Used Car Deals: મહિન્દ્રા સ્કોર્પિયો ફક્ત 5 લાખમાં મળી જશે , જાણો શું છે આ ફાયદાકારક ડીલ

Mahindra Scorpio : જો તમે પણ ઓછા બજેટના કારણે મહિન્દ્રા સ્કોર્પિયોને ખરીદવાનું ચૂકી ગયા છો, તો અહીં જાણો આ એસયુવીના સેકન્ડ હેન્ડ મોડલ્સ પર મળતી સસ્તી ઓફર્સની વિગતો

Mahindra Scorpio : જો તમે પણ ઓછા બજેટના કારણે મહિન્દ્રા સ્કોર્પિયોને ખરીદવાનું ચૂકી ગયા છો, તો અહીં જાણો આ એસયુવીના સેકન્ડ હેન્ડ મોડલ્સ પર મળતી સસ્તી ઓફર્સની વિગતો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Mahindra Scorpio, automobile

મહિન્દ્રા સ્કોર્પિયોની કિંમત 13.59 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 17.35 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે

Mahindra Scorpio : પેસેન્જર કાર સેગમેન્ટમાં એસયુવીની માંગ ઝડપથી વધી છે, જેના કારણે કાર નિર્માતા કંપનીઓએ ઓછી કિંમતમાં નવી ડિઝાઇન, ફિચર્સ અને એન્જિન સાથે નવી એસયુવી લોન્ચ કરે છે. સેગમેન્ટમાં હાલની રેન્જમાંની એક મહિન્દ્રા સ્કોર્પિયો છે, જે છેલ્લા ઘણા વર્ષોથી આ સેગમેન્ટમાં એક લોકપ્રિય નામ છે. મહિન્દ્રાની સ્કોર્પિયો યુવાનોમાં ઘણી લોકપ્રિય કાર છે.

Advertisment

મહિન્દ્રા સ્કોર્પિયોની કિંમત 13.59 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 17.35 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. આ એસયુવીની કિંમત એક મોટું કારણ છે, જેના કારણે ઓછા બજેટના કારણે તેને પસંદ કરનારા લોકો તેને ખરીદી શકતા નથી.

જો તમે પણ ઓછા બજેટના કારણે મહિન્દ્રા સ્કોર્પિયોને ખરીદવાનું ચૂકી ગયા છો, તો અહીં જાણો આ એસયુવીના સેકન્ડ હેન્ડ મોડલ્સ પર મળતી સસ્તી ઓફર્સની વિગતો, જેના દ્વારા તમે આ એસયુવીને અડધાથી પણ ઓછી કિંમતમાં ઘરે લઇ જઇ શકશો.

Second Hand Mahindra Scorpio

સેકન્ડ હેન્ડ મહિન્દ્રા સ્કોર્પિયો પર પહેલી ઓફર DROOM વેબસાઇટ પર છે, જ્યાં 2015 મોડલ સ્કોર્પિયોને લિસ્ટ કરવામાં આવી છે, જે ગુરુગ્રામમાં રજિસ્ટર્ડ છે. એસયુવીની કિંમત 5 લાખ રૂપિયા છે અને તેની સાથે ફાઇનાન્સ પ્લાન પણ મળી જશે.

Advertisment

આ પણ વાંચો - Vivo Y03 સ્માર્ટફોનમાં છે 5000mAh બેટરી અને 12GB સુધી રેમ સપોર્ટ, કિંમત સાત હજારથી પણ ઓછી

Used Mahindra Scorpio

વપરાયેલી મહિન્દ્રા સ્કોર્પિયો માટેનો બીજો સોદો ઓએલએક્સ વેબસાઇટ પરથી મેળવી શકાય છે. અહીં વેચાણ માટે લિસ્ટેડ સ્કોર્પિયોનું 2016નું મોડલ આપવામાં આવ્યું છે, જે દિલ્હીમાં રજિસ્ટર્ડ છે. એસયુવીની ખરીદી પર સેલર દ્વારા લોન પ્લાન પણ આપવામાં આવી રહ્યો છે અને તેની કિંમત 6.9 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

Mahindra Scorpio Second Hand

મહિન્દ્રા સ્કોર્પિયો સેકન્ડ હેન્ડ મોડલ પર સસ્તી ડીલનો લાભ કારટ્રેડ વેબસાઇટ પરથી મળી શકે છે. અહીં દિલ્હી નંબર વાળી મહિન્દ્રા સ્કોર્પિયોનું 2017નું મોડેલ વેચાણ માટે ઉપલબ્ધ છે. આ મોડલની કિંમત સેલરે 7.5 લાખ રૂપિયા નક્કી કરી છે, સાથે જ ઝીરો ડાઉન પેમેન્ટ વાળો ફાઈનાન્સ પ્લાન પણ ઓફર કરવામાં આવી રહ્યો છે.

ટેકનોલોજી બિઝનેસ