/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Share-Market-Crash-1.jpg)
Sensex Nifty Crash Today: શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. (Image: Freepik)
Top 5 Reasons Of Share Market Crash: ભારતીય શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સહિત મોટાભાગના એશિયન સ્ટોક માર્કેટ માટે સોમવારે ફરી બ્લેડ મન્ડે બન્યો હતો. શેરબજારમાં પોણા 3 ટકાનો કડાકો બોલાયો હતો. જેમા સેન્સેક્સમાં 2222 પોઇન્ટનો કડાકો બોલાયો અને 78759 બંધ થયો હતો. તો નિફ્ટી 662 પોઇન્ટનો કડાકો બોલાયો અને 24055 બંધ થયા હતા. જાપાનનો નિક્કીઈ ઈન્ડેક્સ સૌથી વધુ 12 ટકા તૂટ્યો, જે છેલ્લા 4 ટકાનો સૌથી મોટો એક દિવસીય કડાકો છે. અન્ય એશિયન શેરબજારોમાં 1 ટકાથી 10 ટકા સુધીનો કડાકો બોલાયો છે. જાણો શેરબજારમાં કડાકાના 5 કારણ.
અમેરિકામાં આર્થિક ચિંતા
અમેરિકામાં ગત શુકવારે શેરબજારોમાં તીવ્ર ઘટાડો થયો હતો જે જુલાઇમાં અપેક્ષા કરતા નબળા રોજગારીના આંકડાને કારણે યુએસમાં મંદી અંગે ચિંતા પેદા કરે છે. યુએસ બેન્ચમાર્ક નાસ્ડેક 2.43 ટકા ઘટી 16776 બંધ થયો હતો, જે તેની સર્વોચ્ચ સપાટીથી લગભગ 10 ટકા નીચે છે. તો એસએન્ડપી 500 ઈન્ડેક્સ 1.84 ટકા ઘટી 5346 બંધ થયો હતો. તો ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.51 ટકા તૂટ્યો અને 39737 બંધ થયો હતો.
ઇઝરાયલ ઈરાન તણાવ, બાંગ્લાદેશમાં સત્તાપલટ
પશ્ચિમ અને પૂર્વ એશિયામાં રાજકીય અફરાતફરીથી વૈશ્વિક અશાંતિ સર્જાવાની દહેશત છે. પરિણામ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાતા પેનિક સેલિંગ વચ્ચે શેરબજારમાં કડાકો નોંધાયો છે. પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ ઈરાન યુદ્ધ અને પૂર્વ એશિયામાં બાંગ્લાદેશમાં સત્તાપલટથી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ઈઝરાયલ ઈરાન તણાવથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Share-Market-Crash-Sensex-Nifty-Fall.jpg)
જાપાનના શેરબજાર નિક્કીઇ (Nikkei)માં 37 વર્ષનો સૌથો મોટો 4400 પોઇન્ટ એટલે કે 12 ટકાનો કડાકો નોંધાયો છે. જાપાનીઝ શેરબજારમાં યેનમાં કેરી ટ્રેર બંધ થવાની દહેશતે ઘટાડો આવ્યો છે. હકીકતમાં જાપાની કરન્સી યેન યુએસ ડોલર સામે મજબૂત થવાથી પ્રચલિત ટ્રેડિંગ સ્ટ્રેટેજી કેરી ટ્રેડ બંધ થવાનો ડર સતાવી રહ્યો છે. હકીકતમાં કેરી ટ્રેડ એટલે, જ્યારે રોકાણકારો કોઇ નબળી કરન્સી મારફતે કોઇ દેશમાંથી ઓછા વ્યાજદર પર ઉધાર લે છે અને તેને કોઇ અન્ય દેશની સંપત્તિમાં, જે વધારે રિટર્ન આપે છે, ત્યાં રોકાણ કરે છે. સામાન્ય રીતે વૈશ્વિક ટ્રેડર્સ અને ઈન્વેસ્ટર્સ ટ્રેડર્સ ઓછા વ્યાજદર વાળા યેનમાં ઉધાર લેતા હોય છે.
વૈશ્વિક શેરબજારના નબળા સંકેત
ઈઝરાયલ ઈરાન તણાવ સતત વધવાથી પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. ઉપરાંત અન્ય દેશોના મંદી અને મોંઘવારી જેવા સ્થાનિક પરિબળોના લીધે પણ શેરબજારમાં દબાણ વધ્યું છે. જાપાનીઝ શેરબજાર નિક્કીઇમાં સોમવારે 12 ટકાનો કડાકો બોલાયો, જે 1987 પછીનૌ સૌથી મોટો એક દિવસીય કડાકો છે. અન્ય એશિયન સ્ટોક માર્કેટ પણ કડડભૂસ થયા હતા. સ્ટેઇટ્સ ટાઈમ્સ સવા 4 ટકા, હેંગ કેંગ 1.5 ટકા, તાઈવાન 9.1 ટકા, કોસ્પી 9.6 ટકા, સેટ કમ્પોઝિટ્સ 3 ટકા, જકાર્તા કમ્પોઝિટ 3.5 ટકા, શાંઘાઈ કમ્પોઝિટ 1.5 ટકા તૂટ્યા હતા.
કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામ
ભારતીય શેરબજારમાં વેચવાલી માટે વૈશ્વિક જ નહીં સ્થાનિક પરિબળો પણ જવાબદાર છે. હાલ એપ્રિલ જૂન ક્વાર્ટર 2024ના કોર્પોરેટ રિઝલ્ટની મોસમ ચાલી રહી છે. અમુક કંપનીઓના નબળાં ત્રિમાસિક પરિણામને પગલે સ્ટોક માર્કેટમાં વેચવાલીનું દબાણ સર્જાયું છે. જેમ કે દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના જૂન ત્રિમાસિક પરિણામ અપેક્ષા કરતા નબળાં આવ્યા છે. ઓટો સેક્ટરની વાત કરીયે તો જુલાઇ મહિનામાં વેચાણ ઘટવાથી કંપનીઓના શેર ભાવ વિશે સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Share-Market-Sensex-Crash.jpg)
શેરબજારમાં કડાકો, હવે રોકાણકારોની શું માર્કેટ સ્ટ્રેટેજી હોવી જોઈએ?
જીયોજિત ફાઈનાન્સિયલ સર્વિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહે છે, યુએસના નિરાશાજનક જોબ ડેટા અને જાપાનીઝ યેનના ઝડપી ઉછાળાને પગલે કેરી ટ્રેડ બંધ થવાની આશંકાને કારણે વૈશ્વિક બજાર સાવધ સ્થિતિમાં છે. તેની અસર સ્થાનિક શેરબજાર માં પણ જોવા મળી હતી અને નજીકના ગાળામાં તેની અસર થવાની ધારણા છે. તેમ છતાં માર્કેટ દિવસના નીચા સ્તરે સ્થિતિસ્થાપકતા દર્શાવી અને 24000 ની ઉપર બંધ થવામાં સફળ રહ્યું છે. ઐતિહાસિક રીતે, ભારતીય બજારે લાંબા ગાળામાં વૈશ્વિક બજારની તુલનામાં આઉટપરફોર્મન્સનો નક્કર ટ્રેક રેકોર્ડ દર્શાવ્યો હતો. પ્રગતિશીલ નીતિઓ, રાજકોષીય સમજદારી અને સાનુકૂળ રાજકીય માહોલથી જીડીપી ગ્રોથ મજબૂત રહેવાની આગાહી હોવાથી આ ટ્રેન્ડ યથાવત્ રહેવાની અપેક્ષા છે.
આ પણ વાંચો | સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો, શેરબજારમાં રોકાણકારોને 15 લાખ કરોડથી વધુ નુકસાન
નિફ્ટી 23900 નીચે જાય તો મંદી આગળ વધશે
એલકેપી સિક્યોરિટઝના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ રૂપક ડે કહે છે, દિવસ દરમિયાન ભારે વેચવાલીથી નિફ્ટી ડેઇલી ટાઈમ ફ્રેમમાં પાછળ ધકેલાઇ ગયું હતુ. નીચલા સ્તરે નિફ્ટીને થોડોક ઊંચો બંધ થતાં પહેલા 50EMA પર આરંભિક ટેકો મળ્યો. RSI બેરિસ ક્રોસઓવરમાં છે અને ઘટી રહ્યું છે. ટૂંકા ગાળા માટે સેન્ટિમેન્ટ નબળા રહેવાની શક્યતા છે અને નિફ્ટી 23900 લેવલ નીચે જાય તો મંદી આગળ વધવાની દહેશત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us