SBI કાર્ડના યુઝરોને મોટો ઝટકો લાગશે. SBI કાર્ડ અને પેમેન્ટ સર્વિસે કેશબેક SBI કાર્ડ પર કોમ્પ્લિમેન્ટરી ડોમેસ્ટિક એરપોર્ટ લોન્જ બેનેફિટ્સને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનાર SBI કાર્ડનો આ નવો નિયમ આગમી 1 મે, 2023ના રોજથી લાગુ થશે. કંપનીની વેબસાઇટ અનુસાર તેનું દેશના 21 એરપોર્ટ્સ પર 42 લોન્જની સાથે ટાય-અપ છે. હવે આગામી મહિનાથી આ લોન્ચ પર કેશબેક SBI કાર્ડ યુઝર્સ એક્સેસ કરી શકશે નહીં. ડિસેમ્બર 2022 ક્વાર્ટરના આંકડા અનુસાર તેના કુલ 1.5 કરોડથી વધારે કાર્ડ ઇશ્યૂ કરાયા છે.
ડિસ્કાઉન્ટને પણ ગ્રહણ લાગ્યુ
કેટલા કસ્ટમરોની માટે લોન્જ એક્સેસ સમાપ્ત કરવા ઉપરાંત કંપનીએ SBI કાર્ડના ઓનલાઇન અને ઓફલાઇન ખર્ચ પર મહતમ કેશબેકની લિમિટ 5 હજાર રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત દાગીના, સ્કૂલ અને એજ્યુકેશન સર્વિસ, યુટિલિટીઝ, ઇન્સ્યોરન્સ સર્વિસ કાર્ડ, ગિફ્ટ્સ, નોવેલ્ટી અને યાદગાર ચીજોની દુકાન, ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ અને રેલવેની કેટેગરીમાં કેશબેક બેનેફિટ્સ સમાપ્ત થશે. કંપનીએ આ ફેરફારોની ગુરુવારે માહિતી આપી હતી.
SBI કાર્ડ એ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) છે. તે વ્યક્તિગત કાર્ડહોલ્ડર્સ અને કોર્પોરેટ ક્લાયન્ટને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી વ્યાપક સેવાઓ પુરી પાડે છે. કંપનીનો બિઝનેસ છેલ્લા કેટલાક સમયથી સતત ઘટી રહ્યો છે. કંપનીનો રિવોલ્વર રેટ જૂન 2021 ક્વાર્ટરના 45 ટકાથી ઘટીને ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં 24 ટકા પર આવી ગયો છે. આ સમયગાળામાં તેની યીલ્ડ પણ 22.4 ટકાથી ઘટીને 16.4 ટકા થઇ ગઇ છે.