SEBI T+0 Settlement In Share Market Trading : શેરબજાર નિયામક સેબી એ ટ્રેડિંગ સેટલમેન્ટને લઇ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સેબી શેરબજારમાં 28 માર્ચ સુધી ઓપ્શનલ ટી+0 ટ્રેડ સેટલમેન્ટ સિસ્ટમ કરવા જ રહ્યું છે. સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના એક કાર્યક્રમમાં આ વાત જણાવી છે. હાલ ભારતીય શેરબજારમાં તમામ શેર માટે ટી+1 સેટલમેન્ટ સિસ્ટમ મુજબ કામકાજ થાય છે. જાણો ટી+0 સેટલમેન્ટ શું છે અને તેનાથી ટ્રેડર્સ અને રોકાણકારોને શું ફાયદો થશે?
ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ શું છે? (What It Is T+0 Settlement Systems)
સેબી ભારતીય શેરબજારમાં ટ્રેડ સેટલમેન્ટની સાઇકલના દિવસ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. હાલ ભારતીય શેરબજારમાં ટી+1 સેટલમેન્ટ સિસ્ટમ અમલમાં છે. એટલે કે શેર વેચ્યાના એક દિવસ બાદ તેનું પેમેન્ટ શેર વેચનારના એકાઉન્ટમાં જમા થાય છે. તેવી જ રીતે શેર ખરીદ્યાના એક દિવસ બાદ કસ્ટમરના પોર્ટફોલિયોમાં દેખાય છે. સેબીએ ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવા જઇ રહી છે. ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ એટલે કે શેરના ખરીદ અને વેચાણનું સેટલમેન્ટ એક જ દિવસમાં થશે. ભારત ટી+0 સેટલમેન્ટ સિસ્મટ લાગુ કરનાર બીજો દેશ બનશે.
બે તબક્કામાં લાગુ થશે ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ
સેબીએ પાછલા વર્ષે ડિસેમ્બરમાં જણાવ્યુ હતુ કે, ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં શેર ટ્રેડિંગ દરમિયાન બપોર 1.30 વાગે સુધી થયેલા ટ્રેડ માટે ટી+0 સાઇકલને લાગુ કરવામાં આવશે. ત્યારબાદ ફંડ્સ અને સિક્યોરિટીઝનું સેટલમેન્ટ સાંજં 4.30 વાગ્યા સુધી પૂર્ણ થઇ જશે.
બીજા તબક્કામાં ફંડ અને સિક્યોરિટીઝ બંને માટે ઓપ્શનલ ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ લાગુ થશે. તેમાં ટ્રેડિંગ 3.30 વાગે સુધી થશે. બીજ તબક્કાની ઓપ્શનલ ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થયા બાદ પ્રથમ તબક્કાની ઓપ્શનલ ટી+0 સિસ્ટમ બંધ થઇ જશે.
ટી+0 સિસ્ટમ કઇ કંપનીઓના શેરમાં લાગુ થશે
સેબી દ્વારા તબક્કાવાર શેરબજાર માં લિસ્ટેડ કંપનીઓના સ્ટોકમાં ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. શરૂઆતમાં માર્કેટકેપની દ્રષ્ટિએ ટોપ-500 કંપનીઓમાં ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ કંપનીઓના શેરમાં માર્કેટ કેપિટલના આધારે ત્રણ તબક્કામાં નવી સેટલમેન્ટ સિસ્ટમમાં શરૂ કરવામાં આવશે. જેમા સૌથી પહેલા ઓછી માર્કેટકેપ ધરાવતી 200 કંપનીઓને નવી ટી+0 સેટલમેન્ટ સિસ્ટમમાં સામેલ કરાશે. ત્યારબાદ 200 કંપનીઓ અને છેલ્લે 100 કંપનીઓના શેરમાં ટી+0 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો | બોલીવુડ સ્ટાર બન્યા શેર બજારના ખેલાડી : આમિર ખાન, સચિન તેંડુલકરથી લઇ આલિયા – કેટરિના કૈફે કરી અઢળક કમાણી
અગાઉ સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે કહ્યુ હતુ કે, અમે માર્ચ 2024 સુધીમાં ટ્રેડ સેટલમેન્ટનો સમય ઘટાડીને 1 કલાક કરવા અને ત્યારબાદ ઓક્ટોબર 2024 સુધી ઇન્સ્ટન્ટ ટ્રેડ સેટલમેન્ટ લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે.





