને તેની તુલના કરો. ઉંચા વળતર અને વ્યાજ આપતી બચત યોજના સૌને આકર્ષક લાગે છે, જો કે ઘણી વખત આવી લોભામણી બચત યોજના સાથે જોખમ પણ જોડાયેલું હોય છે. જેથી વાસ્તવિક વ્યાજદર વળતર આપતી હોય તેવી બચત યોજનામાં રોકાણ કરવું હિતાવહ હોય છે.

રોકાણની રકમ

બતત યોજના પસંદ કરતી વખતે રોકાણની રોકાણ પણ ધ્યાનમાં રાખવી જોઇએ. બચત યોજનામાં માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કરવાનો હોય છે. તમારી આવક, ખર્ચ અને બચત ક્ષમતા અનુસાર તમે નિયમિત કેટલું રોકાણ કરી શકો છો તે સ્વ મૂલ્યાંકન કરીને જાણી લો. ઉપરાંત વિવિધ બચત યોજનાઓમાં લઘુતમ અને મહત્તમ રોકાણ મર્યાદાઓ અલગ અલગ હોય છે. આથી તમારી ક્ષમતા અનુસાર બચત યોજનાની રકમ નક્કી કરો.

બચત યોજનાની મુદ્દત

બચત યોજનામાં ચોક્કસ મુદ્દત સુધી રોકાણ કરવાનું હોય છે. સામાન્ય રીતે 5, 10 કે 15 વર્ષની બચત યોજના હોય છે. તમારા નાણાકીય લક્ષ્યાંક સાથે સુસંગત હોય તેવી બચત યોજના પસંદ કરો. બચત યોજનામાં પાકતી મુદ્દત કેટલી રકમ મળશે તે પણ જાણી લો. પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, એલઆઇસીની બચત યોજના વગેરે લાંબા ગાળાની બચત યોજના છે. તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના, કિસાન વિકાસ પત્ર, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ ટુંકા ગાળાની બચત યોજનાઓ છે.

Advertisment
saving tips | investment tips | Small Saving Scheme Tips | best fixed income saving scheme in india | bank fd | ppf | Recurring Deposits | National Savings Certificates | saving schemes interest rates | bank interest rates
Small Saving Scheme Tips : રોકાણ હંમેશા સુરક્ષિત બચત યોજનામાં કરવું જોઇએ. (Photo: Freepik)

રોકાણના લક્ષ્યાંક

બચત યોજના તમારા રોકાણના લક્ષ્યાંક મુજબ નક્કી કરો. તમે ક્યા હેતુ માટે બચત કે રોકાણ કરવા માંગો છો તે મુજબ બચત યોજના નક્કી કરો. બાળકના શિક્ષણ, નિવૃત્તિ કે માત્ર મોટું નાણાકીય ભંડોળ બનાવવું છે તે હેતું સ્પષ્ટ હોવો જોઇએ. ઇપીએફઓ, પીપીએફ, નેશનલ પેન્શન યોજના (NPS) અને અટલ પેન્શન યોજના (APY) વગેરે નિવૃત્તિ બાદ પેન્શન યોજનાનો લાભ આપે છે. તો સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય) દિકરીના શિક્ષણ અને ભવિષ્યની નાણાંકીય જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

જોખમ ક્ષમતા

રોકાણ સાથે જોખમ પણ હોય છે. રોકાણ કરવાની પહેલા બચત યોજના સાથે સંકળાયેલા જોખમ વિશે જાણી લેવું જોઇએ. લોકો ઉંચા વળતર અને ઓછું જોખમ ધરાવતી બચત યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે સરકારી, પોસ્ટ ઓફિસ અને એલઆઈસીની બચત યોજનામાં જોખમ ઓછું હોય છે. જ્યારે ખાનગી કંપની અને સંસ્થાઓ દ્વારા સંચાલિત બચત યોજનામાં જોખમ વધારે હોય છે.

કર લાભ અને કર કપાત

બચત યોજના માંથી કમાયેલા વ્યાજદર કે વળતર કર મુક્તિ અને કર કપાત ઉપલબ્ધ છે કે નહીં તપાસી લો. ઘણી બચત યોજના માંથી મેળવેલ કમાણી પર આવકવેરાની કલમ 80સી હેઠળ કર મુક્તિ અને કર કપાતનો લાભ ઉઠાવી શકાય છે. કર મુક્તિ અને કર કપાત સીધી તમારી બચત રકમ પર અસર કરે છે. વ્યાજ કમાણી ઉંચી હોય પણ કર મુક્તિ કે કર કપાત ન મળે તો બચત યોજનાનું ચોખ્ખું વળતર ઘટી જાય છે. વિવિધ નાની બચત યોજનાના કિસ્સામાં આવકવેરા કલમ 80સી હેઠળ અલગ અલગ કર જોગવાઇ છે.

આ પણ વાંચો | પોન્ઝી સ્કીમ કરતા આ 10 સરકારી બચત યોજના શ્રેષ્ઠ, મૂડી સુરક્ષા અને ચોક્કસ વળતરની ખાતરી

આકસ્મિત લિક્વિડિટીની જરૂરિયાત

બચત યોજનામાં રોકાણ કરતા પહેલાં તમારી આકસ્મિત લિક્વિડિટીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો. કેટલીક બચત યોજનાઓમાં અમુક સમય બાદ આંશિક ઉપાડની સુવિધા મળે છે. તો અમુક બચત યોજનામાં પાકતી મુદ્દતે ઉપાડવાની મંજૂરી મળે છે, જો અધવચ્ચે રકમ ઉપાડો તો મોટી રકમનો લાભ ગુમાવવો પડે છે.

બિઝનેસ Investment