scorecardresearch

શેરબજારમાં 1.85 ટકાનો સાપ્તાહિક સુધારો, ચાંદી ₹1000 વધી, જાણો સોનાનો ભાવ

Stock Market and Gold-silver price : નવેમ્બર મહિનાનો પ્રથમ સપ્તાહ સેન્સેક્સ (sensex) – નિફ્ટી (nifty) માટે એકંદરે પ્રોત્સાહક રહ્યો પણ દિવાળી બાદ સોના-ચાંદીમાં ખરીદીનો અભાવ.

શેરબજારમાં 1.85 ટકાનો સાપ્તાહિક સુધારો, ચાંદી ₹1000 વધી, જાણો સોનાનો ભાવ

દિવાળી બાદ નવેમ્બર મહિનાનો પ્રથમ સપ્તાહે શેરબજાર માટે એકંદરે સારો રહ્યો છે. વિતેલ સપ્તાહ દરમિયા સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો છે. ચાંદી માટે પણ આ અઠવાડિયું પ્રોત્સાહક રહ્યુ છે જો કે સોના માટે નિરાશાજનક વિત્યુ છે.

શેરબજારમાં રિકવરીનો માહોલ…

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારના સૂચકાંક બીએસઇ સેન્સેક્સ 114 પોઇન્ટ વધીને 60950ના મથાળે બંધ થયો, તો એનએસઇ નિફ્ટી-50 ઇન્ડેક્સ પણ 64 પોઇન્ટના સુધારામાં 18117ના સ્તરે બંધ થયો છે. આમ સપ્તાહ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે 991 પોઇન્ટ અને 330 પોઇન્ટનો સુધારો નોંધાયો છે. ટકાવારીની રીતે સેન્સેક્સમાં 1.65 ટકા અને નિફ્ટીમાં 1.85 ટકાનો સાપ્તાહિક સુધારો નોંધાયો છે. 28 ઓક્ટોબરના રોજ સેન્સેક્સ 59959 અને નિફ્ટી 17787ના સ્તરે બંધ રહ્યા હતા.

સોનામાં નરમાઇ, ચાંદીમાં ચમકારો

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ફફડાટને કારણે સોનામાં મંદીના માહોલ જોવા મળ્યો છે. અમદાવાદના ઝવેરી બજારમાં શુક્રવારે 10 ગ્રામ સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 52,100 રૂપિયા થયો છે. તો ચાંદીની કિંમતમાં 800 રૂપિયાનો ઉછાળો આવ્યો અને એક કિગ્રાની કિંમત 59,000 રૂપિયા થઇ છે. છેલ્લા પાંચ દિવસમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે બીજી બાજુ ચાંદીની કિંમતમાં 1000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.

વિગત28 ઓક્ટોબર4 નવેમ્બરઘટાડો
સેન્સેક્સ5995960950+991 પોઇન્ટ
નિફ્ટી1778718117+330 પોઇન્ટ
સોનું5260052100-₹500
ચાંદી5800059000+₹1000
ડોલર સામે રૂપિયામાં મજબૂતી

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં એકંદરે રિકવરીનો માહોલ જોવા મળ્યો છે. શુક્રવારે ડોલર સામે ભારતીય રૂપિયો 47 પૈસાની મજબૂતીમાં 82.41ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહના છેલ્લા દિવસે ડોલર સામે રૂપિયો 82.85ના ભાવે ખૂલ્યો હતો અને છેલ્લે 47 પોઇન્ટ સુધરીને 82.41ની સપાટીએ બંધ થયો છે. ગુરુવારે રૂપિયો 82.88ની સપાટીએ રૂપિયો બંધ થયો હતો.

Web Title: Sensex nifty and gold silver weekly report stock market news

Best of Express