SEBI ban 135 entities : ભારતીય બજાર નિયામક સેબીએ 135 એન્ટિટીઓને સિક્યોરિટી માર્કેટમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ 135 એન્ટિટીઓ પર શેરમાં સટ્ટાકિય ટ્રેડ્રિંગ અને ગેરરીતિ કરવાનો આરોપ છે. આ એન્ટિટીઓને રોકાણકારોને ‘બાય’ની ભલામણો સાથે બલ્ક ટેક્સ્ટ મેસેજ વાયરલ કરીને પાંચ સ્મોલકેપ કંપનીઓના શેરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્રેડિંગ કરવા બદલ 126 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કઇ 5 સ્મોલકેપ કંપનીના શેરમાં હેરાફેરી કરી
કસૂરવાર 135 એન્ટિટીઓએ જે 5 સ્મોલકેપ કંપનીના શેરમાં નિયમ વિરુદ્ધ ટ્રેડિંગ કર્યુ છે, જેમાં મૌરિયા ઉદ્યોગ લિમિટેડ, 7એનઆર રિટેલ લિમિટેડ, દાર્જિલિંગ રોપવે કંપની લિમિટેડ, જીબીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને વિશાલ ફેબ્રિક્સ લિમિટેડ છે.
226 એન્ટિટીને શો-કોઝ નોટિસ મોકલી
માર્કેટ રેગ્યુલેટરીએ નિયમ ઉલ્લંઘન બદલ અસંખ્ય શંકાસ્પદ એકાઉન્ટ સહિત 226 એન્ટિટીઓનેકારણ બતાવો નોટિસ પણ ફટકારી હતી. ઉપરાંત આવી એન્ટિટીઓ પાસેથી 143.79 કરોડ રૂપિયાની સંભવિત વસૂલવાના પણ સંકેત આપ્યા હતા.
સેબીએ જણાવ્યું કે, આ એન્ટિટીઓને પૂર્વ યોજીત મોડસ ઓપરેન્ડી હેઠળ રોકાણકારોને પાંચ સ્ક્રીપ્સમાં શેર ખરીદીની ભલામણ આપતા બલ્ક એસએમએસ મોકલવામાં આવતા હતા.
આ સ્કીમમાં એન્ટિટી ત્રણ મુખ્ય પરિબળોનો ઉપયોગ કરતી હતી – પીવી (પ્રાઈસ વોલ્યુમ) ઇન્ફ્લુન્સર, એસએમએસ મોકલનાર અને ઑફ લોડર્સ હતા, જેનો ઉપયોગ શેર બજારમાં આવી કથિત એન્ટિટીઓ પાંચ કંપનીઓની સ્ક્રીપ્સમાં છેતરપિંડીયુક્ત સ્કીમ ચલાવવા માટે કરી હતી
નિયમનકારે જણાવ્યું હતું કે તેણે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, સીડીઆર (કોલ ડિટેલ રેકોર્ડ્સ) અને એસએમએસ મોકલનાર અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ અન્ય સંસ્થાઓની ઓળખ કરવા માટે મોટા પ્રમાણમાં બેંક ટ્રાન્ઝેક્સનનો ઉપયોગ કરવા સહિત મામલાની તપાસ કરવા માટે સંખ્યાબંધ પગલાં લીધાં છે.
આ પણ વાંચોઃ મ્યુચ્યુઅલ ફંડનો એક્ઝિટ લોડ શું છે? રોકાણ પહેલા MF સ્કીમના તમામ ચાર્જ જાણી લો, નહીંતર ઓછું રિટર્ન મળશે
સેબીએ લોકોને એસએમએસ, વિવિધ વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે દ્વારા કરવામાં આવતી કોઈપણ છેતરપિંડીની પ્રવૃત્તિઓ વિશે જાગૃત રહેવાની ચેતવણી પણ આપી હતી. તેણે રોકાણકારોને ફક્ત સેબીમાં રજિસ્ટર્ડ એજન્ટો અને એડવાઇઝર સાથે જ વ્યવહાર કરવાની સલાહ આપી છે