Share Market Today News Highlight : શેરબજાર ટ્રમ્પ ટેરિફ અને જુલાઇ એક્સપાયરીના પગલે ઘટાડે બંધ થયું છે. સેન્સેક્સ 296 પોઇન્ટ ઘટી 81185 અને નિફ્ટી 87 પોઇન્ટ ઘટી 24768 બંધ થયા છે. જો કે સેન્સેક્સ ગુરુવારે લગભગ 800 પોઇન્ટના કડાકે 80,695 ખુલ્યો હતો, જે ઇન્ટ્રા ડે નીચી સપાટી છે. આમ આજના તળિયેથી સેન્સેક્સ 600 પોઇન્ટ રિકવર થયો છે. અમેરિકા ભારત પર 25 ટકા ટેરિફ લાદતા કોર્પોરેટ સેક્ટરમાં ગભરાટનો માહોલ છે. શેરબજારના રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.
સેન્સેક્સ 800 પોઇન્ટના ઘટાડે ખુલ્યો
શેરબજારમાં ગુરુવારે જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સ 786 પોઇન્ટના ઘટાડે 80695 ખુલ્યો હતો. તો નિફ્ટી પાછલા બંધ 24855 સામે 200 પોઇન્ટથી વધુ ઘટીને 24642 ખુલ્યો હતો. ભારત પર અમેરિકાની ભારે ભરખમ 25 ટકા ટેરિફથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. સેન્સેક્સના તમામ શેર ડાઉન હતા, જેમા ટાટા મોટર્સ , રિલાયન્સ, ટાયટન, બીઇએલ અને ટ્રેન્ટ શેર 1 થી સવા 2 ટકા સુધી તૂટ્યા હતા.
એશિયન બજાર નરમ
એશિયન બજારોમાં એકંદરે મિશ્રણ ટ્રેન્ડ છે. ભારત પર અમેરિકાની 25 ટકા ટેરિફ અને યુએસ ફેડ રિઝર્વે વ્યાજદર યથાવત રાખતા સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. ગિફ્ટ નિફ્ટી 190 પોઇન્ટ ઘટાડે ટ્રેડ કરી રહ્યો છે. તો હોંગકોંગ માર્કેટ , શાંઘાઇ કોમ્પોઝિટ, થાઇલેન્ડ, કોરિયાના શેરબજારો પણ નરમ હતા.
ડોલર સામે રૂપિયો 5 મહિનાને તળિયે
શેરબજાર સાથે રૂપિયા પણ નોંધપાત્ર તૂટ્યો છે. ગુરુવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 27 પૈસા ઘટીને 87.69 ખુલ્યો છે, જે 5 મહિનાની સૌથી નીચી સપાટી છે. જ્યારે બુધવારે ડોલર સામે રૂપિયો 87.42 લેવલ પર બંધ થયો હતો. ભારત પર અમેરિકા દ્વારા 25 ટકા ટેરિફ લાદવામાં આવતા રૂપિયાના મૂલ્ય પર દબાણ આવ્યું છે.
US ફેડ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખ્યા
યુએસ ફેડ રિઝર્વ દ્વારા મોનેટરી પોલિસી જાહેર કરવામાં આવી છે. યુએસ ફેડ રિઝર્વે વ્યાજદરમાં કોઇ ઘટાડો કર્યો નથી. FOMC મોનેટરી પોલિસીમા 9 -2 વોટથી નિર્ણય લેવાયો છે. યુએસ ફેડ રિઝર્વના બે અધિકારીઓ FOMCના નિર્ણયની વિરુદ્ધહતા. 30 વર્ષમાં પહેલીવાર અધિકારીએ અસહમતી વ્યક્ત કરી છે. 46 ટકા બજાર સહભાગીઓને યુએસ ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવાની અપેક્ષા હતી. સારા નાણાકીય પરિણામ બાદ માઇક્રોસોફ્ટનો શેર 8.5 ટકા અને મેટા કંપનીનો શેર 12 ટકા વધ્યા હતા.





