scorecardresearch

સંવત 2079માં શેરબજાર નવી ઉંચાઇએ પહોંચશે, ક્યાં સ્ટોકમાં મળશે કમાણીનો મોકો? જાણો

Stock market outlooks in Samvat 2079 : વિતેલ વિક્રમ સંવત 2078 (Samvat 2078) શેરબજાર (stock market)ના ખેલાડીઓ માટે નિરાશાજનક વિત્યુ છે અને હવે નવા સંવત 2079 (Samvat 2079)માં સેન્સેક્સ (sensex)- નિફ્ટી (nifty) નો દેખાવ કેવો રહેશે તેની આગાહીઓ થવાની શરૂ થઇ ગઇ છે.

સંવત 2079માં શેરબજાર નવી ઉંચાઇએ પહોંચશે, ક્યાં સ્ટોકમાં મળશે કમાણીનો મોકો? જાણો

વિતેલ વિક્રમ સંવત 2078 શેરબજારના ખેલાડીઓ માટે નિરાશાજનક વિત્યુ છે અને હવે હવે નવા સંવત 2079 (Samvat 2079)માં સેન્સેક્સ – નિફ્ટીનો દેખાવ કેવો રહેશે તેની આગાહીઓ થવાની શરૂ થઇ ગઇ છે.

વિક્રમ સંવત 2078ની વાત કરીએ તો શેરબજારમાં ઘણી અફરાતફરી જોવા મળી હતી. આ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 60,000 અને 18,000ના લેવલને પાર કરી ગયા હતા. જો કે શેરબજારમાં જ્યારે ઉછાળો આવ્યો ત્યારે વેચવાલી પણ આવી અને સેન્સેક્સ-નિફ્ટી ઉંચા સ્તરેથી ઘટ્યા હતા.

આ એકંદરે સમગ્ર વર્ષ દરમિયાન બજાર પર દબાણ રહ્યું હતું. વિતેલ સંવત 2078ની શરૂઆતમાં કોરોના મહામારીની અસર, રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે ભૌગોલિક રાજકીય તણાવ, મોંઘવારી, મંદીની દહેશત, વ્યાજદરોમાં વધારો, વિદેશી રોકાણકારો (FPI)ની વેચવાલીને કારણે સમગ્ર વર્ષ દરમિયાન બજારમાં અનિશ્ચિતતા જોવા મળી હતી. જોકે, માર્કેટ એક્સપર્ટ્સ અને બ્રોકરેજ હાઉસોનું માનવું છે કે સેન્ટિમેન્ટ મજબૂત બની શકે છે અને માર્કેટનો લોંગ ટર્મ આઉટલૂક એકંદરે પ્રોત્સાહક છે.

શેરબજારમાં લાંબા ગાળે કમાણીની સંભાવના

બ્રોકરેજ હાઉસ કોટક સિક્યોરિટીઝનું કહેવું છે કે ભારતીય બજાર માટે એકંદરે લાંબા ગાળાનું સેન્ટિમેન્ટ સારું દેખાઈ રહ્યું છે. વપરાશ મજબૂત છે, માસિક GST કલેક્શન પણ સતત 1.5 લાખ કરોડ રૂપિયાની આસપાસ ટકેલું છે. સપ્ટેમ્બરમાં હાઉસિંગ વેચાણમાં પણ વાર્ષિક ધોરણે 49 ટકાનો વધારો જોવા મળ્યો હતો. મેન્યુફેક્ચરિંગ PMI 55.2 પર છે. મેક્રો ઇકોનોમીની સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે.

મધ્ય ગાળામાં, ભારતીય અર્થતંત્રને સાનુકૂળ પોલિસીથી સેન્ટિમેન્ટને ટેકો મળવાની અપેક્ષા છે. મૂડીખર્ચમાં વધારો થઇ શકે છે, સપ્લાય ચેઇન સુધરી રહી છે, ક્ષમતાના ઉપયોગમાં સુધારો થયો છે, સરકાર PLI સ્કીમ મારફતે ઉદ્યોગજગતને સપોર્ટ કરી રહી છે. ઉપરાંત ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં સારો વરસાદ પડવાથી પણ બજારની માનસિકતા એકંદરે મજબૂત રહેલી છે.

સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ બનાવશે

નવા વિક્રમ સંવત 2079ની શરૂઆત દિવાળીના મુહૂર્ત સાથે થઈ ઘઇ છે. બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝે આગામી દિવાળી સુધી નિફ્ટી માટે 19425નો લક્ષ્યાંક રાખ્યો છે. બીજી તરફ, બ્રોકરેજ હાઉસ કોટક સિક્યોરિટીઝનું માનવું છે કે સંવત 2079ના અંત સુધીમાં ભારતીય શેરબજાર તેની નવી ઊંચાઈએ પહોંચી શકે છે. જેમાં નિફ્ટી 20,000ર અને સેન્સેક્સ 66,000ની નવી ઉંચી સપાટીને સ્પર્શી શકે છે.

ક્યાં સેક્ટરમાં થશે કમાણી

બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર વિક્રમ સંવત 2079માં બેન્કિંગ, કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટો, આઈટી, ઓઈલ એન્ડ ગેસ અને મેટલ સેક્ટરમાં મજબૂત ફંડામેન્ટલ્સને પગલે કમાણી ધવાની અપેક્ષા છે.

બ્રોકરેજ હાઉસ કોટક સિક્યોરિટીઝનું કહેવું છે કે વિક્રમ સંવત 2079માં બેન્કિંગ સેક્ટર પર ધ્યાન રાખવું. ઉપરાંત હાઉસિંગ, ઓટો સેક્ટરમાં પણ રિકવરીની આશા છે. કેપિટલ ગુડ્સ અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી કંપનીઓ માટે પણ સેન્ટિમેન્ટ સારું છે. કોમોડિટીના ભાવમાં ઘટાડો અને નબળી રિકવરીની અસર મેટલ અને માઇનિંગ સેક્ટર પર જોવા મળશે. નવું સંવત આઇટી સેક્ટર માટે તણાવપૂર્ણ રહી શકે છે. જ્યારે કેમિકલ સેક્ટર સંવત 2079માં સારું પ્રદર્શન કરી શકે છે. કોરોના સંક્રમણના ઘટતા કેસો અને રૂપિયાની નબળાઈથી ફાર્મા સેક્ટરને ફાયદો થવાની અપેક્ષા છે.

આઉટલુક અને વેલ્યૂએશનઃ-

બ્રોકરેજ હાઉસ કહે છે કે નિફ્ટી-50 ઇન્ડેક્સ હાલમાં FY23ના 21.4 ગણા પીઇ પર અને FY24ના 18.6 ગણા પીઇ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ એકંદરે માર્કેટની વેલ્યૂએશન આકર્ષક છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ બજારમાં ઘટાડો આવશે ત્યારે લાંબા ગાળાના આઉટલૂકને ધ્યાનમાં રાખી આકર્ષક નફો મેળવવા પોર્ટફોલિયોમાં ક્વોલિટી સ્ટોક ઉમેરવાની તક મળશે.

બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર નજીકના ગાળામાં નિફ્ટી માટે 16500-16000 અને સેન્સેક્સ માટે 55000-54000નો સપોર્ટ ઝોન છે, જ્યારે નિફ્ટી માટે 18000-18500 અને સેન્સેક્સ માટે 60000-61500નું લેવલ રેઝિસ્ટન્સ ઝોન છે. જો નિફ્ટી અને સેન્સેક્સ આ પ્રતિકાર સ્તરને કુદાવી જાય તો તે 19500-20000 અને 64500-66000ના સ્તર સુધી જઇ શકે છે.

Web Title: Sensex and nifty may hits new all time high level in samvat

Best of Express