/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Share-Market-Crash.jpg)
Share Market Crash : શેરબજારમાં કડાકો., પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
Share Market Today News Highlight : શેરબજારમાં વેચવાલી અને ડોલર સામે રૂપિયો 91 પાર નવી ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચતા સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા છે. મંગળવારે સેન્સેક્ 533 પોઇન્ટ ઘટી 84679 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 167 પોઇન્ટ ઘટી 25860 બંધ થયો છે. શેરબજારમાં સાર્વત્રિક મંદીથી તમામ ઇન્ડેક્સ ઘટ્યા હતા, જેમા ટેલિકોમ અપવાદ રૂપ હતો.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સહિત એશિયન બજારોમાં મંગળવારે મંદીનો માહોલ હતો. સેન્સેક્સ 112 પોઇન્ટ ઘટી 85025 ખુલ્યો હતો. સળંગ ચાર સેશનથી મેટલ શેરમાં નફાવસૂલી જોવા મળી છે. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 450 પોઇન્ટથી વધુ તૂટી 84,716 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 74 પોઇન્ટ ઘટી 25,951 ખુલ્યો હતો.
મેટલ શેરમાં સતત ચોથા દિવસે મંદી
મેટલ શેરમાં નફાવસૂલથી સતત ચોથા દિવસે મંદીનો માહોલ જોવા મળ્યો છે. મેટલ ઇન્ડેક્સ લગભગ 1 ટકા સુધી ઘટ્યો છે. તો કેપિટલ ગુડ્સ, ડિફેન્સ, આઈટી અને પીએસયુ બેંકમાં પણ વેચવાલી છે. પરંતુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો શેર વધ્યા છે.
ICICI પ્રુડેન્શિયલ AMC IPO સબ્સક્રાઇબ કરવાનો છેલ્લો દિવસે
ICICI પ્રુડેન્શિયલ AMC IPO સબ્સક્રાઇબ કરવાનો આજે છેલ્લો દિવસ છે. આ આઈપીઓ 12 ડિસેમ્બરે ખુલ્યો હતો, જે 16 ડિસેમ્બર બંધ થઇ રહ્યો છે. તે ICICI બેંકની પેટાકંપની અને દેશની બીજી સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે. આ આઈપીઓને લઇ ગ્રે માર્કેટમાં ઘણી હલચલ જોવા મળી છે. આ IPOનું કુલ કદ 10,602.65 કરોડ રૂપિયા છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ રૂ. 2,061 થી 2,165 પ્રતિ ઇક્વિટી શેર અને લોટ સાઇઝ 6 શેર છે.
- Dec 16, 2025 16:29 IST
શેરબજારમા સાર્વત્રિક મંદીના 5 કારણ
ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયે, 91 પાર ગયો
વિદેશી રોકાણકારોની સતત વેચવાલી
વૈશ્વિક બજારોના નબળા સંકેત
અમેરિકાના જોબ ડેટાનો ઇંતેજાર
શેરબજારની વિકલી એક્સપાયરી
- Dec 16, 2025 16:27 IST
મિડકેપ સ્મોલકેપ તૂટ્યા, બેંક શેરમાં વેચવાલી
શેરબજારમાં સાર્વત્રિક મંદીથી તમામ ઇન્ડેક્સ ઘટ્યા હતા, જેમા ટેલિકોમ અપવાદ રૂપ હતો. સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં બેંક શેરમાં વેચવાલીથી બેંક્કેસ 685 પોઇન્ટ સૌથી વધુ ઘટ્યો છે. કેપિટલ ગુડ્સ 340 પોઇન્ટ, આઈટી 335 પોઇન્ટ, હેલ્થકેર 240 પોઇન્ટ, મેટલ 286 પોઇન્ટ, ઓઇલ ગેસ 200 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 306 પોઇન્ટ તૂટ્યા છે. બીએસઇ મિડકેપ 360 પોઇન્ટ અને સ્મોલકેપ 352 પોઇન્ટ ઘટ્યા હતા.
- Dec 16, 2025 16:23 IST
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર
શેરબજારમાં મંદીથી સેન્સેક્સના 30 બ્લુચીપ માંથી 23 શેર ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સના સૌથી વધુ ઘટેલા 5 શેરમાં એક્સિસ બેંક સવા 5 ટકા, ઇટરનલ 4.7 ટકા, એચસીએલ ટેક 2 ટકા, બજાજ ફિનસર્વ 1.9 ટકા અને ટાટા સ્ટીલ 1.7 ટકા ઘટીને બંધ થયા છે. સૌથી વધુ વધેલા 5 શેરમાં ટાયટન 1.6 ટકા, ભારતી એટરેલ 1.5 ટકા, મહિન્દ્રા, એશિયન પેઇન્ટ અને ટ્રેન્ટ અડધા આસપાસ નરમ હતા.
- Dec 16, 2025 16:23 IST
સેન્સેક્સ 533 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 167 પોઇન્ટ ઘટી 26000 નીચે
શેરબજારમાં વેચવાલી અને ડોલર સામે રૂપિયો 91 પાર નવી ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચતા સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા છે. મંગળવારે સેન્સેક્ 533 પોઇન્ટ ઘટી 84679 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 167 પોઇન્ટ ઘટી 25860 બંધ થયો છે.
- Dec 16, 2025 16:18 IST
Rupee Record Low : ડોલર સામે રૂપિયો 91 વટાવી રેકોર્ડ તળિયે, સામાન્ય વ્યક્તિથી લઇ સરકાર અને શેરબજાર પર શું અસર થશે? જાણો
Rupee All Time Low Against Dollar : કરન્સી માર્કેટમાં ઇતિહાસમાં પહેલીવાર 1 ડોલરનો ભાવ 91 રૂપિયા બોલાયો છે. 2026માં ડોલર સામે સૌથી વધુ ઘટનાર કરન્સીમાં રૂપિયો મોખરે છે. રૂપિયો રેકોર્ડ તળિયે જતા સામાન્ય વ્યક્તિ, સરકાર અને શેરબજાર પર શું અસર થશે જાણો ...વધુ માહિતી
- Dec 16, 2025 12:06 IST
રૂપિયા ઐતિહાસિક તળિયે, 1 ડોલર = 90.87 રૂપિયા
ડોલર સામે રૂપિયો સતત ઐતિહાસિક નીચી સપાટી બનાવી રહ્યો છે. આજે કરન્સી એક્સચેન્જ પર ડોલર સામે રૂપિયો 9 પૈસા ઘટીને 90.87 રૂપિયા બોલાયો હતો, જે અત્યાર સુધીનો સૌથી નીચો કરન્સી એક્સચેન્જ રેટ છે. સોમવારે ડોલર સામે રૂપિયો 90.78 બંધ થયો હતો. અમેરિકા ભારત વચ્ચે વેપાર સોદામાં વિલંબ, ભારતીય શેરબજાર માંથી FIIની સતત વેચવાલીના પગલે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આ દરમિયાન મુખ્ય 6 કરન્સી બાસ્કેટ સામે યુએસ ડોલર ઇન્ડેક્સ 0.03 ટકા ઘટી 98.27 થયો હતો.
- Dec 16, 2025 12:00 IST
10200mAh બેટરી સાથે સસ્તો ટેબ્લેટ Lenovo Idea Tab Plus ભારતમાં લોન્ચ, કિંમત અને ખાસિયત જાણો
Idea Tab Plus Launched in India: લેનોવો આઈડિયા ટેબ પ્લસ ભારતમાં એક બજેટ ટેબ્લેટ છે. આ લેનોવો ટેબ્લેટમાં 12 જીબી સુધી રેમ, 10200mAh બેટરી અને મીડિયાટેક ડાયમેન્સિટી 6400 ચિપસેટ આવે છે. ...અહીં વાંચો
- Dec 16, 2025 11:43 IST
Bank Merger: ગુજરાતની 4 બેંકોના મર્જરને RBIની મંજૂરી, થાપણદાર પર શું અસર થશે?
RBI Bank Merger News : રિઝર્વ બેંકે ગુજરાતની 4 સહકારી બેંકોના મર્જરને મંજૂરી આપી છે. આ બેંક મર્જર 15 ડિસેમ્બર 2025થી લાગુ થયું છે. આ બેંક મર્જરથી બેંક થાપણદારો પર શું અસર થશે? જાણો ...વધુ વાંચો
- Dec 16, 2025 10:53 IST
ICICI પ્રુડેન્શિયલ AMC IPO સબ્સક્રાઇબ કરવાનો છેલ્લો દિવસે
ICICI પ્રુડેન્શિયલ AMC IPO સબ્સક્રાઇબ કરવાનો આજે છેલ્લો દિવસ છે. આ આઈપીઓ 12 ડિસેમ્બરે ખુલ્યો હતો, જે 16 ડિસેમ્બર બંધ થઇ રહ્યો છે. તે ICICI બેંકની પેટાકંપની અને દેશની બીજી સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે. આ આઈપીઓને લઇ ગ્રે માર્કેટમાં ઘણી હલચલ જોવા મળી છે. આ IPOનું કુલ કદ 10,602.65 કરોડ રૂપિયા છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ રૂ. 2,061 થી 2,165 પ્રતિ ઇક્વિટી શેર અને લોટ સાઇઝ 6 શેર છે. ICICI પ્રુડેન્શિયલ AMC IPO વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો
- Dec 16, 2025 10:49 IST
મેટલ શેરમાં સતત ચોથા દિવસે મંદી
મેટલ શેરમાં નફાવસૂલથી સતત ચોથા દિવસે મંદીનો માહોલ જોવા મળ્યો છે. મેટલ ઇન્ડેક્સ લગભગ 1 ટકા સુધી ઘટ્યો છે. તો કેપિટલ ગુડ્સ, ડિફેન્સ, આઈટી અને પીએસયુ બેંકમાં પણ વેચવાલી છે. પરંતુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો શેર વધ્યા છે.
- Dec 16, 2025 10:46 IST
સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ ઘટ્યો, નિફ્ટી 26000 નીચે ખુલ્યો
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સહિત એશિયન બજારોમાં મંગળવારે મંદીનો માહોલ હતો. સેન્સેક્સ 112 પોઇન્ટ ઘટી 85025 ખુલ્યો હતો. સળંગ ચાર સેશનથી મેટલ શેરમાં નફાવસૂલી જોવા મળી છે. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 450 પોઇન્ટથી વધુ તૂટી 84,716 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 74 પોઇન્ટ ઘટી 25,951 ખુલ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us