Home Loan Rate Cut : હોમ લોન સસ્તી થઇ, સૌથી મોટી સરકારી બેંકે વ્યાજદર ઘટાડ્યા, ઘર ખરીદવાની સુર્વણ તક

SBI Home Loan And FD Rate Cut : એસબીઆઈ એ હોમ લોન, કાર લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર ઘટાડ્યા છે. જો બીજી બાજુ ફિક્સ્ડ ડિપોઝિટ રેટ પણ ઘટાડ્યા છે. જેનાથી થાપણદારોને પહેલા કરતા ઓછું વ્યાજ મલશે.

SBI Home Loan And FD Rate Cut : એસબીઆઈ એ હોમ લોન, કાર લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર ઘટાડ્યા છે. જો બીજી બાજુ ફિક્સ્ડ ડિપોઝિટ રેટ પણ ઘટાડ્યા છે. જેનાથી થાપણદારોને પહેલા કરતા ઓછું વ્યાજ મલશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Home Loan Rate Cut | Home Loan EMI | Home Loan interest Rate | Bank Loan Rate

Home Loan Rate Cut : હોમ લોનના વ્યાજદર ઘટ્યા છે. (Photo: Freepik)

SBI Home Loan And FD Rate Cut : હોમ લોન પર ઘર ખરીદનાર માટે એક મોટા રાહતજનક સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ બેંકોએ પર હોમ લોન, કાર લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર ઘટાડવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારતની સૌથી મોટી સરકારી બેંક SBI એ હોમ લોન સસ્તી કરી છે. નવા હોમ લોન વ્યાજદર 15 ડિસેમ્બરથી લાગુ થયા છે. જો કે હોમ લોન સહિત વિવિધ બેંક લોન સસ્તી થઇ છે, પરંતુ બીજી બાજુ અમુક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજદર પણ ઘટાડ્યા છે.

Advertisment

SBI Home Loan Rate Cut : એસબીઆઈ હોમ લોન રેટ ઘટ્યા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI ) એ તેના MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ 0.05 ટકા ઘટાડ્યા છે. આ સાથે જ EBLR / એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (External Benchmark Linked Rate) અને RLLR / રેપો રેટ લિંક્ડ લેન્ડિંગ રેટ (Repo Linked Lending Rate) પણ 0.25 ટકા ઘટાડ્યા છે. ઉપરોક્ત તમામ ધિરાણ દર ઘટવાથી હાલના હોમ લોન, કાર લોન, અને પર્સનલ લોન EMI ઘટશે.

SBI Fixed Deposit Rate Cut : એસબીઆઈ થાપણ દર ઘટ્યા

એસબીઆઈ એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પણ ઘટાડ્યા છે. એફડી રેટ ઘટવાથી થાપણદારોને નુકસાન થશે. સરકારી બેંકે અમુક ખાસ સમયગાળાના થાપણ દર ઘટાડ્યા છે. 7 દિવસ થી 2 વર્ષ સુધીની બેંક એફડીના વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યો નથી. તો 2 વર્ષથી 3 વર્ષ સુધીની એફડી બેંક પર સામાન્ય લોકો માટે વ્યાજદર 6.45 ટકાથી ઘટાડી 6.40 ટકા કર્યો છે. તો સિનિયર સિટીઝન માટે આ એફડી રેટ 6.95 ટકાથી ઘટાડીને 6.90 ટકા કર્યો છે. નવા થાપણદર 15 ડિસેમ્બરથી લાગુ થશે.

આ પણ વાંચો | મહિલાઓ માટે 5 બેસ્ટ બિઝનેસ આઈડિયા, માત્ર 10000નું રોકાણ અને ઘરે બેઠા જંગી કમાણી

Advertisment

જે લોકોએ એસબીઆઈની મધ્યમગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કર્યું છે, તો તેમને હવે પહેલા કરતા ઓછું વ્યાજ મળશે. સિનિયર સિટીઝને પણ ઓછું વ્યાજ મળશે.

આરબીઆઇ બેંક બિઝનેસ હોમ લોન