ભારતની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ થાપણદારોને દિવાળીની ભેટ આપતા વિવિધ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો કર્યો છે. SBIએ બે કરોડ રૂપિયાથી ઓછી રકમની વિવિધ ફિક્સ ડિપોઝિટ (FD) સ્કીમો માટેના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેન્કે એફડીના વ્યાજદરમાં 0.20 ટકા સુધીનો વધારો કર્યો છે.
ફિક્સ્ડ ડિપોઝિટના નવા રેટ
SBI એ 7 દિવસથી 45 દિવસના સમયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ માટે વ્યાજદર 2.90 ટકાથી વધારીને 3.00 ટકા કર્યો છે, એટલે કે વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો છે.
નવા રેટ અનુસાર SBIમાં FD કરાવનાર લોકોને બેન્ક 3.00 ટકાથી 5.85 ટકા સુધીનું વ્યાજદર ચૂકવશે, તો 60 વર્ષથી મોટી વયના સિનિયર સિટીઝનોને થાપણો પાકતી વખતે 3.50 ટકાથી 6.65 ટકા સુધીનું વળતર આપશે. વ્યાજનો દર થાપણની સમયમર્યાદાના આધારે ચૂકવાશે.
SBI બેન્ક સિનિયર નાગરિકો માટે વધારાના વ્યાજદર સાથે સ્પેશિયલ “SBI Wecare” ડિપોઝિટ ઓફર કરી રહી છે.
- 7 દિવસથી 45 દિવસની FD પરનો વ્યાજદર 2.90 ટકાથી વધારીને 3 ટકા કર્યો
- 46 થી 179 દિવસની એફડી પર હવે 3.90 ટકાના બદલે 4 ટકા વ્યાજ મળશે.
- 180 થી 210 દિવસની મુદ્દતી થાપણ પરનો વ્યાજદર 4.55 ટકાથી વધારીને 4.65 ટકા કર્યો
- 211 દિવસથી લઇ એક વર્ષની FD પર બેન્ક હવે 4.70 ટકા વ્યાજ ચૂકવશે, જે અગાઉ 4.60 ટકા હતો.
- 1 થી 2 વર્ષની એફડી પર થાપણદારોને 5.42 ટકાના બદલે 5.60% વ્યાજ મેળશે.
- 2 થી 3 વર્ષની મુદતની એફડી પર 5.65 વ્યાજ ચૂકવાશે, જે અગાઉ 5.50 ટકા હતો.
- 3 થી 5 વર્ષના સમયગાળાની FD પર 5.60 ટકાના બદલે હવે 5.80 ટકા વ્યાજ મેળશે.
- 5 થી 10 વર્ષના સમયગાળાની એફડી પરનો વ્યાજદર 5.65 ટકાથી વધારીને 5.85 ટકા કરવામાં આવ્યો.
મુદ્દત | જૂનો રેટ | નવો રેટ | સિનિયર સિટીઝન માટેનો જૂનો રેટ | સિનિયર સિટીઝન માટેનો નવો રેટ |
7 દિવસથી 45 દિવસ | 2.90% | 3.00% | 3.40% | 3.50% |
46 દિવસથી 179 દિવસ | 3.90% | 4.00% | 4.40% | 4.50% |
180 દિવસથી 210 દિવસ | 4.55v | 4.65% | 5.05% | 5.15% |
211 દિવસથી વધુ પણ 1 વર્ષથી ઓછી | 4.60% | 4.70% | 5.10% | 5.20% |
1 વર્ષથી 2 વર્ષ | 5.45% | 5.60% | 5.95% | 6.10% |
2 વર્ષથી 3 વર્ષ | 5.50% | 5.65% | 6.00% | 6.15% |
3 વર્ષથી 5 વર્ષ | 5.60% | 5.80% | 6.10% | 6.30v |
5 વર્ષથી 10 વર્ષ | 5.65% | 5.85% | 6.45% | 6.65v |
સિનિયર સિટીઝન માટે વિશેષ ઓફર
SBIએ સિનિયર સિટિઝનો માટે શરૂ કરાયેલી ‘વી કેર સિનિયર સિટીઝન ટર્મ ડિપોઝિટ’ (We Care Senior Citizen Term Deposit)ને 31 માર્ચ 2023 સુધી લંબાવી દીધી છે. આ સ્કીમ હેઠળ 5 વર્ષથી વધારે મુદ્દતની એફડી પર સિનિયર સિટીઝનને સામાન્ય નાગરિકોની તુલનાએ 0.80 ટકા વધારે વ્યાજ મળશે. તો 5 વર્ષ કરતા ઓછા મુદ્દતની એફડી પર સિનિયર સિટીઝનને સામાન્ય નાગરિકોની તુલનાએ 0.50 ટકા વધારે રિટર્ન મળશે.