/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Senores-Pharmaceuticals-IPO-1.jpg)
Senores Pharmaceuticals IPO: સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ શેર લિસ્ટિંગ 30 ડિસેમ્બરે બીએસઇ અને એનએસઈ પર થશે. (Photo: Freepik)
Senores Pharmaceuticals IPO GMP (સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ આઈપીઓ જીએમપી) : ગુજરાતની ફાર્મા કંપની સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ આઈપીઓ સબ્સક્રાઇપ માટે ખુલી ગયો છે. સેનોરેસ ફાર્માનો આઈપીઓમાં 20 ડિસેમ્બર થી 24 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશે. 500 કરોડ રૂપિયાનો મેઇનબોર્ડ આઈપીઓના શેર બીએસઇ એનએસઇ પર લિસ્ટિંગ થશે. આ ફાર્મા કંપની આઈપીઓ હેઠળ 582 કરોડ રૂપિયાના નવા શેર જારી કરશે. ઉપરાંત પ્રમોટર સહિત હાલના શેરધારકો દ્વારા 21 લાખ ઇક્વિટી શેરનું વેચાણ ઓફર ફોર સેલ (OFS) રૂટ હેઠળ થશે. આ ઓફરમાં કંપનીના કર્મચારીઓ માટે 75000 ઇક્વિટી શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે.
Senores Pharmaceuticals IPO Issue Price: સેનોરેસ ફાર્માસ્યુટિકલ આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ
સેનોરેસ ફાર્માસ્યુટિકલ આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 372 - 391 રૂપિયા રાખી છે. કુલ 582.11 કરોડ રૂપિયાના આઈપીઓ લોટ સાઇઝ 38 શેર છે. આ આઈપીઓમાં 500 કરોડ રૂપિયાના 1,27,87,723 શેર જારી કરવામાં આવે છે. તો 82.11 કરોડ રૂપિયાના 21,00,000 ઇક્વિટી શેર ઓફર ફોર સેલ (OFS) હેઠળ વેચવામાં આવેશે.
Senores Pharmaceuticals IPO: સેનોરેસ ફાર્માસ્યુટિકલ પ્રમોટર શેરહોલ્ડિંગ
સેનોરેસ ફાર્માસ્યુટિકલના પ્રમોટર સ્વપ્નિલ જતિન ભાઇ શાહ, અશોક કુમાર વિજય સિંહ બારોટ અને સંગીતા મુકુર બારોટ OFS હેઠળ 11 લાખ ઇક્વિટી શેર વેચશે. બાકીના 10 લાખ શેર અન્ય શેરધારક પ્રકાશ એમ સંઘવી દ્વારા વેચવામાં આવશે. DRHP દાખલ કરતા સમયે કંપનીાં પ્રમોટરનું શેરહોલ્ડિંગ 66.67 ટકા છે અને બાકીનું 33.33 ટકા શેર હિસ્સો સંઘવી પરિવાર સહિત અન્ય શેરધારકો પાસે છે. કંપનીએ હજી સુધી આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ અને લોટ સાઇઝની વિગત જાહેર કરી નથી.
સેનોરેસ ફાર્માના આઈપીઓમાં નેટ ઇસ્યુ (કર્મચારીના અનામત શેર બાદ કરતા) નો 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે, 15 ટકા નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અને બાકીના 10 ટકા શેર નાના રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Senores-Pharmaceuticals-IPO.jpg)
Senores Pharmaceuticals IPO Share Listing Date: સેનોરસ ફાર્મા આઈપીઓ શેર લિસ્ટિંગ તારીખ
સેનોરેસ ફાર્માસ્યુટિકલ આઈપીઓ 24 ડિસેમ્બરે બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 26 ડિસેમ્બરે કરવામાં આવશે. ત્યારબાદ કંપનીનો શેર લિસ્ટિંગ BSE અને NSE પર 30 ડિસેમ્બરે થશે.
Senores Pharmaceuticals IPO: સેનોરસ ફાર્માસ્યુટિકલ આઈપીઓ બ્રોકરેજ વ્યૂ
બ્રોકરેજ હાઉસ SBI સિક્યોરિટીઝે સેનોરેસ ફાર્માસ્યુટિકલ આઈપીઓ માટે સબસ્ક્રાઇબ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ કહે છે કે તેના નજીકના સાથીદારોની તુલનામાં આઈપીઓ ઇસ્યુ વિવિધ મૂલ્યાંકન અને નાણાકીય પરિમાણોના આધારે વાજબી કિંમતનો હોવાનું જણાય છે. બ્રોકરેજે રોકાણકારોને લાંબા ગાળાના રોકાણના પરિપ્રેક્ષ્ય સાથે કટ-ઓફ ભાવે આઈપીઓ સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે.
બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીએ પણ સેનોરસ ફાર્માના IPO પર સબસ્ક્રાઇબ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ કહે છે કે સેનોરેસ ફાર્મા મુખ્યત્વે યુએસ, કેનેડા અને યુકેના નિયમનવાળા બજારો માટે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ વિકસાવે છે અને તેનું ઉત્પાદન કરે છે. તે ઊભરતાં બજારોમાં પણ સેવાઓ પૂરી પાડે છે. 43 દેશોમાં હાજરી સાથે, કંપની ક્રિટિકલ કેર ઇન્જેક્ટેબલ, API અને જટિલ વિશેષતા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
Senores Pharmaceuticals IPO GMP: સેનોરેસ ફાર્મા આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ
સેનોરેસ ફાર્મા આઈપીઓ માટે રોકાણકારો ઉત્સુક છે. સેનોરસ ફાર્માના આઈપીઓ ને લઈ ગ્રે માર્કેટમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. કંપનીનો અનલિસ્ટેડ સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ. 150ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જે તેની 391 રૂપિયાની આઈપીઓ ઇસ્યુ પ્રાઇસની તુલનામાં 38 ટકા પ્રીમિયમ દર્શાવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/IPO-7.jpg)
Senores Pharmaceuticals IPO ના પૈસા ક્યા વાપરશે?
સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ એટલાંટા ફેસિલિટીમાં સ્ટેરાઇલ ઇન્જેક્શનના પ્રોડક્શન માટે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવા માટે ફ્રેશ ઇસ્યુ માંથી મળનાર આવક (ઓફર ખર્ચ સિવાય) માંથી 107 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ઉપરાંત 93.7 કરોડ રૂપિયાનો ઉપયોગ દેવાની ચૂકવણી અને 102.74 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલની જરૂરિયાત પુરી કરવા માટે કરશે. બાકીના નાણાંનો ઉપયોગ ઇનઓર્ગેનિક ગ્રોથ અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
Senores Pharmaceuticals Share Listing Date: સેનોરેસ ફાર્માસ્યુટિકલ શેર લિસ્ટિંગ તારીખ
આઈપીઓ બંધ થયા બાદ સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ કંપનીનો શેર 30 ડિસેમ્બરના રોજ મેઇનબોર્ડ બીએસઇ અને એનએસઇ પર શેર લિસ્ટિંગ થશે. ઇક્વિરસ કેપિટલ, એમ્બિટ અને નુવામાં વેલ્થ મેનેજમેન્ટ આ ઇસ્યુના બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરશે. સેનોરેસ ફાર્મા એ જુલાઇના અંતમાં સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દાખલ કર્યા બાદ 15 ઓક્ટોબરે આઈપીઓ લાવવા મંજૂરી મળી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/IPO-Open-This-Week.jpg)
Senores Pharmaceuticals Financial Statements: સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ નાણાકીય સ્થિતિ
સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સનો બિઝનેસ મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને યુકેના માર્કેટમાં ફેલાયેલો છે. આ ફાર્મા કંપની 43 દેશોના ઉભરતા બજારોમાં હાજરી ધરાવે છે. તે ક્રિટિકલ કેર ઇન્જેક્ટેબલ અને એપીઆઈ (એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇનગ્રેડિયન્ટ્સ) બનાવે છે.
આ પણ વાંચો | વર્ષ 2024ના ટોપ 10 IPO જેમા રોકાણકારો થયા માલામાલ, 300 ટકાથી વધુ વળતર
સેનોરેસ ફાર્મા કંપનીનો માર્ચ 2024માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં ચોખ્ખો નફો 4 ગણો વધી 32.7 કરોડ રૂપિયા થયો છે, જે પાછલા નાણાં વર્ષમાં 8.4 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક નાણાકીય વર્ષ 2024માં 5 ગણી વધી 214.5 કરોડ રૂપિયા થઇ છે, જે અગાઉના વર્ષમાં 35.3ક રોડ રૂપિયા હતી. સપ્ટેમ્બર 2024માં સમાપ્ત થેલા છ મહિનામાં કંપનીએ 181 કરોડ રૂપિયાની આવક પર 23.94 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us