SEBI Extends Nominees Deadline For Demat Accounts And Mutual Funds Portfolio : શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય બજાર નિયામક સેબીએ રોકાણકારો માટે તેમના ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોના નોમિની એટલે કે વારસદાર નક્કી કરવાની ડેડલાઇન ફરી લંબાવી છે. નોંધનિય છે કે, સેબીએ ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોના નોમિની નક્કી કરવાની ડેડલાઇન 30 સપ્ટેમ્બર, 2023 નક્કી કરી હતી.
ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોના નોમિનીની ડેડલાઇન લંબાવાઇ (SEBI Extends Nominees Deadline)
સેબીએ રોકાણકારોની સુવિધા માટે ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોના નોમિની નક્કી કરવાની ડેડલાઇન ફરી વાર લંબાવી છે. સેબીએ ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોના નોમિની નક્કી કરવાની ડેડલાઇન ત્રણ મહિના લંબાવીને 31 ડિસેમ્બર, 2023 કરી છે.
ઉપરાંત ટ્રેડિંગ એકાઉન્ટ માટે ‘નોમિનેશનની પસંદગી’ સબમિશનને નિયમનકાર દ્વારા વ્યવસાય કરવામાં સરળતા તરફના પગલા તરીકે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે. આ પગલાનો ઉદ્દેશ્ય રોકાણકારોને તેમની સંપત્તિ સુરક્ષિત કરવામાં અને તેમના કાનૂની વારસદારોને આપવા માટે મદદ કરવાનો છે.
“એક્સચેન્જો, ડિપોઝિટરીઝ, બ્રોકર્સ એસોસિએશનો અને અન્ય વિવિધ હિસ્સેદારો તરફથી મળેલી રજૂઆતોના આધારે, ટ્રેડિંગ એકાઉન્ટ માટે ‘નોમિનેશનની પસંદગી’ સબમિશનને ટ્રેડિંગ કરવામાં સરળતા તરફના પગલા તરીકે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે.

ઉપરાંત સેબીએ PAN (પાનકાર્ડ), નોમિનેશન, સંપર્કની વિગતો, બેંક ખાતાની વિગતો અને તેમના સંબંધિત પોર્ટફોલિયો નંબરો માટે સહીનો નમૂનો સબમિટ કરવા માટે ફિઝિકલ સિક્યોરિટી હોલ્ડરોને 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.
આ પણ વાંચો | NCD શું છે, જેમાં વાર્ષિક 8થી 10 ટકા રિટર્ન મળે છે? તેમા રોકાણ વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી?
નોંધનિય છે કે, ભારતીય શેરબજાર નિયામક સેબીએ શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને તેમના નોમિની એટલે કે ઉત્તરાધિકારી નક્કી કરવા કે ડિક્લરેશન ફોર્મ ભરવા માટે 30 સપ્ટેમ્બર, 2023 સુધીની મુદ્દત આપી હતી. જુલાઈ, 2021માં, સેબીએ તમામ વર્તમાન લાયક ટ્રેડિંગ અને ડીમેટ ખાતા ધારકોને 31 માર્ચ, 2022ના રોજ અથવા તે પહેલાં નોમિનેશનનો વિકલ્પ આપવા જણાવ્યું હતું. બાદમાં તેને વધુ એક વર્ષ વધારીને 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવ્યુ હતુ.




