SBI MCLR Hike: એસબીઆઈ હોમ લોન ધારકોને મોટો ઝટકો, MCLR વધતા તમામ લોન મોંઘી થઇ

SBI Home Loan EMI Increase After MCLR Hike: એસબીઆઈ એ એમસીએલઆર માં 0.05 ટકાનો વધારો કર્યો છે. જેની સીધી અસરે હોમ લોન, ઓટો લોન સહિત તમામ લોન મોંઘી થવાની છે. એસબીઆઈ બાદ હવે અન્ય બેંકોની લોનના વ્યાજદર વધવાની દહેશત છે.

Written by Ajay Saroya
November 15, 2024 15:50 IST
SBI MCLR Hike: એસબીઆઈ હોમ લોન ધારકોને મોટો ઝટકો, MCLR વધતા તમામ લોન મોંઘી થઇ
SBI MCLR Hike: એસબીઆઈ એ એમસીએલઆર 0.05 ટકા વધાર્યો છે. (Photo: Freepik)

SBI Home Loan EMI Increase After MCLR Hike: એસબીઆઈ એ હોમ લોન, ઓટો લોન સહિત લાખો લોન ધારકોને 440 વોલ્ટનો ઝટકો આપ્યો છે. દેશની સૌથી મોટી સરકારી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 0.05 ટકા એટલે કે 5 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ સાથે એમસીએલઆર વધીને 9 ટકા થયો છે. નવા એમસીએલઆર રેટ 15 ઓક્ટોબરથી લાગુ થયા છે.

MCLR વધવાથી હોમ લોન, ઓટો લોન મોંઘી થશે

એમસીએલઆર વધવાથી હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિત વિવિધ લોનના વ્યાજદર વધશે. તમને જણાવી દઇયે કે, એસબીઆઈ એ તાજેતરમાં બે વખત એમસીએલઆર વધાર્યા છે. એસબીઆઈ એ 3 અને 6 મહિના અને 1 વર્ષના એમસીએલઆરમાં વધારો કર્યો છે.

MCLRમાં તાજેતરના વધારા સાથે 3 મહિનાનો એમસીએલઆર 8.50 ટકાથી વધી 8.55 ટકા થયો છે. તો છ મહિનાનો એમસીએલઆર રેટ 8.85 ટકાથી વધી 8.90 ટકા અને 1 વર્ષનો 8.95 ટકાથી વધીને 9 ટકા થયો છે. અલબત્ત બેંકે એક દિવસ, 1 મહિના, બે મહિના અને 3 વર્ષની મુદ્દતના એમસીએલઆર યથાવત રાખ્યા છે.

MCLR વધાવાનો અર્થ છે હોમ લોન, ઓટો લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર વધશે. એમસીએલઆર સાથે જોડાયેલી તમામ લોન હવે મોંઘી થવાની છે. SBIનું આ પગલું અન્ય બેંકો માટે પણ અનુકરણ કરવા માટેનું સ્ટેજ સેટ કરી શકે છે, જે સંભવિતપણે ગ્રાહકો માટે સમગ્ર બોર્ડમાં ઉધાર ખર્ચમાં વધારો કરી શકે છે.

MCLR શું છે?

એમસીએલઆર નું પુરું નામ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (Marginal Cost of Funds-based Lending Rate) છે. 1 એપ્રિલ, 2016ના રોજ અમલમાં આવેલા MCLR એ લઘુત્તમ વ્યાજ દર છે, જેના કરતા નીચા વ્યાજદરે બેંક ધિરાણ આપી શકતી નથી. બેંકો MCLR નક્કી કરવા માટે ફંડના માર્જિનલ કોસ્ટની ટકાવારી તરીકે તમામ ઓપરેટિંગ ખર્ચની ગણતરી કરે છે. MCLR પદ્ધતિ હેઠળ,બેન્કો RBI પાસેથી લીધેલા ઉધાર અને થાપણો પરના માર્જિનલ કોસ્ટના આધારે તે લોનધારકોને ક્યાં વ્યાજે લોન આપવી તે નક્કી કરે છે.

રેપો રેટમાં કોઈપણ પ્રકારની વધ-ઘટની લોનધારકો પર ઉંડી અસર થાય છે. રિઝર્વ બેન્કે જે વ્યાજદરે બેન્કોને ધિરાણ આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. બેંકો તેમના બોર્ડની મંજૂરી સાથે નિર્ધારિત તારીખે MCLRની સમીક્ષા કરે છે.

આરબીઆઈ વ્યાજદર ઘટાડશે?

એક બાજુ દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેંકો વ્યાજદર ઘટાડી રહી ત્યારે ભારતમાં આરબીઆઈ રેટ કટ કરે તેવી વ્યાપક અપેક્ષા રાખવામાં આવી રહી છે. યુએસ ફેડ રિઝર્વ બેંકે તાજેતરમાં બે વખત વ્યાજદર ઘટાડ્યા છે. ત્યારબાદ આરબીઆઈ ઉપર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે. ઓક્ટોબરની મોનટરી પોલિસીમાં આરબીઆઈ એ સતત 10મી વખત વ્યાજદર સ્થિર રહ્યા છે.

હવે એસબીઆઈ બાદ અન્ય બેંકો પર MCLR વધારી શકે છે. પરિણામે અન્ય બેંકોની પણ હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિત વિવિધ લોન મોંઘી થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ