SEBI Ebixcash Case: શેરબજાર નિયામક સેબીએ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના ટાર્ગેટ પર રહેલી કંપની ઇબિક્સકેશ (EbixCash) અને તેના પ્રમોટર ઇબિક્સ (Ebix) ને પબ્લિક ઇસ્યુ રેગ્યુલેશનના ઉલ્લંઘનમાં દોષી ઠરાવ્યા છે. નિયમ ભંગ હેઠળ કંપનીને તથ્યોને ખોટી રીતેરજૂ કરવાના આરોપમાં દોષી ગણાવી છે. હિંડનબર્ગ રિસર્ચે આ કંપની પર આવકમાં ચેડાં કરવાનો આરોપ મૂકયો હતો.
સેબીએ ઇબિક્સકેશ ને તોતિંગ દંડ ફટકાર્યો
બજાર નિયામક સેબીએ કંપની અને તેની પ્રમોટર્સ એન્ટિટી પર 19 ડિસેમ્બર, 2024ના રોજ કુલ 6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઇબિક્સકેશ કંપનીએ ભારતીય શેરબજારમાં શેર લિસ્ટિંગ કરવાની યોજના બનાવી હતી પરંતુ 2023માં કંપની આ પ્રક્રિયા માંથી પાછળ હટી ગઇ હતી.
સેબીનું કહેવું હતું કે, પ્રમોટરસ એન્ટિટી ઇબિક્સ તરફથી હિંડબર્ગ રિપોર્ટના મામલે 6 જુલાઇ, 2023ના રોજ જે પ્રેસ રિલિઝ જારી કરાઇ હતી, તેમા રેવન્યુ રિસ્ટેટમેન્ટની અસર અને કોર્ટ કાર્યવાહી વિશે ખોટી જાણકારી આપી હતી.
સેબીએ આ બાબતની તપાસ કરી હતી કે શું પ્રેસ રિલિઝમાં અન્ય બાબતો ઉપરાંત ખોટા ડિસ્ક્લોઝર આપવામાં આવ્યા હતા? તપાસમાં સેબીએ નોંધ્યું કે, રેવન્યુ રિસ્ટેટમેન્ટ નંબરના હિસાબ મહત્વપૂર્ણ હતા. પરંતુ રેવન્યુ રિસ્ટેટમેન્ટના આંકડામાં 64 ટકાથી પણ વધારે ફેરફાર જોવા મળ્યો હતો.
સેબીએ પોતાના આદેશમાં કહ્યું છે કે, રેવન્યુના આંકાડમાં 64 ટકાથી પણ વધારે ફેરફાર નંબર સંબંધિત અપ્રાસંગિકતાના દાવાને નબળું પાડે છે અને કંપની દ્વારા રજૂ કરાયેલા ડિસ્ક્લોઝરની પારદર્શિતા સામે ગંભીર સવાલ ઉભા કરે છે.





