Share Market News : શેરબજાર બે દિવસ બાદ રિકવર, IT અને બેંક શેરમાં ઉછાળો

Share Market Today News Highlight : સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. બીએસઇ આઈટી ઇન્ડેક્સ 1240 પોઇન્ટ, બેંકેક્સ 780 પોઇન્ટ ઉછળ્યા છે. ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રામાં 5 ટકાથી વધુ તેજી જોવા મળી છે.

Share Market Today News Highlight : સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. બીએસઇ આઈટી ઇન્ડેક્સ 1240 પોઇન્ટ, બેંકેક્સ 780 પોઇન્ટ ઉછળ્યા છે. ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રામાં 5 ટકાથી વધુ તેજી જોવા મળી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market Today News Highlight : શેરબજાર સૂચંકાક સેન્સેક્સ નિફ્ટી બે દિવસ બાદ વધીને બંધ થયા છે. શુક્રવારે સેન્સેક્સ 188 પોઇન્ટ વધી 83570 અને નિફ્ટી 29 પોઇન્ટ સુધરી 25694 બંધ થયો હતો. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,456 થી  84,134 હતી. આઈટી અને બેંક શેરમાં તેજીથી શેરબજાર રિકવર થયું છે. આજે બીએસઇની માર્કેટકેપ 467.84 લાખ કરોડ રૂપિયા થઇ છે.

Advertisment

શેરબજાર સૂચંકાક સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે સકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ 288 પોઇન્ટ વધી 83,382 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 30 પોઇન્ટ વધી 25,696 ખુલ્યો હતો. એશિયન બજારોમાં આજે મિશ્ર વલણ હતું. જાપાનનો શેર બજાર 200 પોઇન્ટ નરમ હતો. તો તાઇવાન માર્કેટ 500 પોઇન્ટથી વધુ ઉછળ્યો હતો. કોરિયા, સિંગાપોર અને ઇન્ડોનેશિયાના પણ શેરબજાર સાધારણ વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા.

જિયો ફાઈનાન્સના ત્રિમાસિક નફામાં બમણો વધારો

જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો ડિસેમ્બર ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ નફો બમણો વધીને 269 કરોડ રૂપિયા થયો છે. તો કોન્સોલિડેટેડ આવક પણ બમણી વધીને 901 કરોડે પહોંચી છે. તેનું કારણ લેન્ડિંગ, પેમેન્ટ્સ, એસેટ મેનેજમેન્ટ અને ફી આધારિત બિઝનેસની સારી કામગીરી છે. પ્રો પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ 7 ટકા વધીને 354 કરોડ રૂપિયા થઇ છે.

Bharat Coking Coal Share Listing : આજે ભારત કોકિંગ કોલ શેર લિસ્ટિંગ

આજે ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપનીના આઈપીઓ શેર BSE, NSE પર લિસ્ટિંગ થવાના છે. કંપનીનો 1071.11 કરોડ રૂપિયાનો આઈપીઓ 147 ગણો ભરાયો હતો. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 21 થી 23 રૂપિયા પ્રતિ શેર હતી. આ બીએસઇ એનએસઇ પર શેર લિસ્ટિંગ કરનાર વર્ષ 2026નો પ્રથમ મેઇનબોર્ડ આઈપીઓ છે. 

Advertisment
  • Jan 16, 2026 16:22 IST

    આઈટી અને બેંક શેરમાં તેજી

    શેરબજારમાં આજના સુધારો આઈટી અને બેંક શેરમાં રિકવરીને આભારી છે. બેંક નિફ્ટી 515 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1263 પોઇન્ટ ઉછળીને બંધ થયા છે. બીએસઇન આઈટી ઇન્ડેક્સ 1240 પોઇન્ટ, બેંકેક્સ 780 પોઇન્ટ ઉછળ્યા છે. તો કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 793 પોઇન્ટ, ઓટો 272 પોઇન્ટ, હેલ્થકેર 505 પોઇન્ટ તૂટ્યા છે. આજે બીએસઇની માર્કેટકેપ 467.84 લાખ કરોડ રૂપિયા થઇ છે.

  • Jan 16, 2026 16:20 IST

    સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

    આજે સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 11 શેર વધ્યા હતા. જેમા ઈન્ફોસિસ 5.6 ટકા, ટેક મહિન્દ્રા 5.2 ટકા, એચસીએલ ટેક 1.8 ટકા, એસબીઆઈ 1.3 ટકા અને અલ્ટ્રાટેક 1 ટકા વધ્યા હતા. તો બીજી બાજુ ટોપ 5 લુઝર શેરમા ઇટરનલ 3.9 ટકા, એશિયન પેઇન્ટ 2 ટકા, બીઇએલ, સન ફાર્મા અને મારૂતિ સુઝુકીના શેર 1.8 ટકા ઘટ્યા હતા.

  • Jan 16, 2026 16:18 IST

    શેરબજાર બે દિવસ બાદ વધીને બંધ

    શેરબજાર સૂચંકાક સેન્સેક્સ નિફ્ટી બે દિવસ બાદ વધીને બંધ થયા છે. શુક્રવારે સેન્સેક્સ 188 પોઇન્ટ વધી 83570 અને નિફ્ટી 29 પોઇન્ટ સુધરી 25694 બંધ થયો હતો. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,456 થી  84,134 હતી. આઈટી અને બેંક શેરમાં તેજીથી શેરબજાર રિકવર થયું છે.

  • Jan 16, 2026 13:17 IST

    શેરબજાર મક્કમ, આઈટી અને બેંક શેરમાં તેજી

    શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડ યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી મજબૂત છે. બપોર સુધીમાં સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 850 પોઇન્ટ ઉછળી 84,134ની ટોચે પહોંચ્યો હતો. હાલ સેન્સેક્સ 250 પોઇન્ટ સુધરીને 83650 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટ મજબૂત છે. બેંક અને આઈટી શેરમાં તેજીનો છે. બેંક નિફ્ટી 400 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1200 પોઇન્ટ ઉછળ્યો છે.

  • Jan 16, 2026 09:15 IST

    જિયો ફાઈનાન્સના ત્રિમાસિક નફામાં બમણો વધારો

    જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો ડિસેમ્બર ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ નફો બમણો વધીને 269 કરોડ રૂપિયા થયો છે. તો કોન્સોલિડેટેડ આવક પણ બમણી વધીને 901 કરોડે પહોંચી છે. તેનું કારણ લેન્ડિંગ, પેમેન્ટ્સ, એસેટ મેનેજમેન્ટ અને ફી આધારિત બિઝનેસની સારી કામગીરી છે. પ્રો પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ 7 ટકા વધીને 354 કરોડ રૂપિયા થઇ છે.

  • Jan 16, 2026 09:14 IST

    Bharat Coking Coal Share Listing : આજે ભારત કોકિંગ કોલ શેર લિસ્ટિંગ

    આજે ભારત કોકિંગ કોલ લિમિટેડ કંપનીના આઈપીઓ શેર BSE, NSE પર લિસ્ટિંગ થવાના છે. કંપનીનો 1071.11 કરોડ રૂપિયાનો આઈપીઓ 147 ગણો ભરાયો હતો. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 21 થી 23 રૂપિયા પ્રતિ શેર હતી. આ બીએસઇ એનએસઇ પર શેર લિસ્ટિંગ કરનાર વર્ષ 2026નો પ્રથમ મેઇનબોર્ડ આઈપીઓ છે. 

  • Jan 16, 2026 09:14 IST

    સેન્સેક્સ 288 પોઇન્ટ મજબૂત ખુલ્યો, IT શેર વધ્યા

    શેરબજાર સૂચંકાક સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે સકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ 288 પોઇન્ટ વધી 83,382 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 30 પોઇન્ટ વધી 25,696 ખુલ્યો હતો. એશિયન બજારોમાં આજે મિશ્ર વલણ હતું. જાપાનનો શેર બજાર 200 પોઇન્ટ નરમ હતો. તો તાઇવાન માર્કેટ 500 પોઇન્ટથી વધુ ઉછળ્યો હતો. કોરિયા, સિંગાપોર અને ઇન્ડોનેશિયાના પણ શેરબજાર સાધારણ વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા.

શેર બજાર બિઝનેસ