Share Market News : સેન્સેક્સ 513 પોઇન્ટ વધી 85186 બંધ, નિફ્ટી 26000 પાર

Share Market Today News Highlight : શેરબજાર બુધવારે આઈટી શેરની તેજીથી નોંધપાત્ર વધીને બંધ થયા છે. જો કે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી, જે બજારનો અંડર કરંટ નરમ હોવાના સંકેત આપે છે.

Share Market Today News Highlight : શેરબજાર બુધવારે આઈટી શેરની તેજીથી નોંધપાત્ર વધીને બંધ થયા છે. જો કે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી, જે બજારનો અંડર કરંટ નરમ હોવાના સંકેત આપે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Trading | Share Market News | stock Market | share Market Live Update

Share Market : શેરબજાર (Photo: Freepik)

Share Market Today News Highlight : શેરબજારમાં બુધવારે નરમ શરૂઆત પછી બપોર બાદ આઈટી શેરમાં ખરીદી અને મજબૂત વૈશ્વિક સંકેતોના પગલે સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધ્યા હતા. સેન્સેક્સ 513 પોઇન્ટ ઉછળી 85186 બંધ થયો હતો. સેન્સેક્સ ઉપરમાં 85236 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી 142 પોઇન્ટની નરમાઇમાં 26052 બંધ થયો હતો.

Advertisment

શેરબજારમાં મંગળવારે નરમાઇ તરફી ટ્રેન્ડ હતો. સેન્સેક્સ પાછલા બંધ 84,673 લેવલ થી સાધારણ ઘટી 84,643 ખુલ્યો હતો. સેન્સેક્સ 70 પોઇન્ટના ઘટાડે 84600 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 25,918 ફ્લેટ ખુલ્યો હતો. વૈશ્વિક શેરબજારોની નરમાઇ અને ઘરઆંગણે નફાવસૂલીના લીધે શેરજબજાર ઘટ્યા છે.

HUL Demerger : એચયુએલ ડિમર્જર, આઈસક્રીમ બિઝનેસ અલગ કરશે

હિન્દુસ્તાન યુનિલિવર કંપની ડિમર્જર અંતર્ગત આઇસક્રીમ યુનિટને અલગ કરશે. આ ડિમર્જર માટે રેકોર્ડ ડેટ 5 ડિસેમ્બર જાહેર કરી છે. આ ડિમર્જરનો રેશિયો 1 : 1 શેર છે. એટલ કે જે રોકાણકારો પાસે 5 ડિસેમ્બર સુધી એચયુએલના શેર હશે તેમને ક્વોલિટી વોલ્સ ઈન્ડિયા લિમિટે (KWIL)ના શેર મળશે. આ ડિમર્જર યુનિલિવર પીએલસીની તેની વૈશ્વિક ડિમર્જર યોજનાનો ભાગ છે, જેમા તેણે પોતાના આઈસ્ક્રીમ બિઝનેસને અલગ સ્વતંત્ર કંપનીમાં સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.

યુએસ માર્કેટમાં નફાવસૂલી, 4 દિવસમાં ડાઉ જોન્સ 2200 પોઇન્ટ તૂટ્યો

શટડાઉન સમાપ્ત થયા બાદ યુએસ માર્કેટમાં સતત પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. મંગળવારે પણ ટેક શેરમાં વેચવાલીથી નાસ્ડેક સવા પોઇન્ટ જેટલો ઘટ્યો હતો. ચાર દિવસમાં ડાઉ જોન્સ ઇન્ડેક્સ 2200 પોઇન્ટ તૂટ્યો છે. એશિયન બજારોમાં આજે મિશ્ર વલણ છે. જાપાનીઝ શેરબજાર 70 પોઇન્ટ અને હોંગકોંગ બજાર 110 પોઇન્ટ, તાઇવાન માર્કેટ પણ 80 પોઇન્ટના ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે.

Advertisment
  • Nov 19, 2025 16:36 IST

    મિડકેપ વધ્યો જ્યારે સ્મોલકેપ ઘટ્યો

    બોર્ડર માર્કેટમાં મિશ્ર વલણ રહેતા મિડકેપ 160 પોઇન્ટ વધ્યો છે જ્યારે સ્મોલકેપ 204 પોઇન્ટ ઘટ્યો છે. બીએસઇ આઈટી ઇન્ડેક્સ 1004 પોઇન્ટ અને ટેક ઇન્ડેક્સ 396 પોઇન્ટ વધ્યા છે. જ્યારે ઓઇલ ગેસ 110 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 140 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ 140 પોઇન્ટ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 500 પોઇન્ટથી વધુ ઉછાળા વચ્ચે પણ શેરબજારની માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી. બીએસઇ પર 1841 શેર વધીને જ્યારે 2338 શેર ઘટીને બંધ થયા હતા. બીએસઇની માર્કેટકેપ 475.74 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

  • Nov 19, 2025 16:33 IST

    સમ્માન કેપિટલ શેર 12 ટકા ધરાશાયી

    સમ્માન કેપિટલ કંપનીના શેરમાં 12 ટકાથી વધુ કડાકો બોલાયો અને બીએસઇ પર શેર 159.75 રૂપિયા બંધ થયો હતો. સુપ્રીમ કોર્ટે કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે CBI અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયને મૈત્રીપૂર્ણ તપાસ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. અદાલતે કહ્યું કે, કંપની પર જે પ્રકારના ગંભીર આરોપ લાગ્યા છે, તેમા તપાસ એજન્સીઓનું આ વલણ યોગ્ય નથી. નોંધનિય છે કે, સમ્માન કેપિટલ પર ગંભીર નાણાંકિય ગેરરીતિને નજરઅંદાજ કરવાનો આરોપ છે.

  • Nov 19, 2025 16:29 IST

    આઈટી શેરમાં તેજીથી બજારને મજબૂત ટેકો. IT ઇન્ડેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો

    શેરબજારના સુધારાને આઈટી સ્ટોકની તેજીનો મજબૂત સપોર્ટ મળ્યો છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1069 પોઇન્ટ અને બેંક નિફ્ટી 316 પોઇન્ટ વધ્યા હતા. બીએસઇ બ્લુચીપ શેર એચસીએલ ટેક 4.3 ટકા, ઇન્ફોસિસ 3.7 ટકા, ટીસીએસ 2 ટકા, એચયુએલ 1.5 ટકા અને સન ફાર્મા 1.4 ટકા વધી સેન્સેક્સના ટોપ 5 ગેઇનર સ્ટોક બન્યા હતા. તો સૌથી વધુ ઘટેલા 5 શેરમાં એશિયન પેઇન્ટ, બજાજ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ, મારૂતિ અને TMPV અડધાથી 3.8 ટકા સુધી ઘટીને બંધ થયા હતા.

  • Nov 19, 2025 16:26 IST

    સેન્સેક્સ 513 પોઇન્ટ વધી 85186 બંધ, નિફ્ટી 26000 પાર

    શેરબજારમાં બુધવારે નરમ શરૂઆત પછી બપોર બાદ આઈટી શેરમાં ખરીદી અને મજબૂત વૈશ્વિક સંકેતોના પગલે સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધ્યા હતા. સેન્સેક્સ 513 પોઇન્ટ ઉછળી 85186 બંધ થયો હતો. સેન્સેક્સ ઉપરમાં 85236 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી 142 પોઇન્ટની નરમાઇમાં 26052 બંધ થયો હતો.

  • Nov 19, 2025 15:45 IST

    The Coin Laundry : 27 ક્રિપ્ટો એક્સચેન્જ સરકારના રડારમાં, 2800થી વધુ ફરિયાદ, 21 મહિનામાં 600 કરોડની છેતરપિંડી

    Express Investigation, The Coin Laundry : ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગમાં છેતરાયેલા પીડિતો એ વાતથી અજાણ હતા કે તેમના નાણાંને ડિજિટલ એસેટ્સમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત તાજેતરમાં ભારતના કેટલાક સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જોમાં સાયબર એટેકના કારણે પણ યુઝર્સનો વિશ્વાસ ડગમગી ગયો છે. ...વધુ વાંચો

  • Nov 19, 2025 14:22 IST

    Tech History : ભારતનો પહેલો ટચસ્ક્રીન ફોન, જે એક જ ચાર્જ પર 15 દિવસ ચાલ્યો, તેનું નામ યાદ છે?

    tech history in gujarati : શું તમે જાણો છો કે ભારતમાં પહેલો ટચસ્ક્રીન ફોન કઈ કંપનીએ લોન્ચ કર્યો હતો? પહેલો ટચસ્ક્રીન મોબાઇલ ફોન સેમસંગ, એપલ કે ગુગલ દ્વારા નહીં, પરંતુ તે સમયની ટેક જાયન્ટ નોકિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો. ...સંપૂર્ણ વાંચો

  • Nov 19, 2025 14:16 IST

    સેન્સેક્સ 400 પોઇન્ટ વધી 85000 પાર, નિફ્ટી 26000 ઉપર મક્કમ

    શેરબજારમાં રિકવરી આવી છે અને આ સાથે જ સેન્સેક્સે 85000 અને નિફ્ટી એ ફરી 26000 ક્રોસ કર્યું છે. સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળ્યો છે અને 25000 લેવલ ક્રોસ કરી 85096 સુધી વધ્યો છે. તો એનએસઇ નિફ્ટી 100 પોઇન્ટ થી વધુ સુધરીને 26000 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. આઈટી શેરમાં લેવાલીના પગલે શેરબજારમાં બાઉન્સ બેક રિકવરી જોવા મળીછે.

  • Nov 19, 2025 09:26 IST

    યુએસ માર્કેટમાં નફાવસૂલી, 4 દિવસમાં ડાઉ જોન્સ 2200 પોઇન્ટ તૂટ્યો

    શટડાઉન સમાપ્ત થયા બાદ યુએસ માર્કેટમાં સતત પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. મંગળવારે પણ ટેક શેરમાં વેચવાલીથી નાસ્ડેક સવા પોઇન્ટ જેટલો ઘટ્યો હતો. ચાર દિવસમાં ડાઉ જોન્સ ઇન્ડેક્સ 2200 પોઇન્ટ તૂટ્યો છે. એશિયન બજારોમાં આજે મિશ્ર વલણ છે. જાપાનીઝ શેરબજાર 70 પોઇન્ટ અને હોંગકોંગ બજાર 110 પોઇન્ટ, તાઇવાન માર્કેટ પણ 80 પોઇન્ટના ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે.

  • Nov 19, 2025 09:22 IST

    HUL Demerger : એચયુએલ ડિમર્જર, આઈસક્રીમ બિઝનેસ અલગ કરશે

    હિન્દુસ્તાન યુનિલિવર કંપની ડિમર્જર અંતર્ગત આઇસક્રીમ યુનિટને અલગ કરશે. આ ડિમર્જર માટે રેકોર્ડ ડેટ 5 ડિસેમ્બર જાહેર કરી છે. આ ડિમર્જરનો રેશિયો 1 : 1 શેર છે. એટલ કે જે રોકાણકારો પાસે 5 ડિસેમ્બર સુધી એચયુએલના શેર હશે તેમને ક્વોલિટી વોલ્સ ઈન્ડિયા લિમિટે (KWIL)ના શેર મળશે. આ ડિમર્જર યુનિલિવર પીએલસીની તેની વૈશ્વિક ડિમર્જર યોજનાનો ભાગ છે, જેમા તેણે પોતાના આઈસ્ક્રીમ બિઝનેસને અલગ સ્વતંત્ર કંપનીમાં સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.

  • Nov 19, 2025 09:22 IST

    સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા

    શેરબજારમાં મંગળવારે નરમાઇ તરફી ટ્રેન્ડ હતો. સેન્સેક્સ પાછલા બંધ 84,673 લેવલ થી સાધારણ ઘટી 84,643 ખુલ્યો હતો. સેન્સેક્સ 70 પોઇન્ટના ઘટાડે 84600 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 25,918 ફ્લેટ ખુલ્યો હતો. વૈશ્વિક શેરબજારોની નરમાઇ અને ઘરઆંગણે નફાવસૂલીના લીધે શેરજબજાર ઘટ્યા છે.

બિઝનેસ શેર બજાર