/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Share-Market-3.jpg)
Share Market : શેરબજાર. (Photo: Freepik)
Share Market Today News Highlight : શેરબજારમાં વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 610 પોઇન્ટ ઘટી 85102 અને નિફ્ટી 226 પોઇન્ટના ઘટાડે 25960 બંધ થયો છે. સેન્સેક્સ ઉપરમાં 85,722 અને નીચામાં 84,875 સુધી ઘટ્યો હતો. નિફ્ટી 26000ના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ નીચે બંધ થયો છે. યુએસ ફેડ મોનેટરી પોલિસી બુધવારે જાહેર થવાની છે. યુએસ ફેડ રેટ કટ અંગે અનિશ્ચિતતાથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે ઘટાડે ખુલ્યા છે. વૈશ્વિક બજારોની નરમાઇ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. આજે સેન્સેક્સ 88 પોઇન્ટ ઘટી 86624 ખુલ્યો છે. હાલ 200 પોઇન્ટ ઘટીને 85500 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 27 પોઇન્ટ ઘટી 26,159 ખુલ્યો હતો.
ડોલર સામે રૂપિયો વધુ નબળો પડ્યો, 1 ડોલર = 90.09 રૂપિયા ખુલ્યો
ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો યથાવત છે. સોમવારે ડોલર સામે રૂપિયો 8 પૈસા ઘટીને 90.06 ખુલ્યો છે. જ્યારે ગત શુક્રવારે 1 ડોલર સામે 89.96 રૂપિયાના ભાવે બંધ થયો હતો.
Indigo Share Price : ઈન્ડિગો શેર 4 ટકા તૂટ્યો
ઈન્ડિગો એરલાઈન્સનો શેર સતત ઘટી રહ્યો છે. બીએસઇ પર ઈન્ડિગો શેર 5371 રૂપિયાના પાછલા બંધ સામે 4 ટકા જેટલો ઘટીને આજે 5100 રૂપિયા ખુલ્યો હતો. ડીજીસીએના નવા નિયમના કારણે ઈન્ડિગો ફ્લાઇટ હાલ કટોકટીનો સામનો કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 400થી વધુ ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે. 18 ઓગસ્ટના રોજ ઈન્ડિગોનો શેર ભાવ 6225 રૂપિયા 52 અઠવાડિયાની ટોચે પહોંચ્યો હતો.
- Dec 08, 2025 16:38 IST
શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 7 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં ઘટાડાથી રોકાણકારો 7 લાખ કરોડ જેટલું જંગી નુકસાન થયું છે. સોમવારે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 454.19 લાખ કરોડ રૂપિયા થઇ છે, જે ગત શુક્રવારે 470.96 લાખ કરોડ રૂપિયા થઇ હતી. બીએસઇ પર 950 કંપનીના શેર વધીને જ્યારે 3348 શેર વધીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નોંધપાત્ર નેગેટિવ થઇ હતી.
- Dec 08, 2025 16:36 IST
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર
સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 26 શેર ઘટીને બંધ થયા હતા. સૌથી વધુ ઘટેલા 5 શેરમાં બીઇએલ 5 ટકા,ઇટરનલ 2.5 ટકા, ટ્રેન્ટ 2.3 ટકા, ટાટા સ્ટીલ 2.2 ટકા અને બજાજ ફાઈનાન્સ 2.1 ટકા ઘટીને બંધ થયા હતા. તો સામે ટેક મહિન્દ્રા 1.4 ટકા, એચસીએલ ટેક, રિલાયન્સ અને એચડીએફસી બેંક સાધારણ વધ્યા હતા.
- Dec 08, 2025 16:33 IST
ઈન્ડિગો શેરમાં 8 ટકાથી વધુ કડાકો
ઈન્ડિગો એટલે ઈન્ટરગ્લોબ એવિએશન કંપનીનો શેરમાં 8 ટકાથી વધુ કડાકો બોલાયો છે. ઈન્ડિગો શેર 8.3 ટકા ઘટી 4926 રૂપિયા બંધ થયો છે. જ્યારે પાછલો બંધ ભાવ 5371 રૂપિયા હતો. ઈન્ડિગોની ઘણી ફ્લાઇટ સતત આઠમાં દિવસે રદ થઇ હતી, જેના કારણે ડિસેમ્બરમાં અત્યાર સુધી આ શેર 15 ટકા જેટલો તૂટ્યો છે. ઈન્ડિગો કટોકટી વિશે વધુ વાંચા અહીં ક્લિક કરો
- Dec 08, 2025 16:30 IST
સેન્સેક્સમાં 600 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 226 પોઇન્ટ ઘટી 26000 નીચે
શેરબજારમાં વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી મોટા ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 610 પોઇન્ટ ઘટી 85102 અને નિફ્ટી 226 પોઇન્ટના ઘટાડે 25960 બંધ થયો છે. સેન્સેક્સ ઉપરમાં 85,722 અને નીચામાં 84,875 સુધી ઘટ્યો હતો. નિફ્ટી 26000ના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ નીચે બંધ થયો છે. યુએસ ફેડ મોનેટરી પોલિસી બુધવારે જાહેર થવાની છે. યુએસ ફેડ રેટ કટ અંગે અનિશ્ચિતતાથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.
- Dec 08, 2025 12:47 IST
Car Buying Tips : ડિસેમ્બરમાં કાર ખરીદવી કે નહીં? યર એન્ડ ડિસ્કાઉન્ટ સેલ ઓફરમાં કાર ખરીદવાના ફાયદા અને નુકસાન જાણો
Car Buying Year End Discount Sale Offer : કાર ખરીદવા ઉપર ડિસેમ્બર યર એન્ડ સેલમાં લાખો રૂપિયાના ડિસ્કાઉન્ટ સહિત અન્ય ઓફર આપવામાં આવે છે. જો તમે પણ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરથી લલચાઇ કાર ખરીદવાનો વિચારો છો, તો ડિસેમ્બરમાં કાર ખરીદવાના ફાયદા અને ગેરલાભ વિશે જાણકારી હોવી જરૂરી છે. ...બધું જ વાંચો
- Dec 08, 2025 11:00 IST
IPO : આઈપીઓ કરાવશે કમાણી, આ સપ્તાહે 12 IPO ખુલશે; મીશો સહિત 16 કંપનીના શેર લિસ્ટિંગ થશે
IPO And Share Listing This Week : આઈપીઓ રોકાણથી કમાણીની તક મળશે. આ અઠવાડિયામાં 12 કંપનીના આઈપીઓ ખુલશે. ઉપરાંત મીશો સહિત 16 કંપનીના શેર લિસ્ટિંગ થશે. ...સંપૂર્ણ માહિતી
- Dec 08, 2025 10:05 IST
Indigo Share Price : ઈન્ડિગો શેર 4 ટકા તૂટ્યો
ઈન્ડિગો એરલાઈન્સનો શેર સતત ઘટી રહ્યો છે. બીએસઇ પર ઈન્ડિગો શેર 5371 રૂપિયાના પાછલા બંધ સામે 4 ટકા જેટલો ઘટીને આજે 5100 રૂપિયા ખુલ્યો હતો. ડીજીસીએના નવા નિયમના કારણે ઈન્ડિગો ફ્લાઇટ હાલ કટોકટીનો સામનો કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 400થી વધુ ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે. 18 ઓગસ્ટના રોજ ઈન્ડિગોનો શેર ભાવ 6225 રૂપિયા 52 અઠવાડિયાની ટોચે પહોંચ્યો હતો.
- Dec 08, 2025 09:46 IST
ડોલર સામે રૂપિયો વધુ નબળો પડ્યો, 1 ડોલર = 90.09 રૂપિયા ખુલ્યો
ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો યથાવત છે. સોમવારે ડોલર સામે રૂપિયો 8 પૈસા ઘટીને 90.06 ખુલ્યો છે. જ્યારે ગત શુક્રવારે 1 ડોલર સામે 89.96 રૂપિયાના ભાવે બંધ થયો હતો.
- Dec 08, 2025 09:46 IST
સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 50 પોઇન્ટ નરમ
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે ઘટાડે ખુલ્યા છે. વૈશ્વિક બજારોની નરમાઇ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. આજે સેન્સેક્સ 88 પોઇન્ટ ઘટી 86624 ખુલ્ય હતો. સેન્સેક્સ 200 પોઇન્ટના ઘટાડે 85500 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 27 પોઇન્ટ ઘટી 26,159 ખુલ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us