Sensex 80000 Record High: સેન્સેક્સ પ્રથમવાર 80000 પાર, આ 10 લાર્જકેપ શેર જેમા મળ્યું બમ્પર રિટર્ન

Sensex 80000 Hits, Nifty All Time High: શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી સતત ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. 7 મહિનામાં સેન્સેક્સ 10000 પોઇન્ટ વધ્યો અને 80000 થયો છે. આ દરમિયાન 30 લાર્જકેપ શેરના ટોચના 10 સ્ટોકમાં રોકાણકારોને જબરદસ્ત રિટર્ન મળ્યું છે.

Sensex 80000 Hits, Nifty All Time High: શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી સતત ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. 7 મહિનામાં સેન્સેક્સ 10000 પોઇન્ટ વધ્યો અને 80000 થયો છે. આ દરમિયાન 30 લાર્જકેપ શેરના ટોચના 10 સ્ટોકમાં રોકાણકારોને જબરદસ્ત રિટર્ન મળ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Sensex 80000 Level | Sensex All Time High | Sensex Record Level | Share market All Time High | NSE Nifty | BSE Sensex

Sensex 80000 Mark : શેરબજાર સૂચકાંક સેન્સેક્સે પહેલીવાર 80000 સપાટી કુદાવી છે.

Sensex 80000 Hits, Nifty All Time High: શેરબજાર સેન્સેક્સે 80000ની સપાટી કુદાવી ઇતિહાસ રચ્યો છે. 3 જુલાઇ, 2024ના રોજ બીએસઇ સેન્સેક્સ પહેલીવાર 80000 લેવલે સપાટી કુદાવી 80074 સુધીની ઉંચાઇએ પહોંચ્યો હતો, જે ઐતિહાસિક ટોચ છે. બજારમાં છેલ્લા ઘણા દિવસથી પ્રી બજેટ રેલી શરૂ થઇ છે અને શેરબજારના સૂચકાંક સતત નવા શિખર સર કરી રહ્યા છે. માત્ર 6 મહિનામાં સેન્સેક્સ 10000 પોઇન્ટ વધ્યો છે. શેરબજારની તેજીમાં સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોક પણ નોંધપાત્ર વધ્યા છે.

Advertisment

2024માં શેરબજાર એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યું છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી ફરી તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. સેન્સેક્સે પ્રથમ વખત 80000ની સપાટી કુદાવી છે. આ અગાઉ 11 ડિસેમ્બર 2023ના રોજ સેન્સેક્સે 70000ની સપાટી વટાવી હતી. સેન્સેક્સને 10000 પોઇન્ટ વધવામાં 7 મહિનાથી ઓછો સમય લાગ્યો છે. જ્યારે સેન્સેક્સને 65000 થી 70000 સુધી પહોંચવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો. તો 60000 થી 70000 વચ્ચેની સફર 2 વર્ષથી વધુ સમય માટે આવરી લેવામાં આવી હતી. જો આ વર્ષની વાત કરીએ તો સેન્સેક્સમાં 11 ટકા અથવા લગભગ 7650 પોઈન્ટનો વધારો થયો છે. સેન્સેક્સને 70 હજારથી 80 હજાર સુધી લઈ જવામાં ઘણા બ્લુચીપ શેરનું યોગદાન છે.

share marekt | sensex nifty | bse sensex | nse nifty | stock market new high | bse marketcap
Share Market : શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચી સપાટીએ પહોંચ્યા છે. (Photo - Freepik)

સેન્સેક્સઃ 10000 થી 80000 સુધીની સફર

સેન્સેક્સ @ 10000 : 7 ફેબ્રુઆરી 2006

સેન્સેક્સ @ 20000 : 11 ડિસેમ્બર 2007

સેન્સેક્સ @ 30000 : 26 એપ્રિલ 2017

સેન્સેક્સ @ 40000 : 3 જૂન 2019

સેન્સેક્સ @ 50000 : 3 ફેબ્રુઆરી 2021

સેન્સેક્સ @ 60000 : 24 સપ્ટેમ્બર 2021

સેન્સેક્સ @ 70000 : 11 ડિસેમ્બર 2023

સેન્સેક્સ @ 80000 : 3 જુલાઈ 2024

સેન્સેક્સ 1986 માં શરૂ થયો હતો અને 1990 માં 1000 પોઈન્ટ્સ સુધી પહોંચવામાં 970 ટ્રેડિંગ સેશન લાગ્યા હતા. ત્યારબાદ સેન્સેક્સ 270 સેશનમાં 1000 પોઈન્ટ્સ સુધી પહોંચ્યો હતો. તો ઓક્ટોબર 1999માં સેન્સેક્સ પ્રથમવાર 5000નું લેવલ સ્પર્શ્યુ હતું. તો 10000 થવામાં તેને બીજા 7 વર્ષ લાગ્યા હતા. એટલે કે ફેબ્રુઆરી 2006 માં સેન્સેક્સ 10000 થયો હતો.

Advertisment

2024: સેન્સેક્સ 30 બ્લુચીપ શેરના ટોપ ગેઇનર

  • M&M : 66%
  • પાવર ગ્રીડ કોર્પોરેશન : 41%
  • ભારતી એરટેલ : 38%
  • SBI : 30%
  • ટાટા સ્ટીલ : 26%
  • ટાટા મોટર્સ : 25%
  • સન ફાર્મા : 21%
  • ICICI બેંક : 21%
  • NTPC : 20%
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ : 20%
share market tips | stock market trading tips in gujarati | return on share market
Share Market Trading Tips: શેરબજારની ટ્રેડિંગ ટીપ્સ (Image: Freepik)

આ પણ વાંચો | અદાણી ગ્રૂપને થયુ હતું 150 અબજ ડોલરનું નુકસાન, હિંડનબર્ગ રિસર્ચે કેટલી કમાણી કરી

વર્ષ 2024માં સેન્સેક્સ 7650 પોઈન્ટ વધ્યો

વર્ષ 2024ની શરૂઆતથી શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચી સપાટીએ પહોંચી રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સ 7650 પોઈન્ટ એટલે કે લગભગ 11 ટકા કરતા વધુ ઉછળ્યો છે. તો એનએસઇ નિફ્ટી 2525 પોઇન્ટ એટલે કે 11.50 ટકા વધ્યો છે. આ સમયગાળા દરમિયાન મિડકેપ ઈન્ડેક્સમાં 26 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 22 ટકાનો ઉછાળો આવ્યો છે. બેન્ક નિફ્ટીમાં 10 ટકા અને નિફ્ટી આઇટીમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે. બ્રોડર માર્કેટ એટલે કે BSE500 લગભગ 17.29 ટકા વધ્યું છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ Investment શેર બજાર