SEBI Rules For Share Market F&O Trading : શેરબજારના રોકાણકારો માટે એક મોટા સમાચાર આપ્યા છે. શેરબજાર નિયામક સેબીએ સ્ટોક માર્કેટમાં ઇન્ટ્રા ડે ડેરિવેટિવ્ ટ્રેડિંગ (F&O) માં નવી પોઝીશન લિમિટ લાગુ કરવાની ઘોષણા કરી છે. આ નવા નિયમ 1 ઓક્ટોબર, 2025થી લાગુ થશે. નવા નિયમ લાગુ કરવાનો ઉદ્દેશ્ય બજારની ઉંડાઇ અને સ્થિરતા વચ્ચે સંતુલન બનાવવાનો છે. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો સેબીના નવા નિયમની તમને શું અસર થશે, ચાલો જાણીયે વિગતવાર
શેરબજારમાં ડેરિવેટિવ ટ્રેડિંગ માટે નવા નિયમ
1 સપ્ટેમ્બરે જારી કરેલા પરિપત્રમાં સેબીએ કહ્યું કે, ડેરિવેટિવ માર્કેટના અત્યાર સુધી સૌથી વધુ ટ્રેડિંગ થતા સેગમેન્ટ ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ઇન્ટ્રા ડે રોકાણ માટે લિમિટ લાગુ કરશે. તેની ગણતરી કેલક્યુલેશન લોંગ અને શોર્ટ ટ્રેડિંગને સમાયોજિત કર્યા બાદ નવા ફ્યૂચર ઇક્વિવેલેંટ (FutEq) ફ્રેમવર્ક આધાર પર કરાશે.
નવા માળખા હેઠળ, ફ્યૂચર ઇક્વિવેલેંટના આધાર પર માપવામાં આવેલી એક ટ્રેડરની નેટ ઇન્ટ્રા ડે પોઝિશનની લિમિટ 5000 કરોડ રૂપિયા હશે, જે અત્યાર સુધી 1500 કરોડ રૂપિયા છે. નવા નિયમ લાગુ થતા કોઇ પણ રોકાણકાર સેબી દ્વારા નિર્ધારિત લિમિટ કરતા વધારે પોઝિશન લઇ શકશે નહીં. અલબત્ત, ગ્રોસ પોઝિશન લિમિટ 10000 કરોડ યથાવત રાખી છે, જે લોંગ અને શોર્ટ સાઇડ પર અલગ અલગ લાગુ થશે. સેબીએ મોટા સટ્ટાકિય ટ્રેડિંગ માટે સ્ટોક એક્સચેન્જ પર નજર રાખવા નિયમો વધુ કડક બનાવ્યા છે.
શેરબજારના રોકાણકારોને શું અસર થશે?
સેબીનું કહેવું છે કે, અમુક રોકાણકારો જરૂર કરતા વધારે લીવરેજ લઇ મોટી પોઝિશન ઉભી કરતા હતા. તેનાથી બજારમાં જોખમની સાથે સાથે અસ્થિરતા પણ વધી જતી હતી. હવે નવા નિયમ લાગુ થતા ટ્રેડિંગ તેની પાસે ઉપલબ્ધ બેલેન્સ અને માર્જિન મુજબ જ પોઝિશન લઇ શકશે. તેનાથી શેરબજારમાં પારદર્શિતા આવશે અને સ્થિરતા વધશે. નાના રોકાણકારોને નુકસાનથી બચાવી શકાશે. નવા નિયમથી રોકાણકારોએ નિર્ધારિત પોઝિશન લિમિટમાં રહીને જ ટ્રેડિંગ કરવું પડશે. એટલે કે હવે ટ્રેડરો વધારે લીવરેજ લઇ મોટું ટ્રેડિંગ કરી શકશે નહીં, જેનાથી નાના રોકાણકારો માટે નુકસાનની સંભાવના ઘણી ઓછી થઇ જશે.