/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Share-Market-Sensex-Crash.jpg)
શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાયો છે.
Share Market Sensex Crash: શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇટ બન્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારે અફરાતફી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો હતો. બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ટોચથી 1600 પોઇન્ટ કરતા વધુ તૂટ્યો અને 74000 નીચે બંધ થયો છે, જે સપ્તાહની નીચી સપાટી છે. તો એનએસઇ નિફ્ટી પણ 172 પોઇન્ટ તૂટ્યો છે. કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામ અને ઉંચા મથાળે પ્રોફિટ બુકિંગથી સ્ટોક માર્કેટ તુટ્યું છે. શેરબજારમાં મોટા કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે.
સેન્સેક્સ ફરી 74000 નીચે બંધ
શેરબજાર સેન્સેક્સમાં હેવીવેઇટ્સ સ્ટોકમાં પ્રોફિટ બુકિંગથની માર્કેટ ઘટીને સપ્તાહની નીચી સપાટીએ બંધ થયું છે. બીએસઇ સેન્સેક્સ 74511ના બંધ સામે ઉંચા ગેપમાં શુક્રવારે 75017 ખૂલ્યો હતો અને 75095ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. જો કે ટ્રેડિંગ સેશનના શરૂઆતના કલાકમાં જ ઉંચા મથાળે હેવીવેઇટ્સ ઓટો, આઈટી અને બેન્કિંગ સ્ટોકમાં વેચવાલી નીકળતા માર્કેટ કકડભૂસ થયું હતું. ઇન્ટ્રા-ડે ટોચથી સેન્સેક્સમાં અધધધ 1628 પોઇન્ટનો કડાકો બોલાયો છે. સેશનના અંતે સેન્સેક્સ 733 પોઇન્ટ તૂટી 73878 બંધ થયો છે, જે સપ્તાહની સૌથી નીચી સપાટી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/share-market-down.jpg)
નિફ્ટી અને બેંક નિફ્ટી તૂટ્યા
સેન્સેક્સની જેમ એનએસઇ નિફ્ટી અને બેંક નિફ્ટી તૂટ્યા છે. એનએસઇ નિફ્ટી 172 પોઇન્ટ ઘટી 22475 બંધ થયો છે. તો બેંક નિફ્ટી 307 પોઇન્ટની નુકસાનીમાં 48923 બંધ થયો છે.
ભારે વેચવાલીના માહોલમાં બીએસઇના તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં હતા. બીએસઇ મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ અડધા ટકા સુધી ઘટ્યા હતા. સેક્ટોરિયલ ઈન્ડાઇસિસમાં ટેક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ ઇન્ડેક્સ 1 થી દોઢ ટકા જેટલા ઘટ્યા હતા.
સેન્સેક્સના ટોપ 5 લુઝર હેવીવેઇટ્સ શેર
આજે સેન્સેક્સના 30માંથી 6 શેર અને એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સના 35 શેર ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના સૌથી વધુ ઘટેલા 5 હેવીવેઇટ્સ શેરમાં લાર્સન ટુર્બો 2.7 ટકા, મારુતિ 2.4 ટકા, નેસ્લે ઈન્ડિયા 2.2 ટકા, રિલાયન્સ 2.2 ટકા અને ભારતી એરટેલ 2 ટકા તૂટ્યા છે. રિલાયન્સનો શેર 2 ટકા ઘટવાથી સેન્સેક્સને 192 પોઇન્ટ અને એલ એન્ટ ડીથી 102 પોઇન્ટનું નુકસાન થયું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/bse-sensex-30-heavy-stocks-price.jpg)
રોકાણકારોને શેરબજારમાં જંગી નુકસાન
શેરબજાર માં 700 પોઇન્ટથી વધુના કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જની માર્કેટકેપ 406.24 લાખ કરોડ રૂપિયા રહી હતી. ત્યારે અગાઉના દિવસ 2 મેના રોજ બીએસઇની માર્કેટકેપ 408.49 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોને 2.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો | આઇપીઓ માં કમાણીની તક, આગામી સપ્તાહે ખુલશે 3 IPO, ઇશ્યૂ પ્રાઇસ તમામ વિગત જાણો
આ 4 કારણથી શેરબજારમાં કડાકો બોલાયો
હેવીવેઇટ્સ શેરમાં પ્રોફિટ બુકિંગ
અમેરિકાના નોન ફાર્મ પેરેલ ડેટા
લોકસભા ચૂંટણી પરિણામને લઇ ગભરાટ
શેરબજારની ઉંચી વેલ્યૂએશન


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us