/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Senores-Pharmaceuticals-IPO.jpg)
Senores Pharmaceuticals IPO: સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ આઈપીઓ 20 ડિસેમ્બર ખુલશે. (Photo: Freepik)
Senores Pharmaceuticals IPO: ગુજરાતની ફાર્મા કંપની સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ આઈપીઓ લાવી રહી છે. સેનોરેસ ફાર્માનો 500 કરોડ રૂપિયાનો આઈપીઓ 20 ડિસેમ્બર સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. આ મેઇનબોર્ડ આઇપીઓ છે અને કંપનીના શેર બીએસઇ એનએસઇ પર લિસ્ટિંગ થશે. આ ફાર્મા કંપની આઈપીઓ હેઠળ 500 કરોડ રૂપિયાના નવા શેર જારી કરશે. ઉપરાંત પ્રમોટર સહિત હાલના શેરધારકો દ્વારા 21 લાખ ઇક્વિટી શેરનું વેચાણ ઓફર ફોર સેલ (OFS) રૂટ હેઠળ થશે. આ ઓફરમાં કંપનીના કર્મચારીઓ માટે 75000 ઇક્વિટી શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે.
Senores Pharmaceuticals IPO : સેનોરેસ ફાર્માસ્યુટિકલ આઈપીઓ
સેનોરેસ ફાર્માસ્યુટિકલના પ્રમોટર સ્વપ્નિલ જતિન ભાઇ શાહ, અશોક કુમાર વિજય સિંહ બારોટ અને સંગીતા મુકુર બારોટ OFS હેઠળ 11 લાખ ઇક્વિટી શેર વેચશે. બાકીના 10 લાખ શેર અન્ય શેરધારક પ્રકાશ એમ સંઘવી દ્વારા વેચવામાં આવશે. DRHP દાખલ કરતા સમયે કંપનીાં પ્રમોટરનું શેરહોલ્ડિંગ 66.67 ટકા છે અને બાકીનું 33.33 ટકા શેર હિસ્સો સંઘવી પરિવાર સહિત અન્ય શેરધારકો પાસે છે. કંપનીએ હજી સુધી આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ અને લોટ સાઇઝની વિગત જાહેર કરી નથી.
સેનોરસ ફાર્માસ્યુટિકલ આઈપીઓ 20 ડિસેમ્બર ખુલશે અને 24 ડિસેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે આ આઈપીઓ 19 ડિસેમ્બર ખુલસે. નેટ ઇસ્યુ (કર્મચારીના અનામત શેર બાદ કરતા) નો 75 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે, 15 ટકા નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અને બાકીના 10 ટકા શેર નાના રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.
Senores Pharmaceuticals IPO ના પૈસા ક્યા વાપરશે?
સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ એટલાંટા ફેસિલિટીમાં સ્ટેરાઇલ ઇન્જેક્શનના પ્રોડક્શન માટે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવા માટે ફ્રેશ ઇસ્યુ માંથી મળનાર આવક (ઓફર ખર્ચ સિવાય) માંથી 107 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ઉપરાંત 93.7 કરોડ રૂપિયાનો ઉપયોગ દેવાની ચૂકવણી અને 102.74 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલની જરૂરિયાત પુરી કરવા માટે કરશે. બાકીના નાણાંનો ઉપયોગ ઇનઓર્ગેનિક ગ્રોથ અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
Senores Pharmaceuticals Share Listing Date: સેનોરેસ ફાર્માસ્યુટિકલ શેર લિસ્ટિંગ તારીખ
આઈપીઓ બંધ થયા બાદ સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ કંપનીનો શેર 30 ડિસેમ્બરના રોજ મેઇનબોર્ડ બીએસઇ અને એનએસઇ પર શેર લિસ્ટિંગ થશે. ઇક્વિરસ કેપિટલ, એમ્બિટ અને નુવામાં વેલ્થ મેનેજમેન્ટ આ ઇસ્યુના બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરશે. સેનોરેસ ફાર્મા એ જુલાઇના અંતમાં સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દાખલ કર્યા બાદ 15 ઓક્ટોબરે આઈપીઓ લાવવા મંજૂરી મળી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/IPO-Open-This-Week.jpg)
Senores Pharmaceuticals Financial Statements: સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ નાણાકીય સ્થિતિ
સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સનો બિઝનેસ મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને યુકેના માર્કેટમાં ફેલાયેલો છે. આ ફાર્મા કંપની 43 દેશોના ઉભરતા બજારોમાં હાજરી ધરાવે છે. તે ક્રિટિકલ કેર ઇન્જેક્ટેબલ અને એપીઆઈ (એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇનગ્રેડિયન્ટ્સ) બનાવે છે.
આ પણ વાંચો | નવા સપ્તાહે 9 IPO ખુલશે અને 12 શેર લિસ્ટેડ થશે
સેનોરેસ ફાર્મા કંપનીનો માર્ચ 2024માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં ચોખ્ખો નફો 4 ગણો વધી 32.7 કરોડ રૂપિયા થયો છે, જે પાછલા નાણાં વર્ષમાં 8.4 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક નાણાકીય વર્ષ 2024માં 5 ગણી વધી 214.5 કરોડ રૂપિયા થઇ છે, જે અગાઉના વર્ષમાં 35.3ક રોડ રૂપિયા હતી. સપ્ટેમ્બર 2024માં સમાપ્ત થેલા છ મહિનામાં કંપનીએ 181 કરોડ રૂપિયાની આવક પર 23.94 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us