/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Share-Market-Crash.jpg)
Share Market Crash : શેરબજારમાં કડાકો., પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)
Share Market Today News Highlight : બજેટ 2026 પહેલા શેરબજારમાં એકંદરે નરમાઇનો માહોલ છે. સેન્સેક્સ 296 પોઇન્ટ ઘટી 82269 બંધ થયો છે. આજે સેન્સેક્સ નીચામાં 81,941 સુધી ઘટ્યો છે. મેટલ, આઈટી અને બેંકમાં વેચવાલીથી ત્રણ દિવસના સુધારા બાદ શેરબજારમાં ઘટ્યું છે. એનએસઇ નિફ્ટી 98 પોઇન્ટ ઘટી 25200 બંધ થયો છે. સોના ચાંદી સાથે મેટલમં મોટી વેચવાલીથી બીએસઇ મેટલ ઇન્ડેક્સમાં 2100 પોઇન્ટનો કડાકો નોંધાયો છે. બીએસઇ માર્કેટકેપ 460.02 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
બજેટ 2026 પહેલા શેરબજારમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ ફરી બ્લેક ફ્રાઇડ બની રહેવાની આશંકા છે. શુક્રવારે સેન્સેક્સ 600 પોઇન્ટથી મોટા કડાકે 81,947 ખુલ્યો હતો. પાછલા દિવસે સેન્સેક્સ 82566 બંધ થયો હતો. હાલ સેન્સેક્સ 480 પોઇન્ટના ઘટાડે 82050 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. ઓપનિંગ સેશનમાં જ આઈટી, મેટલ અને રિલાયન્સ જેવા બ્લુચીપ શેર 3 ટકાથી વધુ તૂટ્યા હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,418 સામે આજે 25,247 ખુલ્યો હતો. હાલ 160 પોઇન્ટથી વધુ ઘટીને 25,225 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
ડોલર સામે રૂપિયો મજબૂત ખુલ્યો
શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 3 પૈસા વધીને 91.92 ખુલ્યો છે, ગુરવારે ડોલર સામે રૂપિયો 91.95 બંધ થયો હતો. યુએસ ડોલરમાં મજબૂતી, ક્રૂડ ઓઇલમાં ઉછાળો, વિદેશી રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક આર્થિક અસ્થિરતાના પગલે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે.
સોના ચાંદીમાં ઐતિહાસિ તેજી અટકી, ભાવ ઘટ્યા
સોના ચાંદીમાં ઐતિહાસિક તેજી અટકી છે અને રેકોર્ડ ઉંચા લેવલ પરથી ભાવ ઘટ્યા છે. એમસીએક્સ સોનાનો વાયદો 4277 રૂપિયાના ઘટાડે 1,65,126 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાતું હતું. તો 1 કિલો ચાંદી વાયદો 17562 રૂપિયા ઘટીને 3,82,221 રૂપિયા બોલાતી હતી. નોંધનિય છે કે, ચાંદી વાયદાનો ભાવ 4.04 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટીને કુદાવી ગયા હતા. તો સોનું પણ 1.70 લાખ રૂપિયાની ટોચ નજીક પહોંચ્યું હતું. યુએસ ડોલર મજબૂત થતા વૈશ્વિક બજારમાં સોના ચાંદી તૂટ્યા છે. તેમ છતાં સોના ચાંદીમાં વર્ષ 1980 બાદ સૌથી મોટી તેજી જોવા મળી છે.
- Jan 30, 2026 16:37 IST
મેટલ ઇન્ડેક્સ 2100 પોઇન્ટનો કડાકો
બોર્ડર માર્કેટમાં આજે મિશ્ર ટ્રેન્ડ હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.2 ટકા ઘટ્યો હતો જ્યારે નિફ્ટી સ્મોલકેપ 0.3 ટકા વધ્યો હતો. સોના ચાંદી સાથે મેટલમં મોટી વેચવાલીથી બીએસઇ મેટલ ઇન્ડેક્સમાં 2100 પોઇન્ટનો કડાકો નોંધાયો છે. મેટલ ઇન્ડેક્સના 13 માંથી 11 શેર 12 ટકા સુધી તૂટ્યા છે. બેંકેક્સ 385 પોઇન્ટ, ઓઇલ ગેસ 248 પોઇન્ટ, આઈટી 303 પોઇન્ટ ઘટ્યા છે. તો બીજી બાજુ ઓટો 429 પોઇન્ટ અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 661 પોઇન્ટ વધ્યા હતા.
- Jan 30, 2026 16:34 IST
મેટલ,બેંક અને આઈટી શેર ઘટ્યા
સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 17 શેર ઘટ્યા હતા. જેમા ટાટા સ્ટીલ 4.6 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 2.2 ટકા, પાવરગ્રીડ 1.6 ટકા, એચસીએલ ટેક 1.5 ટકા અને ટેક મહિન્દ્રા 1.3 ટકા તૂટ્યા હતા. તો ટોપ 5 ગેઇનર શેરમાં મહિન્દ્રા 1.4 ટકા, એસબીઆઈ સવા 1 ટકા, આઈટીસી 1.1 ટકા, બીઇએલ અને એચયુએલ 1 ટકા સુધર્યા હતા.
- Jan 30, 2026 16:31 IST
બજેટ 2026 પહેલા શેરબજાર નરમ, સેન્સેક્સ 296 પોઇન્ટ ઘટ્યું
બજેટ 2026 પહેલા શેરબજારમાં એકંદરે નરમાઇનો માહોલ છે. સેન્સેક્સ 296 પોઇન્ટ ઘટી 82269 બંધ થયો છે. આજે સેન્સેક્સ નીચામાં 81,941 સુધી ઘટ્યો છે. આઈટી અને બેંકમાં વેચવાલીથી ત્રણ દિવસના સુધારા બાદ શેરબજારમાં ઘટ્યું છે. એનએસઇ નિફ્ટી 98 પોઇન્ટ ઘટી 25200 બંધ થયો છે.
- Jan 30, 2026 13:56 IST
શેરબજારમાં નફાવસૂલી, સેન્સેક્સ 350 પોઇન્ટ નરમ
શેરબજારમાં નફાવસૂલી ચાલુ રહેતા સેન્સેક્સ 350 પોઇન્ટથી વધુ ઘટાડે 82200 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો નિફ્ટી 110 પોઇન્ટ ઘટી 25300 લેવલ આસપાસ છે. આજે આઈટી અને બેંક શેર તૂટ્યા છે. યુએસ ડોલર મજબૂત થતા સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો બોલાયો છે.
- Jan 30, 2026 09:42 IST
સોના ચાંદીમાં ઐતિહાસિ તેજી અટકી, ભાવ ઘટ્યા
સોના ચાંદીમાં ઐતિહાસિક તેજી અટકી છે અને રેકોર્ડ ઉંચા લેવલ પરથી ભાવ ઘટ્યા છે. એમસીએક્સ સોનાનો વાયદો 4277 રૂપિયાના ઘટાડે 1,65,126 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાતું હતું. તો 1 કિલો ચાંદી વાયદો 17562 રૂપિયા ઘટીને 3,82,221 રૂપિયા બોલાતી હતી. નોંધનિય છે કે, ચાંદી વાયદાનો ભાવ 4.04 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટીને કુદાવી ગયા હતા. તો સોનું પણ 1.70 લાખ રૂપિયાની ટોચ નજીક પહોંચ્યું હતું. યુએસ ડોલર મજબૂત થતા વૈશ્વિક બજારમાં સોના ચાંદી તૂટ્યા છે. તેમ છતાં સોના ચાંદીમાં વર્ષ 1980 બાદ સૌથી મોટી તેજી જોવા મળી છે.
- Jan 30, 2026 09:34 IST
ડોલર સામે રૂપિયો મજબૂત ખુલ્યો
શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 3 પૈસા વધીને 91.92 ખુલ્યો છે, ગુરવારે ડોલર સામે રૂપિયો 91.95 બંધ થયો હતો. યુએસ ડોલરમાં મજબૂતી, ક્રૂડ ઓઇલમાં ઉછાળો, વિદેશી રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક આર્થિક અસ્થિરતાના પગલે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે.
- Jan 30, 2026 09:32 IST
સેન્સેક્સ 600 પોઇન્ટના કડાકે ખુલ્યો, IT શેર તૂટ્યા
બજેટ 2026 પહેલા શેરબજારમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ ફરી બ્લેક ફ્રાઇડ બની રહેવાની આશંકા છે. શુક્રવારે સેન્સેક્સ 600 પોઇન્ટથી મોટા કડાકે 81,947 ખુલ્યો હતો. પાછલા દિવસે સેન્સેક્સ 82566 બંધ થયો હતો. હાલ સેન્સેક્સ 480 પોઇન્ટના ઘટાડે 82050 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. ઓપનિંગ સેશનમાં જ આઈટી, મેટલ અને રિલાયન્સ જેવા બ્લુચીપ શેર 3 ટકાથી વધુ તૂટ્યા હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,418 સામે આજે 25,247 ખુલ્યો હતો. હાલ 160 પોઇન્ટથી વધુ ઘટીને 25,225 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us