/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Share-Market-Trading-1.jpg)
SEBI Rule For Derivatives Share Trading: સેબી દ્વારા ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં શેર ટ્રેડિંગના નિયમ બદલવામાં આવ્યા છે. (Photo: Freepik)
SEBI Rule Changes For Derivatives Share Trading: શેરબજારના સટ્ટોડિયા માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ભારતીય બજાર નિયામક સેબી શેરબજારમાં સટ્ટાડિયા ટ્રેડિંગ પર લગામ કસવા ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં શેરની એન્ટ્રી અને એક્ઝિટના નિયમ આકરાં બનાવ્યા છે. સેબીના આ પગલાંથી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં શેર ટ્રેડિંગ મુશ્કેલ બની શકે છે. નોંધનિય છે કે, તાજેતરમાં જ સેબી એ વધી રહેલા ડેરિવેટિવ્સ ટ્રેડિંગ અંગે ચિંતા વ્યક્તિ કરી હતી.
મની કન્ટ્રોલના મીડિયો રિપોર્ટ અનુસાર સેબીએ મીડિયન ક્વાર્ટર સિગ્મા ઓર્ડર સાઇઝ (MQSOS) 3 ગણો, મિનિમમ માર્કેટ વાઇટ પોઝિશન લિમિટ (MWPL) 3 ગણી અને એવરેજ ડેલી ડિલિવરી વેલ્યૂ (ADDV) 3.5 ગણી સુધી વધારી દીધી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/sebi.jpg)
સેબી આ પગલાંથી માત્ર હાઇ ક્વોલિટીવાળા શેરમાં જ ડેરિવેટિવ્સ ટ્રેડિંગ થાય તે વાતની ખાતરી કરવા ઇચ્છે છે. MQSOS કોઇ શેરની લિક્વિડિટીના સંકેત આપે છે. જેની સંખ્યા જેટલી વધારે હશે, શેરની કિંમતમાં ઉથાપટલ કરવી એટલી મુશ્કેલ હશે.
સેબી દ્વારા 30 ઓગસ્ટ શુક્રવારે જારી કરાયેલા એક સર્ક્યુલરમાં કહેવાયું છે, આ ઉપરાંત સ્ટોક સર્વેલન્સ, તેની સામે ચાલી રહેલી તપાસ અને એડમિનિસ્ટ્રેટિવ ચિંતા જેવા અન્ય પાસાંઓ વિશે પણ વિચારણા કરવામાં આવશે.
સેબી ડેરિવેટિવ્સ શેર ટ્રેડિંગ માટે નવા નિયમ
સેબીના નવા નિયમ મુજબ ડેરિવેટિવ્સ સેગ્મેન્ટમાં શેર ટ્રેડિંગ માટે MQSOS 25 લાખ રૂપિયા થી વધારીને 75 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. સાથેજ MWPL 500 રૂપિયાથી વધારીને 1500 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તેનાથી ખાતરી કરી શકાશે કે, માર્કેટમાં વધારે પોઝિશન વાળા જ સ્ટોકમાં ડેરિવેટિવ્સ ટ્રેડિંગ થાય.
- સેબીનું કહેવું છે કે, ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સ્ટોકની એન્ટ્રી / એક્ઝિટના આ નિયમની 2018 બાદ પેહલીવાર સમીક્ષા કરવામાં આવી છે અને શેરબજારના અને સહભાગી અને રોકાણકાર વર્ગમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખી નિયમ બદલવામાં આવ્યા છે.
- જે શેરની સરેરશ દૈનિક ડિલિવરી વેલ્યૂ 35 કરોડ રૂપિયાથી ઓછી હશે તેવા સ્ટોક્સ ડેરિવેટિવ્સ સેગમેન્ટ માંથી બહાર કરવામાં આવશે. અગાઉ આ લિમિટ 10 કરોડ રૂપિયા હતી. જો કોઇ શેર સતત 3 મહિના સુધી આ માપદંડો પુરા નહીં કરે, તે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાંથી બહાર થઇ જશે.
- ડેરિવેટિવ્સ સેગમેન્ટમાંથી બહાર થનાર શેર પર કોઇ નવા કોન્ટ્રાક્ટ ઇશ્યૂ કરવામાં આવશે નહીં. પરંતુ હાલના કોન્ટ્રાક્ટ જ્યાં સુધી એક્સપાયર ન થાય ત્યાં સુધી ટ્રેડિંગ થશે.
આ પણ વાંચો | રોકાણકાર સાવધાન: શેરબજાર, કોમોડિટીમાં છેતરપિંડીથી બચવા આટલું કરો, જાણો ફરિયાદ ક્યાં કરવી
- સેબીએ સિંગલ સ્ટોક ડેરિવેટિવ્સ માટે એ નવી પ્રોડક્ટ સક્સેસ ફ્રેમવર્ક પણ રજૂ કર્યું છે, જે ખાતરી કરશે કે ક્યા શેર ડેરિવેટિવ્સ સેગમેન્ટમાંથી બહાર કરવા જોઇએ. આ ઇન્ડેક્સ ડેરિવેટિવ્સ સેગમેન્ટના હાલના સ્ટ્રક્ચર જેવું જ હશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us