/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-25T161315.104.jpg)
સેબીએ શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે તેમના નોમિની એટલે કે વારસદાર નક્કી કરવાનું ફરજિયાત બનાવ્યુ છે. (Photo: Canva)
SEBI Bans Naked Short Selling For Institutional Investors: શેર બજારના ટ્રેડર્સ અને રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ભારતીય શેર બજાર નિયામક સેબીએ દેશમાં નેકેડ શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે તેણે સંસ્થાકીય રોકાણકારોને ડે-ટ્રેડિંગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સેબી એ શુક્રવારે જારી કરાયેલા એક પરિપત્રમાં આ માહિતી આપી છે.
સેબીના પરિપત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ રોકાણકારોએ સેટલમેન્ટ સમયે સિક્યોરિટીઝની ડિલિવરી કરવાની રહેશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્ટોક એક્સચેન્જોએ સેટલમેન્ટ સમયે સિક્યોરિટીની ડિલિવરી ન કરનારા બ્રોકર્સ સામે પગલાં લેવા માટે સમાન જોગવાઈઓ કરવી પડશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/top-dividend-psu-stocks-list-2-new.jpg)
શોર્ટ સેલિંગ પર સેબીનો પ્રતિબંધ
સેબીના પરિપત્રમાં સંસ્થાકીય રોકાણકારો દ્વારા શોર્ટ સેલિંગ, ડે ટ્રેડિંગ અને નવા ઓર્ડરના સંદર્ભમાં બ્રોકર્સ અને એક્સચેન્જોની જવાબદારીઓ અંગે પણ ઘણી બાબતો જણાવવામાં આવી છે. સેબીના પરિપત્રમાં જણાવવામાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો અહીં સંક્ષિપ્તમાં જાણો :-
શોર્ટ સેલિંગનો અર્થ એવા શેર વેચવા કે જે ટ્રેડિંગના સમયે વેચનાર પાસે ન હોય.
રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો સહિત તમામ પ્રકારના રોકાણકારોને શોર્ટ સેલિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે.
ભારતીય મૂડીબજારમાં નેકેડ શોર્ટ સેલિંગને મંજૂરી આપવામાં આવશે નહીં. તમામ રોકાણકારોએ સેટલમેન્ટ સમયે સિક્યોરિટીની ડિલિવરી કરવાની રહેશે.
કોઈપણ સંસ્થાકીય રોકાણકારને (institutional investor) ડે-ટ્રેડિંગ કરવા એટલે કે ઇન્ટ્રા-ડેમાં સોદાનું સેટલમેન્ટ (square-off transactions intra-day) કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સ્ટોક એક્સચેન્જોએ સેટલમેન્ટ સમયે સિક્યોરિટીની ડિલિવરી ન કરનારા બ્રોકર્સ સામે પગલાં લેવા અને તેમને આમ કરવાથી રોકવા માટે જરૂરી સમાન જોગવાઈઓ કરવી પડશે. આ જોગવાઈઓ એવી હોવી જોઈએ કે તેઓ દલાલોને આમ કરવાથી રોકવા માટે અસરકારક 'અવરોધક' તરીકે કામ કરે.
શોર્ટ સેલિંગ માટે સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) સ્કીમ બનાવવી જોઈએ. આ SLB સ્કીમની શરૂઆત સાથે, સંસ્થાકીય રોકાણકારો માટે શોર્ટ સેલિંગ પણ શરૂ કરવું જોઈએ.
ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં ટ્રેડ થતી સિક્યોરિટીઝમાં શોર્ટ સેલિંગની મંજૂરી આપવામાં આવશે. સેબી સમયાંતરે એવા શેરની યાદીની સમીક્ષા કરશે જેમાં શોર્ટ સેલિંગની મંજૂરી આપવામાં આવશે.
સંસ્થાકીય રોકાણકારોએ ઓર્ડર આપતા સમયે દર્શાવવું પડશે કે વ્યવહાર 'શોર્ટ સેલિંગ' છે કે નહીં. રિટેલ રોકાણકારોએ ટ્રાન્ઝેક્શનના દિવસે ટ્રેડિંગ સમય પૂરો થાય તે પહેલાં સમાન માહિતી પ્રદાન કરવી પડશે.
બ્રોકરોએ શોર્ટ સેલિંગ પોઝિશન્સ વિશે સ્ક્રીપ મુજબની માહિતી એકઠી કરવી પડશે અને તેને એકત્ર કરવી પડશે અને બીજા દિવસના ટ્રેડિંગની શરૂઆત પહેલાં તેને સ્ટોક એક્સચેન્જમાં સબમિટ કરવી પડશે.
આ પછી, સ્ટોક એક્સચેન્જ આ તમામ માહિતીને સાપ્તાહિક ધોરણે એકીકૃત કરશે અને તેની વેબસાઇટ દ્વારા સામાન્ય લોકો સાથે શેર કરશે. સેબીની પરવાનગી સાથે આ જાહેરાતની આવર્તનની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે.
સોમવારે બજારની પ્રતિક્રિયા જોવા મળશે
શુક્રવારે શેરબજાર બંધ થયા બાદ સેબીએ આ પરિપત્ર જારી કર્યાના સમાચાર આવ્યા હતા. તેથી બજાર પર તાત્કાલિક અસર જોવા મળી નથી. હવે સોમવારથી ટ્રેડિંગ શરૂ થશે ત્યારે સેબીના આ નવા આદેશ પર બજાર કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર રહેશે.
અદાણી હિંડનબર્ગ વિવાદના એક બાદ સેબી હરકતમાં
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Surat-Diamond-Bourse-4.jpg)
અદાણી હિંડનબર્ગ વિવાદના એક બાદ સેબીએ ભારતીય શેર બજારમાં નેકેટ શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. નોંધનિય છે કે, જાન્યુઆરી 2023ના છેલ્લા પખવાડિયામાં યુએસ શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપર શેરમાં સટ્ટાકીય ટ્રેડિંગ અને નાણાંકીય ગેરરીતિના ગંભીર આક્ષેપ મૂકયા હતા. ત્યારબાદ શોર્ટ સેલિંગથી અદાણી ગ્રૂપના શેરમાં મોટા કડાકો બોલાયા હતા.
શોર્ટ સેલિગં શું છે?
સામાન્ય રીતે શોર્ટ સેલિંગમાં રોકાણકારોને એવા સ્ટોક વેચવાની મંજૂરી મળે છે, જે ટ્રેડિંગના સમયે તેમની પાસે હોતા નથી. એક સામાન્ય શોર્ટ સેલિંગમાં રોકાણકારો પહેલા સિક્યોરિટી ઉધાર લે છે, ત્યારબાદ શેર વેચવાના સોદા કરે છે.
આ પણ વાંચો | ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક, મુકેશ અંબાણી પાછળ જાણો નેટવર્થ
નેકેડ શોર્ટ સેલિંગ શું હોય છે?
શોર્ટ સેલિંગ કરતા નેકેડ શોર્ટ સેલિંગ અલગ છે. નેકેડ શોર્ટ સેલિંગમાં ટ્રેડર કોઇ સિક્યોરિટી ઉધાર લીધા વગર જ ટ્રેડિંગ કરે છે. એટલે કે ટ્રેડર્સ પાસે કોઇ સિક્યોરિટી કે શેર હોતા નથી. પરંતુ તે આવા શેરનું વેચાણ કરે છે તે તેણે ખરીદ્યા પણ હોતા નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us