Share Market News: સેન્સેક્સ નિફ્ટી સપાટ બંધ, મિડકેપ સ્મોલકેપ તૂટ્યા, IT અને બેંક શેરમાં સુધારો

Share Market Today News Highlight : શેરબજારમાં વેચવાલી અને ડોલર સામે રૂપિયો રેકોર્ડ લો થવાથી માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે. હવે બજારની નજર શુક્રવારે જાહેર થનાર RBI ધિરાણનીતિ બેઠક છે.

Share Market Today News Highlight : શેરબજારમાં વેચવાલી અને ડોલર સામે રૂપિયો રેકોર્ડ લો થવાથી માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે. હવે બજારની નજર શુક્રવારે જાહેર થનાર RBI ધિરાણનીતિ બેઠક છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bombay stock exchange | BSE | BSE Sensex | Indian Share Market | Indian stock exchange | bse building | BSE Market cap | Indian Stock Market

BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)

Share Market Today News Highlight : શેરબજાર સૂંચકાંત સેન્સેક્સ નિફ્ટી બુધવારે મોટી વધઘટ બાદ સેશનના અંતે સપાટ બંધ થયા છે. સેન્સેક્સ 31 પોઇન્ટ ઘટી 85106 અને નિફ્ટી 46 પોઇન્ટ ઘટી 25986 બંધ થયો છે. સૌથી ખાસ વાત એ છે કે, સેન્સેક્સ કરતા નિફ્ટી વધુ ઘટ્યો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 85,269 થી 84,763 હતી. આઈટી અને બેંક શેર વધ્યા છે. જો કે ચલણી શેરમાં વેચવાલીથી મિડકેપ, સ્મોલકેપ, ઓટો અને કેપિટલ ગુડ્સ શેર નોંધપાત્ર ઘટ્યા છે. બીએસઇની માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી.

Advertisment

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી બુધવારે ફ્લેટ ખુલ્યા બાદ ઘટ્યા છે. ડોલર સામે રૂપિયો 90 પાર નવા રેકોર્ડ લો બનાવતા માર્કેટ સેન્ટિમેન્ટ વધુ નબળું પડ્યું છે. સેન્સેક્સ પાછલા બંધ 85,138 લેવલ સામે બુધવારે 85,150 ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 300 પોઇન્ટ તૂટ્યો અને 85000 લેવલ નીચે 84826 ઘટ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,032 સામે આજે 26004 ખુલ્યો હતો. નિફ્ટી 100 પોઇન્ટ ઘટી 26000 લેવલ નીચે 25930 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

ડોલર સામે રૂપિયો નવા તળિયે, 90 પાર બોલાયો

ડોલર સામે રૂપિયા એ નવી ઐતિહાસિક નીચી સપાટી બનાવી છે. બુધવારે ભારતીય રૂપિયો 9 પૈસા ઘટીને 89.96 ખૂલ્યો છે. માર્કેટ ખુલતાની સાથે ડોલર સામે રૂપિયો ઘટીને 90.05 બોલાયો હતો, જે નવું રેકોર્ડ લો લેવલ છે. તો મંગળવારે 32 પૈસા ઘટીને 89.87 બંધ થયો હતો.

Meesho IPO : મીશો આઈપીઓ આજે ખુલ્યો,

મીશો આઈપીઓ આજે 3 ડિસેમ્બર ખુલ્યો છે. કંપનીએ 5421 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 105 – 111 રૂપિયા અને લોટ સાઇઝ 135 શેર છે. રોકાણકાર 5 ડિસેમ્બર સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકે છે.

Advertisment
  • Dec 03, 2025 16:37 IST

    નિફ્ટી IT ઇન્ડેક્સ 284 પોઇન્ટ વધ્યો, બેંક શેર મજબૂત

    આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 284 પોઇન્ટ અને બેંક નિફ્ટી 75 પોઇન્ટ વધીને બંધ થયા છે. વેચવાલીના દબાણથી મિડકેપ 445 પોઇન્ટ અને સ્મોલેકેપ 220 પોઇન્ટ તૂટ્યા છે. બીએસઇ આઈટી ઇન્ડેક્સ 282 પોઇન્ટ, બેંકેક્સ 125 પોઇન્ટ વધ્યા છે. તો ઓટો ઇન્ડેક્સ 695 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ 905 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 766 પોઇન્ટ, ઓઇલ ગેસ 200 પોઇન્ટ ઘટ્યા છે. બીએસઇની માર્કેટકેપ ઘટીને 469.67 લાખ કરોડ રૂપિયા થઇ છે. બીએસઇ પર 1481 શેર વધીને જ્યારે 2681 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ છે.

  • Dec 03, 2025 16:34 IST

    સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લૂઝર શેર

    શેરબજારની મંદી વચ્ચે સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 20 શેર ઘટ્યા હતા. સૌથી વધુ ઘટેલા ટોપ 5 બ્લુચીપ શેરમાં બીઇએલ 2.1 ટકા, ટાયટન 1.9 કા, મહિન્દ્રા 1.8 ટકા, એનટીપીસી 1.7 ટકા અને એસબીઆઈ 1.7 ટકા ઘટ્યા હતા. તો સૌથી વધુ વધેલા ટોચના 5 શેરમાં ટીસીએસ 1.4 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 1.4 ટકા, ઇન્ફોસિસ 1.1 ટકા, એચડીએફસી બેંક અને એક્સિસ બેંક 1 ટકા વધ્યા હતા.

  • Dec 03, 2025 16:32 IST

    સેન્સેક્સ નિફ્ટી સપાટ બંધ

    શેરબજાર સૂંચકાંત સેન્સેક્સ નિફ્ટી બુધવારે મોટી વધઘટ બાદ સેશનના અંતે સપાટ બંધ થયા છે. સેન્સેક્સ 31 પોઇન્ટ ઘટી 85106 અને નિફ્ટી 46 પોઇન્ટ ઘટી 25986 બંધ થયો છે. સૌથી ખાસ વાત એ છે કે, સેન્સેક્સ કરતા નિફ્ટી વધુ ઘટ્યો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 85,269 થી 84,763 હતી.

  • Dec 03, 2025 13:50 IST

    Train Rules : યાત્રી ગણ ધ્યાન દે… તત્કાલ ટિકિટના નિયમમાં ફેરફાર, હવે OTP વેરિફિકેશન વગર ટ્રેન ટિકિટ બુકિંગ થશે નહીં

    Tatkal Ticket Booking Rule : આઈઆરસીટીસીની વેબસાઈટ, રેલ્વે કાઉન્ટર, અધિકૃત એજન્ટો અને મોબાઈલ એપ પર તત્કાલ ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હવે મુસાફરો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલા ઓટીપી વેરિફિકેશન વગર ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે નહીં. ...સંપૂર્ણ માહિતી

  • Dec 03, 2025 11:03 IST

    Repee Record Low : રૂપિયો ઐતિહાસિક તળિયે, 1 ડોલરનો ભાવ ₹ 90 પાર, રૂપિયો કેમ ઘટી રહ્યો છે? તમને શું અસર થશે?

    Dollar VS Rupee All Time Low : ડોલર સામે રૂપિયો ઘટીને 90.14 ઐતિહાસિક તળિયે બોલાયો છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડાની ભારતના અર્થતંત્ર અને સામાન્ય વ્યક્તિ પર ઉંડી અસર થાય છે. ...વધુ વાંચો

  • Dec 03, 2025 09:53 IST

    Meesho IPO : મીશો આઈપીઓ આજે ખુલ્યો

    મીશો આઈપીઓ આજે 3 ડિસેમ્બર ખુલ્યો છે. કંપનીએ 5421 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 105 – 111 રૂપિયા અને લોટ સાઇઝ 135 શેર છે. રોકાણકાર 5 ડિસેમ્બર સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકે છે.IPO વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

  • Dec 03, 2025 09:52 IST

    ડોલર સામે રૂપિયો નવા તળિયે, 90 પાર બોલાયો

    ડોલર સામે રૂપિયા એ નવી ઐતિહાસિક નીચી સપાટી બનાવી છે. બુધવારે ભારતીય રૂપિયો 9 પૈસા ઘટીને 89.96 ખૂલ્યો છે. માર્કેટ ખુલતાની સાથે ડોલર સામે રૂપિયો ઘટીને 90.05 બોલાયો હતો, જે નવું રેકોર્ડ લો લેવલ છે. તો મંગળવારે 32 પૈસા ઘટીને 89.87 બંધ થયો હતો.

  • Dec 03, 2025 09:52 IST

    સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 26000 નીચે

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી બુધવારે ફ્લેટ ખુલ્યા બાદ ઘટ્યા છે. ડોલર સામે રૂપિયો 90 પાર નવા રેકોર્ડ લો બનાવતા માર્કેટ સેન્ટિમેન્ટ વધુ નબળું પડ્યું છે. સેન્સેક્સ પાછલા બંધ 85,138 લેવલ સામે બુધવારે 85,150 ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 300 પોઇન્ટ તૂટ્યો અને 85000 લેવલ નીચે 84826 ઘટ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,032 સામે આજે 26004 ખુલ્યો હતો. નિફ્ટી 100 પોઇન્ટ ઘટી 26000 લેવલ નીચે 25930 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

બિઝનેસ શેર બજાર