Trafiksol IPO Cancel By SEBI: સેબી દ્વારા ટ્રેફિકસોલ આઈટીએસ ટેકનોલોજી આઈપીઓ રદ, રોકાણકારોને પૈસા રિફંડ કરવા આદેશ, જાણો સમગ્ર મામલો

SEBI Cancel Trafiksol ITS Technologies SME IPO: ટ્રેફિકસોલ આઈટીએસ ટેકનોલોજી આઈપીઓ 345 ગણો ભરાયો હતો, જો કે ફરિયાદ બાદ બીએસઇ એ એસએમઈ આઈપીઓનું શેર લિસ્ટિંગ અટકાવી તપાસ શરૂ કરી હતી. સેબી એ હવે ટ્રેફિકસોલ આઈટીએસ ટેકનોલોજી આઈપીઓ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે.

SEBI Cancel Trafiksol ITS Technologies SME IPO: ટ્રેફિકસોલ આઈટીએસ ટેકનોલોજી આઈપીઓ 345 ગણો ભરાયો હતો, જો કે ફરિયાદ બાદ બીએસઇ એ એસએમઈ આઈપીઓનું શેર લિસ્ટિંગ અટકાવી તપાસ શરૂ કરી હતી. સેબી એ હવે ટ્રેફિકસોલ આઈટીએસ ટેકનોલોજી આઈપીઓ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Trafiksol ITS Technologies IPO | Trafiksol IPO News | SEBI | SEBI Trafiksol ITS Technologies IPO News | SME IPO

SEBI Cancel Trafiksol ITS Technologies IPO: ટ્રેફિકસોલ આઈટીએસ ટેકનોલોજી આઈપીઓ સેબીએ રદ કર્યો છે. (Express Photo)

SEBI Cancel Trafiksol ITS Technologies SME IPO: ટ્રેફિકસોલ આઈટીએસ ટેક્નોલોજીસ આઈપીઓના રોકાણકારો માટે મોટા સમાચાર આવ્યા છે. ભારતીય શેરબજાર નિયામક સેબીએ ટ્રેફિકસોલ ITS ટેક્નોલોજીસ આઈપીઓ રદ કર્યો છે. આ સાથે જ કંપનીને આઈપીઓમાં જેમને શેર એલોટમેન્ટ કરવામાં આવ્યા છે તેવા રોકાણકારોને પૈસા પરત આપવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઇયે કે, ટ્રેફિકસોલ આઈટીએસ ટેક્નોલોજીસ આઈપીઓનું શેર લિસ્ટિંગ અગાઉ બીએસઇ એ પેન્ડિંગ તપાસને પગલે અટકાવી દીધો હતો.

Advertisment

Trafiksol ITS Technologies IPO Cancel : ટ્રૅફિકસોલ ITS ટેક્નોલોજીસ IPO રદ, રિફંડ આપવા સેબીનો આદેશ

સેબીએ એ ટ્રેફિકસોલ આઈટીએસ ટેકનોલોજીસ કંપનીનો આઈપીઓ રદ કર્યો છે. સેબીએ પોતાના આદેશમાં કહ્યું કે ટ્રેફિકસોલ આઈટીએસ ટેકનોલોજીસ કંપની આઈપીઓમાં જેમને શેર એલોટમેન્ટ કરવામાં આવ્યા છે તેવા રોકાણકારોને પૈસા પરત કરે.

Trafiksol ITS Technologies IPO Refund Date : ટ્રેફિકસોલ આઈટીએસ ટેક્નોલોજીસ રિફંડ ક્યારે આપશે?

Advertisment

સેબીએ બોમ્બે સ્ટોક એક્સેચન્જ (બીએસઇ)ને બેંકો સાથે કોઓર્ડિનેશનમાં રોકાણકારોને રિફંડ કરવાની પ્રક્રિયા પર નજર રાખવા નિર્દેશ આપ્યો છે. વધુમાં જણાવ્યું છે કે, રિફંડ પ્રક્રિયા એક સપ્તાહની અંદર પૂર્ણ થવી જોઈએ. રિફંડ બાદ ડિપોઝિટરીએ કંપનીના ફાળવેલા શેર કંપનીના નામે ખોલવામાં આવેલા એક અલગ ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સેબીએ આદેશમાં કહ્યું છે કે, કંપનીને એવા શેર રદ કરવા માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ કર્યો છે, જેમા ડિપોઝિટરી દ્વારા ઉપર જણાવેલા એકાઉન્ટમાં ટ્રાન્સપર કરવામાં આવ્યા છે.

Trafiksol ITS Technologies IPO Size : ટ્રેફિકસોલ આઈટીએસ ટેક્નોલોજીસ 44.87 કરોડનો SME IPO

ટ્રેફિકસોલ આઈટીએસ ટેક્નોલોજીસ નોઇડા સ્થિત એક કંપની છે, જે ટ્રાફિક અને ટોલ મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અને ઓટોમેશન સોલ્યુશન પ્રોવાઇડ કરે છે. કંપનીએ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થવા માટે 31 મે, 2024ના રોજ બીએસઇ પાસે 44.87 કરોડના આઈપીઓ DRHP ફાઈલ કર્યું હતું. કંપનીનો આઈપીઓ 10 થી 12 સપ્ટેમ્બર 2024 દરમિયાન ખુલ્યો હતો. એકદષ્ટ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડે આ ઈસ્યુ માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર હતી.

Trafiksol ITS Technologies IPO News : ટ્રેફિકસોલ ITS ટેક્નોલોજીસ આઈપીઓ 345 ગણો ભરાયો હતો

ટ્રેફિકસોલ આઈટીએસ ટેક્નોલોજીસના આઈપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને આઈપીઓ 345 ગણો ભરાયો હતો. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 66 - 70 રૂપિયા પ્રતિ શેર હતી. આઈપીઓમાં 64.10 લાખ ઈક્વિટી શેર નવા શેર જારી કરવાામાં આવ્યા હતા.

ટ્રેફિકસોલ ITS ટેક્નોલોજીસ શેર લિસ્ટિંગ પર પ્રતિબંઘ

ટ્રેફિકસોલ ITS ટેક્નોલોજીસ આઈપીઓ શેર એલોટમેન્ટ બાદ 17 સપ્ટેમ્બરના રોજ શેર લિસ્ટેડ થવાનો હતો. સેબીને સ્મોલ ઈન્વેસ્ટર્સ વેલફેર એસોસિએશન SIREN તરફથી એક ફરિયાદ મળી, જેમા આરોપ મૂક્યો હતો કે આ આઈપીઓ લાવવાના હેતુમાં એક વેન્ડર પાસેથી 1770 કરોડ રૂપિયાની મૂલ્યના સોફ્ટવેર ખરીદી સામેલ થી, જેની નાણાકીય સ્થિતિ શંકાસ્પદ હતી અને તેણે કોર્પોરેટ બાબતોના મંત્રાલય સાથે પોતાના વાર્ષિક નાણાકીય અહેવાલ સબમિટ કર્યા ન હતા. આ ફરિયાદ બાદ બીએસઇ એ સેબીની સલાહ પર ટ્રેફિકસોલ આઈટીએસ ટેકનોલોજીસનું શેર લિસ્ટિંગ સ્થગિત રાખ્યું.

સેબીએ 16 પાનાના આદેશમાં જણાવ્યું છે કે, તારણોના આધારે, તે તારણ કાઢવું ​​વાજબી છે કે થર્ડ પાર્ટી વેન્ડર (TPV) એક શેલ એન્ટિટી છે. સ્થળ પર તપાસ દરમિયાન TPV ની ઓફિસને તાળું મારેલું જોવા મળ્યું હતું

11 ઓક્ટોબર 2024ના રોજ સેબીએ તપાસ આદેશ આપ્યો અને બીએસઇને નવા આદેશ સુધી આઈપીઓના પૈસા Interest Bearing Account માં રાખવા નિર્દેશ કર્યો હતો. હાલ તપાસ ચાલુ છે અને સેબી એ અન્ય બાબતો પર નિર્ણય લેવાનો છે, જેમા કંપનીએ તેના નાણાકીય અહેવાલમાં ગેરરીતિ કરી હોવાનો આરોપ મૂકાયો છે. કંપનીના જણાવ્યા મુજબ તેણે નાણાકીય વર્ષ 2024માં 65.81 કરોડ રૂપિયાની આવક પર 12.01 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો.

આઈપીઓ બિઝનેસ શેર બજાર